Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vladimir Putinની આજે ધરપકડ થશે ? વિશ્વમાં ઉત્તેજના

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સત્તાવાર મુલાકાતે મંગોલિયા પહોંચ્યા પુતિન મંગોલિયા પહોંચતાની સાથે જ તેમની ધરપકડની માંગણીઓ વધવા લાગી કોર્ટ દ્વારા પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવેલું છે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) એ આ વર્ષે માર્ચમાં વ્લાદિમીર પુતિન વિરુદ્ધ...
08:03 AM Sep 03, 2024 IST | Vipul Pandya
Russian President Vladimir Putin

Vladimir Putin : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) સત્તાવાર મુલાકાતે મંગોલિયા પહોંચ્યા છે. પુતિનની આ મુલાકાત જાપાની સેના પર સોવિયેત-મોંગોલિયન સૈનિકોની સંયુક્ત જીતની 85મી વર્ષગાંઠ પર થઈ રહી છે. મંગોલિયા રશિયાનો પડોશી દેશ છે, પુતિન સોમવારે સાંજે મંગોલિયાની રાજધાની ઉલાનબાતાર પહોંચ્યા હતા. પુતિન મંગોલિયા પહોંચતાની સાથે જ તેમની ધરપકડની માંગણીઓ વધવા લાગી છે કારણ કે મંગોલિયા આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતનું સભ્ય છે અને કોર્ટ દ્વારા પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવેલું છે.

વ્લાદિમીર પુતિન વર્ષ 2019 પછી પહેલીવાર મંગોલિયાની મુલાકાતે

રશિયન મીડિયા સ્પુટનિકે અહેવાલ આપ્યો છે કે, મંગોલિયામાં, વ્લાદિમીર પુતિન રશિયા-મંગોલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી તેમજ વધુ દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે. આ સાથે વ્લાદિમીર પુતિન ખલખિન-ગોલ યુદ્ધની 85મી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વ્લાદિમીર પુતિન વર્ષ 2019 પછી પહેલીવાર મંગોલિયાની મુલાકાતે આવ્યા છે.

આ પણ વાંચો----Mehrang Baloch : એક મહિલા, જેણે પાકિસ્તાન સરકારના નાકમાં દમ લાવી દીધો...

વ્લાદિમીર પુતિન સામે ICC ના આરોપો

હકીકતમાં, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) એ આ વર્ષે માર્ચમાં વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. ICCનું કહેવું છે કે યુક્રેન યુદ્ધમાં વ્લાદિમીર પુતિન વિરુદ્ધ અપરાધોના પૂરતા પુરાવા છે. ICCએ કહ્યું છે કે યુક્રેનના અનાથાશ્રમ અને ચિલ્ડ્રન હોમમાંથી સેંકડો બાળકોને રશિયા લાવવામાં આવ્યા છે, જેથી આ બાળકોને રશિયામાં રહેતા લોકો દત્તક લઈ શકે. જોકે, રશિયાએ ICCના આ આરોપોને ફગાવી દીધા છે. આ સાથે જ ICCની કાયદેસરતા પર પણ સવાલો ઉભા થયા છે.

રશિયા ICCC સ્વીકારતું નથી

વ્લાદિમીર પુતિન વિશ્વના બીજા સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ છે, તેથી એવી કોઈ આશા નથી કે તેઓ ICCના આદેશનું પાલન કરશે. રશિયા પહેલેથી જ ICCને માન્યતા આપતું નથી, તેથી વ્લાદિમીર પુતિનની રશિયાની અંદર ધરપકડ કરી શકાતી નથી. આ સિવાય જો તે દેશમાં ન હોય તો આવો કેસ ચલાવવો શક્ય નથી.

આ પણ વાંચો---લાપતા રશિયન હેલિકોપ્ટર મળી આવ્યું, 22 માંથી 17 લોકોના મૃતદેહ મળ્યા

Tags :
Arrest warrant against Putininternational criminal courtMongoliaRussia-Ukraine-WarRussian President Vladimir PutinVladimir Putin
Next Article