Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi : ટેક્સટાઈલ ફેક્ટરીમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 25 ગાડીઓ ઘટના સ્થળે...

Delhi માં કપડાની ફેક્ટરીમાં ભીષણ આગ ફાયરની 25 ગાડીઓ ઘટના સ્થળે હજુ સુધી કોઈ જઈજાના અહેવાલ નથી બહારી દિલ્હી (Delhi)ના બકરવાલા વિસ્તારમાં રવિવારે સવારે ભીષણ આગ લાગી હતી. રાજીવ રત્નાના નિવાસસ્થાન પાસેની એક કપડાની ફેક્ટરીમાં આગ લાગી હતી. આગની...
delhi   ટેક્સટાઈલ ફેક્ટરીમાં લાગી આગ  ફાયર બ્રિગેડની 25 ગાડીઓ ઘટના સ્થળે
  1. Delhi માં કપડાની ફેક્ટરીમાં ભીષણ આગ
  2. ફાયરની 25 ગાડીઓ ઘટના સ્થળે
  3. હજુ સુધી કોઈ જઈજાના અહેવાલ નથી

બહારી દિલ્હી (Delhi)ના બકરવાલા વિસ્તારમાં રવિવારે સવારે ભીષણ આગ લાગી હતી. રાજીવ રત્નાના નિવાસસ્થાન પાસેની એક કપડાની ફેક્ટરીમાં આગ લાગી હતી. આગની માહિતી મળતાની સાથે જ 25 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ ઓલવવાનું કામ ચાલી રહ્યું છે. હજુ સુધી કોઈ ઈજાના અહેવાલ નથી. આ જાણકારી દિલ્હી (Delhi) ફાયર સર્વિસ દ્વારા આપવામાં આવી છે.

Advertisement

DTC બસમાં આગ...

આ પહેલા શુક્રવારે બપોરે દક્ષિણ દિલ્હી (Delhi)ના મહિપાલપુર વિસ્તારમાં મુસાફરોને લઈ જતી DTC બસમાં આગ લાગી હતી. દિલ્હી (Delhi) ફાયર સર્વિસના અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. તેમણે કહ્યું કે DTC બસમાં આગની જાણ બપોરે 3:24 વાગ્યે થઈ હતી, ત્યારબાદ ત્રણ ફાયર ટેન્ડરને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો : જો NRC નંબર આપશો તો જ બનશે Aadhar Card, આ રાજ્યના CM ની મોટી જાહેરાત...

45 મિનીટની મહેનત બાદ આગ કાબૂમાં આવી...

DFSS અધિકારીએ જણાવ્યું કે 45 મિનિટની મહેનત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ વાહન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ડીટીસી લો-ફ્લોર બસ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી વસંત કુંજ તરફ જઈ રહી હતી. તેમણે કહ્યું કે બસમાં આગ લાગતા જ મુસાફરો અને ડ્રાઈવર નીચે ઉતરી ગયા હતા.

Advertisement

આ પણ વાંચો : Manipur માં ફરી હિંસા, હવે ડ્રોન અને રોકેટ દ્વારા હુમલા, સરકારે લાગુ કરી આ સિસ્ટમ...

બાઈક અને સ્કૂટર બળીને ખાખ...

અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ એવી આશંકા છે કે બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. તેમણે જણાવ્યું કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ નજીકમાં પાર્ક કરેલી એક બાઇક અને સ્કૂટર બળીને રાખ થઈ ગયા હતા. પોલીસે જણાવ્યું કે આ કેસની તપાસ ચાલુ છે.

આ પણ વાંચો : UP : Lucknow ના ટ્રાન્સપોર્ટ નગરમાં અકસ્માત, 8 લોકોના મોત, 28 લોકો ઘાયલ...

Tags :
Advertisement

.