Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

DELHI : હૈવાનોએ વટાવી હદ, ટેક્સી લૂંટયા બાદ ડ્રાઇવરને ગાડી સાથે 1 કિમી સુધી ઢસેડયો

દિલ્હી માંથી વધુ એક કાળજું કંપાવી નાખે એવી ઘટના સામે આવી છે. અહીં બદમાશોએ ટેક્સી લૂંટી અને ત્યાર બાદ ગાડી સાથે ડ્રાઈવરને એક કિલોમીટર સુધી ઢસેડીને ખેંચી ગયા હતા. દિલ્હી પોલીસે આ મામલામાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ એરપોર્ટ...
delhi   હૈવાનોએ વટાવી હદ  ટેક્સી લૂંટયા બાદ ડ્રાઇવરને ગાડી સાથે 1 કિમી સુધી ઢસેડયો

દિલ્હી માંથી વધુ એક કાળજું કંપાવી નાખે એવી ઘટના સામે આવી છે. અહીં બદમાશોએ ટેક્સી લૂંટી અને ત્યાર બાદ ગાડી સાથે ડ્રાઈવરને એક કિલોમીટર સુધી ઢસેડીને ખેંચી ગયા હતા. દિલ્હી પોલીસે આ મામલામાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ એરપોર્ટ પર મુસાફરો તરીકે ફરી કરી રહ્યા હતા.

Advertisement

લૂંટારા જાણતા હતા કે ડ્રાઇવેર ઢસડાઈ રહ્યો છે તો પણ ગાડી ન રોકી

મહિપાલપુરમાં લૂંટ બાદ ટેક્સી ડ્રાઈવર બિજેન્દરને ઢસેડીને મોતને ઘાટ ઉતારનાર બંને આરોપીઓ હજુ મેરઠમાં છે. દિલ્હી પોલીસ તેને કોર્ટમાં રજૂ કરશે અને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લેશે. તે પછી તે તેને દિલ્હી લાવશે. દિલ્હી પોલીસના અધિકારીઓનું કહેવું છે કે તેને દિલ્હી લાવ્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડ પર લેવામાં આવશે. દિલ્હી પોલીસના અધિકારીઓ હાલ આરોપીઓની પૂછપરછમાં વ્યસ્ત છે. આરોપીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેઓ જાણતા હતા કે ડ્રાઈવર ટેક્સી સાથે ખેંચાઇ રહ્યો હતો, તેમ છતાં આરોપીઓએ ટેક્સી રોકી ન હતી, આરોપીઓનું કહેવું છે કે પકડાઈ જવાના ડરથી તેઓએ ટેક્સી રોકી ન હતી. સાઉથ વેસ્ટ ડિસ્ટ્રિક્ટ ટીમ અને ઉત્તર પ્રદેશ પોલીસ, મેરઠ ડિસ્ટ્રિક્ટ ટીમના સંયુક્ત ઓપરેશનમાં બુધવારે રાત્રે મેહરાજ સલમાની (ઉ. વ 33) અને આસિફ (ઉ. વ 24)ની મેરઠથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સાકેતથી પેસેન્જર તરીકે બિજેન્દરની ટેક્સીમાં ચડ્યો હતો.

Advertisement

અજાણ્યા પુરુષની લાશ મળતા પોલીસ થઈ દોડતી

દક્ષિણ-પૂર્વ જિલ્લા પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વસંત કુંજ, ઉત્તર પોલીસ સ્ટેશનને મંગળવારે રાત્રે 11.37 વાગ્યે PCRકોલ મળ્યો હતો કે NH-8ના સર્વિસ રોડ પર એક અજાણ્યા પુરુષની લાશ પડી છે. પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકની ઓળખ ફરીદાબાદના રહેવાસી બિજેન્દર (43) તરીકે થઈ હતી. ત્યાર બાદ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો અને જિલ્લા પોલીસ ડેપ્યુટી કમિશનરની દેખરેખ હેઠળ એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એસઆઈ અશોકની દેખરેખ હેઠળ રચાયેલી પોલીસ ટીમને બાતમી મળી હતી કે આરોપી મેરઠનો હોઈ શકે છે. દિલ્હી પોલીસે મેરઠ પોલીસની મદદ માંગી હતી. સીઓ કોતવાલી અમિત રાય, પોલીસ સ્ટેશન હેડ લિસાડી ગેટ જિતેન્દ્ર સિંહ, એસઆઈ પંકજ શર્માની મદદથી ઈન્સ્પેક્ટર પવન દહિયા અને એસઆઈ અશોકની ટીમે બંને આરોપીઓ મેહરાજ સલમાની અનવર અને આસિફની ધરપકડ કરાઇ હતી.

Advertisement

આરોપીઓએ આ રીતે ગુનો આચર્યો

બંને આરોપીઓ સિલેક્ટ સિટી મોલ, સાકેતથી આઈજીઆઈ એરપોર્ટ સુધી બિજેન્દરની ટેક્સીમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમણે NH-8 પર ટેક્સી થોભાવી. આ પછી બિજેન્દરને નીચે ધકેલી દેવામાં આવ્યો. પરંતુ બિજેન્દરનો હાથ સીટ બેલ્ટમાં ફસાઈ ગયો આ સમયમાં આરોપી ટેક્સી લૂંટીને ભાગવા લાગ્યો હતો. આરોપીઓએ ખુલાસો કર્યો છે કે તેઓ જાણતા હતા કે ડ્રાઈવર ખેંચી રહ્યો હતો પરંતુ પકડાઈ જવાના ડરથી આરોપીએ ટેક્સી રોકી ન હતી. તે જાણતો હતો કે પાછળના લોકો વીડિયો બનાવી રહ્યા છે અને તેઓ તેને પકડી શકે છે. તેઓ એ પણ જાણતા હતા કે ડ્રાઈવર ટેક્સીમાંથી પડી ગયો હતો.

પહેલા પણ ગુના આચરી ચૂક્યા છે આ આરોપીઓ

વર્ષ 2017માં મહિપાલપુર વિસ્તારમાં આવી જ એક ઘટના બની હતી. ત્યારે પણ આરોપીઓએ આવી જ રીતે કારની લૂંટ ચલાવી હતી. આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. સ્પેશિયલ સ્ટાફમાં તૈનાત એસઆઈ અશોક કુમારને અચાનક યાદ આવ્યું કે આ ઘટનામાં મેરઠના જ ગુનેગારો સામેલ હોઈ શકે છે. આ બદમાશોના ડોઝિયરની તપાસ કરવામાં આવી હતી. આ પછી આરોપીઓની મેરઠથી ધરપકડ કરવામાં આવી હતી. મેહરાજ સલમાની વિરુદ્ધ યુપીમાં ચાર અને દિલ્હીમાં બે ગુનાહિત કેસ નોંધાયેલા છે. આસિફ વિરુદ્ધ યુપીમાં સાત અને દિલ્હીમાં બે કેસ નોંધાયેલા છે.

આ પણ વાંચો -- Mumbai : ગળું પકડીને ટ્રેનમાંથી ધક્કો મારવા લાગ્યો શખ્સ, મુંબઈની લોકલમાં બે વ્યક્તિઓ વચ્ચે ઝપાઝપી Video Viral

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.