Kausar Jahan : મહિલા IPS ઓફિસરને રાતોરાત ઘર છોડવા ફરજ પડી હતી
- દિલ્હી રાજ્ય હજ સમિતિના અધ્યક્ષ અને ભાજપના નેતા કૌસર જહાંનો મોટો આરોપ
- કોંગ્રેસ પર મુસ્લિમોના હિતોની અવગણના કરવાનો લગાવ્યો આરોપ
- મહિલા IPS ઓફિસર ઇલમા અફરોઝને તેમની માતા સાથે ઘર છોડવાની ફરજ પડી
- શું આ પ્રિયંકા ગાંધી વાડ્રાનું આ મહિલા સશક્તિકરણ છે
Kausar Jahan : દિલ્હી રાજ્ય હજ સમિતિના અધ્યક્ષ અને ભાજપના નેતા કૌસર જહાં (Kausar Jahan)એ કોંગ્રેસ પર મુસ્લિમોના હિતોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે. કૌસરે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ મુસ્લિમોનો ઉપયોગ માત્ર વોટ બેંક તરીકે કર્યો છે. તેમણે પ્રિયંકા ગાંધીના મહિલા સશક્તિકરણ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
કોંગ્રેસ પાર્ટી માત્ર મુસ્લિમ વોટ ઈચ્છે છે
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કૌસરે કહ્યું, “કોંગ્રેસ પાર્ટી માત્ર મુસ્લિમ વોટ ઈચ્છે છે. તેમણે ક્યારેય મુસ્લિમોના કલ્યાણ માટે કંઈ કર્યું નથી, તેમણે મુસ્લિમોનો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કર્યો છે.
આ પણ વાંચો----IPS કિશનસહાય મીણાને ચા પાર્ટી કરવા બદલ કર્યા સસ્પેન્ડ, જાણો શા માટે...
મહિલા IPS ઓફિસર ઇલમા અફરોઝને તેમની માતા સાથે ઘર છોડવાની ફરજ પડી
ભાજપના નેતાએ વધુમાં કહ્યું, “એક મહિલા IPS ઓફિસર ઇલમા અફરોઝ હતી જેને તેમની માતા સાથે ઘર છોડવાની ફરજ પડી હતી. ગેરકાયદે ડ્રગ્સ અને ગેરકાયદેસર ખાણકામ સામે કાર્યવાહી કરવાની તેમની એકમાત્ર ભૂલ હતી. તે ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરી રહી હતી અને કોંગ્રેસના ધારાસભ્યએ તેનું અપમાન કરવાનું શરૂ કર્યું. આઈપીએસનું એટલુ અપમાન કરવામાં આવ્યું કે તેમને પોતાનું ઘર છોડવાની ફરજ પડી. શું આ પ્રિયંકા ગાંધી વાડ્રાનું આ મહિલા સશક્તિકરણ છે, જેમણે ‘હું છોકરી છું, હું લડી શકું છું’નું સૂત્ર આપ્યું હતું?
બાબા સિદ્દીકીની હત્યા પર કૌસર જહાંએ શું કહ્યું?
અગાઉ, 12 ઓક્ટોબર, 2024 ના રોજ મુંબઈના બાંદ્રામાં NCP નેતા બાબા સિદ્દીકીની થયેલી હત્યા પર કૌસર જહાંએ કહ્યું હતું કે આ મામલાની નિષ્પક્ષ અને કડક તપાસ થવી જોઈએ. આવી ઘટનાઓ પર રાજકારણ ન થવું જોઈએ. કૌસર જહાંએ બાબા સિદ્દીકીની હત્યા પર દુખ વ્યક્ત કર્યું હતું અને તેમને એક સારા અને જીવંત વ્યક્તિ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આરોપીઓ ઝડપાયા તે સારી વાત છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં વ્યસ્ત છે. આ કેસના આરોપીઓ કોણ છે અને તેઓએ આ ગુનો શા માટે કર્યો? આ બાબતની તપાસ થવી જોઈએ.
આ પણ વાંચો----Prayagraj Mahakumbh માં પહેલીવાર ટેક્નોલોજીનો ઉપયોગ, શ્રદ્ધાળુઓને મળશે આવો ફાયદો