Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Delhi: ખેડૂત આંદોલનનો આજે છઠ્ઠો દિવસ, સરકાર અને ખેડૂત સંગઠનોની બેઠક

Delhi: દિલ્હી બોર્ડર પર અત્યારે ખેડૂતો ડેરો જમાવીને પોતાની માંગણીઓ સાથે આંદોલન કરી રહ્યા છે. ખેડૂત આંદોલનનો આજે છઠ્ઠો દિવસ છે. સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે આજે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે બેઠક યોજાવાની છે. બોર્ડર પર ખેડૂતો-પોલીસ વચ્ચે ઘર્ષણ...
09:13 AM Feb 18, 2024 IST | VIMAL PRAJAPATI
Delhi Sixth day of farmers' agitation today

Delhi: દિલ્હી બોર્ડર પર અત્યારે ખેડૂતો ડેરો જમાવીને પોતાની માંગણીઓ સાથે આંદોલન કરી રહ્યા છે. ખેડૂત આંદોલનનો આજે છઠ્ઠો દિવસ છે. સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે આજે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે બેઠક યોજાવાની છે. બોર્ડર પર ખેડૂતો-પોલીસ વચ્ચે ઘર્ષણ આજે પણ યથાવત છે. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોએ સરકાર સામે અનેક પ્રકારની માંગ રાખી છે. જેમાંથી પેન્શન સહિત અનેક મામલે સમાધાન અટક્યું છે. એવી પણ વિગતો સામે આવી રહીં છે કે, આજની બેઠકમાં સમાધાન થવાની શક્યતા છે.

કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે ચોથા રાઉન્ડની વાતચીત

રવિવારે ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે ચોથા રાઉન્ડની વાતચીત થવાની છે. કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડા, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અને ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાય પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની કાયદેસર ગેરંટી સહિત ખેડૂત સંગઠનોની વિવિધ માંગણીઓ પર ચાલી રહેલી વાતચીતમાં કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 8, 12 અને 15 ફેબ્રુઆરીએ બંને પક્ષો વચ્ચે થયેલી વાતચીત અનિર્ણિત રહી હતી.

શંભુ બોર્ડર પર આજે અમારો છઠ્ઠો દિવસ: સર્વન સિંહ

ઉલ્લેખનીય છે કે, ખેડૂતો તેમની માંગણીઓ માટે કેન્દ્રીય મંત્રીઓ સાથે આજે ચોથા રાઉન્ડની બેઠક કરવાના છે. પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સર્વન સિંહ પંઢેરે કહ્યું કે, ‘શંભુ બોર્ડર પર આજે અમારો છઠ્ઠો દિવસ છે અને સરકારે થોડો સમય માંગ્યો છે અને કહ્યું છે કે તે આ મુદ્દે ચર્ચા કરશે.’ ખેડૂતો હજુ પણ તમામ પાક પર એમએસપીની ગેરંટી આપતો કાયદો બનાવવા અને તેમની અન્ય માંગણીઓ માટે આંદોલન કરી રહ્યા છે. આજે ખેડૂતો તેમની માંગણીઓ માટે કેન્દ્રીય મંત્રીઓ સાથે ચોથા રાઉન્ડની બેઠક કરવાના છે તેવી સુત્રો દ્વારા માહિતી મળી રહી છે.\

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: Kamalnath: મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની કમર તૂટશે, કમલનો થશે ‘નાથ’ પરિવાર!

Tags :
Delhi NewsDemand of farmers against GovtFarmer ProtestFarmer Protest LIVE UpdatesGujarati Newsnational news
Next Article