Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi : નબી કરીમ વિસ્તારમાં ઈમારતનો એક ભાગ ધરાશાયી, બેને બચાવી લેવામાં આવ્યા

Delhi માં ઈમારત ધરાશાયી ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે ત્રણ લોકો ફસાયા હોય તેવી આશંકા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi)ના નબી કરીમ વિસ્તારમાં આજે (13 સપ્ટેમ્બર) એક ઇમારતનો એક ભાગ ધરાશાયી થયો હતો. કાટમાળ નીચે ફસાયેલા ત્રણમાંથી ઓછામાં ઓછા...
delhi   નબી કરીમ વિસ્તારમાં ઈમારતનો એક ભાગ ધરાશાયી  બેને બચાવી લેવામાં આવ્યા
  1. Delhi માં ઈમારત ધરાશાયી
  2. ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે
  3. ત્રણ લોકો ફસાયા હોય તેવી આશંકા

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi)ના નબી કરીમ વિસ્તારમાં આજે (13 સપ્ટેમ્બર) એક ઇમારતનો એક ભાગ ધરાશાયી થયો હતો. કાટમાળ નીચે ફસાયેલા ત્રણમાંથી ઓછામાં ઓછા બે લોકોને બચાવી લેવાયા છે. આ ઘટના દિલ્હી (Delhi)માં બિલ્લા દરગાહ નજીક બની હતી. ફાયરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની માહિતી મુજબ ત્રીજા વ્યક્તિ માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો : Maharashtra Gas Leak : થાણેના અંબરનાથમાં કેમિકલ ફેક્ટરીમાંથી ગેસ લીક, લોકોને ઘરમાં રહેવાની અપીલ

Advertisement

દિલ્હી (Delhi) ફાયર સર્વિસ (DFS)ના એક અધિકારીએ ઉમેર્યું હતું કે, સવારે 7:00 વાગ્યે આ ઘટના અંગે કોલ આવ્યો હતો. અધિકારીએ કહ્યું કે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે પરંતુ કેટલાક લોકો દિવાલના કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. ફાયર અધિકારીઓ, સ્થાનિક પોલીસ અને અન્ય બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો : West Bengal : રાજ્યપાલની મોટી જાહેરાત, મમતા બેનર્જીનો સામાજિક બહિષ્કાર કરશે

Advertisement

અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, બચાવ કામગીરી હજુ ચાલી રહી છે. બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Ganesh Puja નું આ દ્રશ્ય જોઈને હું ચોંકી ગયો હતો : કપિલ સિબ્બલ

Tags :
Advertisement

.