Delhi : જાહેરાત બોર્ડ પર અચાનક ચાલ્યો અશ્લિલ Video, ફરિયાદ દાખલ...
- Delhi ના કનોટ પ્લેસ પર મોટી બેદરકારી
- જાહેરાત બોર્ડ પર ચાલ્યો અશ્લિલ વીડિયો
- પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
દિલ્હી (Delhi)ના મધ્યમાં આવેલા કનોટ પ્લેસ (Connaught Place)માં બેદરકારીનો મામલો સામે આવ્યો છે. અહીં અચાનક એક સરકારી એજન્સીના એડવર્ટાઈઝમેન્ટ બોર્ડ પર એક અશ્લીલ વીડિયો (Video) ક્લિપ ચલાવવામાં આવી. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ તેનો વીડિયો (Video) પણ બનાવ્યો અને પોલીસમાં તેની ફરિયાદ કરી. મામલો પ્રકાશમાં આવતાં જ ખળભળાટ મચી ગયો હતો. પોલીસે તરત જ આ બાબતની નોંધ લીધી અને IT એક્ટની કલમો હેઠળ કેસ નોંધ્યો. આવી બેદરકારીમાં કોણ સામેલ હોઈ શકે અને અશ્લીલ વીડિયો (Video) ક્લિપ જાહેરાતના બોર્ડ પર કેવી રીતે ગઈ તે જાણવા માટે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
કનોટ પ્લેસના H બ્લોકનો મામલો...
વાસ્તવમાં આ સમગ્ર મામલો કનોટ પ્લેસ (Connaught Place)ના H બ્લોકનો જણાવવામાં આવી રહ્યો છે. અહીં ડિજિટલ બોર્ડ લગાવવામાં આવ્યું છે. આ ડિજિટલ બોર્ડ જાહેરાતોના પ્રસારણ માટે લગાવવામાં આવ્યું છે. રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં અચાનક આ ડીજીટલ બોર્ડ પર અશ્લીલ વિડીયો ક્લીપ વાગવા લાગી હતી. આ દરમિયાન ત્યાં ઘણા લોકો પણ હાજર હતા, જેમણે તેનો વીડિયો (Video) બનાવ્યો. ત્યાં હાજર લોકોએ આ મામલાની પોલીસને ફરિયાદ કરી, જે બાદ પોલીસે કેસ નોંધ્યો. પોલીસે IT એક્ટની કલમો હેઠળ કેસ નોંધીને આ મામલે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Helicopter Crash : પુણેમાં મોટી દુર્ઘટના, મુંબઈથી હૈદરાબાદ જતું હેલિકોપ્ટર ક્રેશ, 4 લોકોની હાલત ગંભીર...
હેકિંગની શક્યતા...
તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. દિલ્હી (Delhi)ના રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર જાહેરાત બોર્ડ પર એક અશ્લીલ વિડિયો પણ બતાવવામાં આવ્યો હતો, જેમાં કેટલાક લોકો દ્વારા હેકિંગની વાત સામે આવી હતી. ઘટના સમયે, રાજીવ ચોક મેટ્રો સ્ટેશન મુસાફરોથી ભરેલું હતું, તે દરમિયાન જાહેરાત બોર્ડ પર એક અશ્લીલ વિડિયો ચલાવવામાં આવ્યો હતો. સાથે જ, હેકિંગ દ્વારા આવું કોઈ કૃત્ય કરવામાં આવ્યું છે કે કેમ તે માટે પોલીસ આ મામલે પણ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Assam: દુષ્કર્મ કરનારાને કબ્રસ્તાનમાં પણ સ્થાન ના આપવાનો ગ્રામજનોનો નિર્ણય...