Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi-Mumbai એક્સપ્રેસ વે પર ગંભીર અકસ્માત, ડિવાઈડર સાથે અથડાઈ ફંગોળાઈ કાર, બેના મોત...

દિલ્હી-મુંબઈ (Delhi-Mumbai) એક્સપ્રેસ વે પર હાઈ સ્પીડનો કહેર કોવા મળ્યો છે. જયપુરથી દિલ્હી તરફ આવી રહેલી લક્ઝરી કાર વધુ સ્પીડના કારણે કાબૂ બહાર જતા ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચમાંથી બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા...
delhi mumbai એક્સપ્રેસ વે પર ગંભીર અકસ્માત  ડિવાઈડર સાથે અથડાઈ ફંગોળાઈ કાર  બેના મોત

દિલ્હી-મુંબઈ (Delhi-Mumbai) એક્સપ્રેસ વે પર હાઈ સ્પીડનો કહેર કોવા મળ્યો છે. જયપુરથી દિલ્હી તરફ આવી રહેલી લક્ઝરી કાર વધુ સ્પીડના કારણે કાબૂ બહાર જતા ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચમાંથી બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement

જાણો મૃત્યુ પામનાર કોણ છે...

મળતી માહિતી અનુસાર, કાર સવારો દિલ્હી-મુંબઈ (Delhi-Mumbai) એક્સપ્રેસ વે પર જયપુરથી ગુરુગ્રામ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન, તે નુહ જિલ્લાના ફિરોઝપુર ઝિરકા પોલીસ સ્ટેશન વિસ્તારના સૌમીરબાસ ગામમાં પહોંચતા જ તેની કાર કાબૂ બહાર ગઈ અને ડિવાઈડર સાથે અથડાઈ. આ અકસ્માતમાં વાહનના કુરચા ઉડી ગયા હતા અને મુસાફરો રોહિત ગુપ્તા અને વિકાસનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, બંને મૃતદેહોને કબજે લેવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા અને પછી તેમને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. દરમિયાન અકસ્માતમાં ઘાયલ ત્રણ લોકોને વધુ સારી સારવાર માટે દિલ્હી હાયર સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા હતા.

Advertisement

અકસ્માતોનું હબ બન્યું દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે...

અકસ્માત રવિવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ થયો હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ નજીકના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને અંદર ફસાયેલા ઘાયલોને બહાર કાઢ્યા અને તે બાદ હોસ્પિટલમાં મોકલ્યા અને પોલીસને જાણ કરી હતી. ઘાયલોને હોસ્પિટલ પહોંચડવામાં NHAI ના કર્મચારીઓએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. દિલ્હી-મુંબઈ (Delhi-Mumbai) એક્સપ્રેસ વે આ દિવસોમાં અકસ્માતોનું કેન્દ્ર બની રહ્યો છે. ખાસ વાત છે કે, અકસ્માતોને રોકવા માટે તંત્ર પુરતું ગંભીર દેખાતું નથી.

આ પણ વાંચો : EXIT POLL Fake છે, તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ, જાણો AAP નેતાએ આવું શા માટે કહ્યું…

Advertisement

આ પણ વાંચો : EC Rajiv Kumar: ભારતીય ચૂંટણી પંચના મુખ્ય સચિવનો જોવા મળ્યો શાયરાના અંદાઝ

આ પણ વાંચો : જયરામ રમેશ સામે ECI નું આકરું વલણ, અમિત શાહ સામે કર્યા હતા ગંભીર આક્ષેપ…

Tags :
Advertisement

.