Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi Heat Wave : Delhi-NCR માં ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ, તાપમાન 52 ડિગ્રીને પાર...

આ સમયે દિલ્હી (Delhi)માં ખૂબ જ ગરમી (Heat Wave) છે. બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ગરમી (Heat Wave)ના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા. અહી મહત્તમ તાપમાન 52 ડિગ્રીને પાર કરી ગયું છે. IMD અનુસાર, દિલ્હી (Delhi)ના મુંગેશપુરમાં તાપમાન 52.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું...
delhi heat wave   delhi ncr માં ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ  તાપમાન 52 ડિગ્રીને પાર

આ સમયે દિલ્હી (Delhi)માં ખૂબ જ ગરમી (Heat Wave) છે. બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ગરમી (Heat Wave)ના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા. અહી મહત્તમ તાપમાન 52 ડિગ્રીને પાર કરી ગયું છે. IMD અનુસાર, દિલ્હી (Delhi)ના મુંગેશપુરમાં તાપમાન 52.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. બુધવારે પણ દિલ્હી (Delhi)-NCR ના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. ગત 28 મી મેના રોજ શહેરમાં 49.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે 100 વર્ષમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન હતું. મુંગેશપુર અને નરેલા જેવા કેટલાક વિસ્તારોમાં 49.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 9 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું. નજફગઢમાં પણ 49.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

Advertisement

દિલ્હી ભઠ્ઠીની જેમ સળગી રહ્યું છે...

અગાઉ, મે 2022 માં રાષ્ટ્રીય રાજધાનીમાં સૌથી વધુ તાપમાન 49.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 28 મે પહેલા, શહેરમાં 16 મે, 2022 ના રોજ સૌથી વધુ 49.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જોકે, IMD એ બુધવારે નેશનલ કેપિટલ રિજનના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાવ્યો હતો, જેનાથી થોડી રાહત થઈ હતી.

Advertisement

વીજળીની માંગ પણ મહત્તમ સ્તરે છે...

કાળઝાળ ગરમી (Heat Wave)થી પીડિત રાષ્ટ્રીય રાજધાનીમાં પણ વીજળીની માંગ વધી રહી છે. બુધવારે મહત્તમ માંગ 8,302 મેગાવોટના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી. વીજળી વિતરણ કંપનીઓના અધિકારીઓએ આ માહિતી આપી. દિલ્હી (Delhi)ના ઈતિહાસમાં પ્રથમ વખત વીજળીની મહત્તમ માંગ 8,300 મેગાવોટના આંકડાને પાર કરી ગઈ છે. વીજળી વિતરણ કંપનીઓએ આ વર્ષના ઉનાળામાં મહત્તમ માંગનો આંકડો 8,200 મેગાવોટ સુધી રહેવાનો અંદાજો છે.

સૌથી વધુ માંગ 8,302 મેગાવોટની હતી...

સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર (SLDC) દિલ્હી (Delhi) જે વીજળીના વપરાશની વિગતો રેકોર્ડ કરે છે, તે મુજબ શહેરમાં વીજળીની સૌથી વધુ માંગ બપોરે 3.36 વાગ્યે 8,302 મેગાવોટ હતી. અગાઉ 22 મેના રોજ વીજળીની મહત્તમ માંગ 8,000 મેગાવોટના આંકડાને સ્પર્શી ગઈ હતી. રાજધાની દિલ્હી (Delhi) છેલ્લા 10 દિવસથી કાળઝાળ ગરમી (Heat Wave)થી ત્રસ્ત છે. આ કાળઝાળ ગરમી (Heat Wave)માં કુલર, એર કંડિશનર અને પંખા ચલાવવા માટે વીજળીની માંગ ઝડપથી વધી છે. દરમિયાન પાણીની કટોકટી પણ ઉભી થઈ છે.

Advertisement

પાણીનો બગાડ કરવા બદલ ચલણ ફટકારવામાં આવશે...

મંગળવારે દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું હતું કે હરિયાણા તરફથી પાણી છોડવામાં આવી રહ્યું નથી. આવી સ્થિતિમાં દિલ્હી (Delhi)ના ઘણા વિસ્તારોમાં પાણીનું સંકટ છે. તેમણે લોકોને પાણી બચાવવા માટે પણ અપીલ કરી હતી અને કહ્યું હતું કે મારી દરેકને અપીલ છે કે પાણીનો બગાડ ન કરો. દિલ્હી (Delhi)માં પાણીનો બગાડ કરવા બદલ 2000 રૂપિયાનું ચલણ જારી કરવામાં આવશે. જેના માટે ટીમો બનાવવામાં આવી છે.

આ પણ વાંચો : Madhy Pradesh : પરિવારના 8 સભ્યોની હત્યા કરી આરોપીએ કર્યું એવું કે પોલીસ પણ ચોંકી…

આ પણ વાંચો : બૃજભૂષણ શરણસિંહના પુત્રના કાફલાએ બાઇક સવારને ઉડાવ્યો, 2ના ઘટના સ્થળે મોત, 2 ગંભીર

આ પણ વાંચો : Bihar Heat Wave : શાળાના બાળકો થઇ રહ્યા છે બેભાન, કોઇને નાકમાંથી લોહી નીકળ્યું તો કોઇને થઇ રહી છે ઉલ્ટી

Tags :
Advertisement

.