Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રીને લઇને દિલ્હી HC નું BBC ને સમન્સ

ગુજરાતના રમખાણો પરની વિવાદાસ્પદ BBC ડોક્યુમેન્ટ્રીના સંદર્ભમાં ગુજરાત સ્થિત NGO દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દિલ્હી હાઈકોર્ટે BBC ને સમન્સ જારી કર્યા હતા. હાઈકોર્ટમાં દાખલ કેસમાં કહેવામાં આવ્યું હતું કે, આ ડોક્યુમેન્ટ્રીથી માત્ર વડાપ્રધાન જ નહીં પરંતુ ન્યાયતંત્ર અને...
વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રીને લઇને દિલ્હી hc નું bbc ને સમન્સ

ગુજરાતના રમખાણો પરની વિવાદાસ્પદ BBC ડોક્યુમેન્ટ્રીના સંદર્ભમાં ગુજરાત સ્થિત NGO દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દિલ્હી હાઈકોર્ટે BBC ને સમન્સ જારી કર્યા હતા. હાઈકોર્ટમાં દાખલ કેસમાં કહેવામાં આવ્યું હતું કે, આ ડોક્યુમેન્ટ્રીથી માત્ર વડાપ્રધાન જ નહીં પરંતુ ન્યાયતંત્ર અને સમગ્ર દેશની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. સંસ્થા તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે, ડોક્યુમેન્ટ્રીએ ભારત અને ન્યાયતંત્ર સહિત સમગ્ર વ્યવસ્થાને બદનામ કરી છે.

Advertisement

BBC ડોક્યુમેન્ટ્રી સામે દિલ્હી હાઈકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ 

2002ના ગુજરાત રમખાણો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને BBC ની ડોક્યુમેન્ટ્રી સામે દિલ્હી હાઈકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાતની એક બિન-સરકારી સંસ્થા (NGO)એ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ ડોક્યુમેન્ટ્રીને ભારત, તેની ન્યાયતંત્ર અને વડાપ્રધાન મોદીની પ્રતિષ્ઠા પર કલંક તરીકે વર્ણવવામાં આવી છે. જસ્ટિસ સચિન દત્તાની બેન્ચે સોમવારે BBC અને અન્ય પક્ષકારોને નોટિસ પાઠવીને સમન્સ પાઠવ્યા હતા. હવે વધુ સુનાવણી સપ્ટેમ્બરમાં હાથ ધરવામાં આવશે.

Advertisement

ભારતમાં મુકવામાં આવ્યો છે પ્રતિબંધ

Advertisement

'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' નામની આ ડોક્યુમેન્ટ્રીમાં ગુજરાત રમખાણોને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. યુકે ફોરેન ઓફિસના અપ્રકાશિત અહેવાલોને ટાંકીને રમખાણો દરમિયાન મોદીની કાર્યવાહી પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. ભારતે આની આકરી પ્રતિક્રિયા આપી હતી અને તેને પ્રચાર ગણાવ્યો હતો. દેશમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 2002ના રમખાણો દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટમાંથી ક્લીનચીટ મળી છે.

ડોક્યુમેન્ટ્રીએ ભારતના લોકોનું અપમાન કર્યું

NGO જસ્ટિસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ડોક્યુમેન્ટ્રીએ ભારતના લોકોનું અપમાન કર્યું છે. જસ્ટિસ સચિન દત્તાએ આ અંગે BBC પાસેથી જવાબ માંગ્યો છે. વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યું હતું કે સમગ્ર સિસ્ટમ, ન્યાયતંત્ર સહિત બંધારણીય તંત્રનું અપમાન થયું છે. સમન્સ જારી કરતાં કોર્ટે મૌખિક રીતે કહ્યું, 'એવી દલીલ કરવામાં આવી છે કે આ ડોક્યુમેન્ટ્રી ન્યાયતંત્ર અને ભારતના વડાપ્રધાનની પ્રતિષ્ઠાને બદનામ કરે છે. તમામ સ્વીકાર્ય માધ્યમો દ્વારા ઉત્તરદાતાઓને નોટિસો જારી કરો.

આ પણ વાંચો - રૂ.2000 ની નોટ બદલવાને લઇને RBI ગવર્નરે જાણો શું કહ્યું?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.