Delhi માં આ વખતે 10 વર્ષમાં સૌથી વધુ અકસ્માતો, ફાયર બ્રિગેડને 12 કલાકમાં 318 કોલ મળ્યા
- Delhi માં દિવાળીને લઈને ફાયર વિભાગ એલર્ટ પર
- Delhi માં અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી
- 10 વર્ષમાં આ વખતે સૌથી વધુ અક્સ્માંતાનો કેસ નોંધાયા
દેશની રાજધાની દિલ્હી (Delhi)માં દિવાળીને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ પહેલેથી જ એલર્ટ પર હતું. અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડને કોલ આવતા રહ્યા અને ટીમ આખી રાત દોડતી રહી. છેલ્લા 10 વર્ષમાં આ વખતે અકસ્માતના સૌથી વધુ કોલ આવ્યા છે. માત્ર 12 કલાકમાં ફાયર બ્રિગેડને 300થી વધુ કોલ આવ્યા હતા.
31 ઓક્ટોબરે દિવાળીની રાત્રે 5 વાગ્યાથી 1 નવેમ્બરના રોજ સવારે 5 વાગ્યા સુધીમાં 318 જગ્યાએ આગના બનાવો નોંધાયા હતા. આગમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા અને 12 લોકો ઘાયલ થયા. પોલીસે મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આગના નાના બનાવોમાં બહુ નુકસાન થયું ન હતું.
આ પણ વાંચો : દિલ્હીમાં Double Murder, કાકા-ભત્રીજાની ગોળી મારી હત્યા
આગચંપીની ઘટનામાં ત્રણના મોત થયા હતા...
એક ઘટના સાગરપુરમાં બની, જ્યાં બે લોકોના મોત થયા, જ્યારે બીજી ઘટના દરિયાગંજમાં બની, જ્યાં એકનું મોત થયું. આ અંગે દિલ્હી (Delhi) ફાયર વિભાગના ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું કે રાજધાનીમાં 3200 ફાયર બ્રિગેડના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી (Delhi)માં ફટાકડા પર પ્રતિબંધ હતો. આવી સ્થિતિમાં, એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી કે આગની ઘણી ઘટનાઓ નહીં બને.
આ પણ વાંચો : Jharkhand : લો બોલો..આ નેતાની ઉંમર 5 વર્ષમાં 7 વર્ષ વધી...