Delhi : 15 કલાક પછી પણ ચાંદની ચોકની આગ ન ઓલવાઈ, કરોડોનો સામાન બળીને ખાખ Video
દિલ્હી (Delhi )ની ચાંદની ચોકમાં આગ બીજા દિવસે સવાર સુધી ઓલવાઈ શકી ન હતી. ગુરુવારે સાંજે 5 વાગ્યાની આસપાસ ફાયર વિભાગને ફોન આવ્યો હતો, જેમાં ચાંદની ચોકમાં આગ લાગી હોવાનું જણાવ્યું હતું. તે જ સમયે, શુક્રવારે સવારે 8 વાગ્યા સુધી ઈમારતોમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. આવી સ્થિતિમાં ફાયરના જવાનોએ પાણીનો છંટકાવ કરીને સમગ્ર કાટમાળને ઠંડો કર્યો હતો. આગજનીની ઘટનામાં 50 થી વધુ દુકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર કરોડોનું નુકસાન થયું છે.
VIDEO | Delhi: Efforts to douse the fire, which broke out in #ChandniChowk area yesterday, continue. Several shops were destroyed gutting goods and property worth crores of rupees, officials said.
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/OJZ59gAezf
— Press Trust of India (@PTI_News) June 14, 2024
26 થી વધુ ફાયર ટેન્કરો ઘટના સ્થળે...
સદનસીબે આ ઘટનામાં કોઈનું મૃત્યુ થયું નથી. DFS ના વડા અતુલ ગર્ગે જણાવ્યું હતું કે, "ચાંદની ચોક વિસ્તારમાંથી સાંજે 5 વાગ્યે આગની જાણ થઈ હતી. આગ મારવાડી કટરા, ન્યૂ રોડમાં લાગી હતી. શરૂઆતમાં 14 ફાયર ટેન્કરો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે આગ અન્ય દુકાનોમાં ફેલાઈ ગઈ હતી. 26 વધુ વાહનો મોકલવામાં આવ્યા હતા." તેમણે જણાવ્યું હતું કે સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરવા માટે તેમણે વ્યક્તિગત રીતે સ્થળની મુલાકાત લીધી હતી. જ્યાં આગ લાગી હતી તે મુખ્ય બિલ્ડીંગ ધરાશાયી થઈ ગઈ છે. આ વિસ્તારની સાંકડી શેરીઓ અગ્નિશામકો માટે એક વધારાનો પડકાર બની ગઈ હતી, કારણ કે તેઓએ મુખ્ય સ્થળથી 200 થી 300 મીટર દૂર તેમના વાહનો પાર્ક કરવાના હતા. આગને કાબુમાં લેવા માટે હાઇડ્રોલિક મશીનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આતિશી સિંહનું નિવેદન...
દિલ્હી (Delhi )ના નાણામંત્રી આતિશીએ કહ્યું, “ચાંદની ચોક વિસ્તારમાં આગની આ ઘટના અંગે હું જિલ્લા વહીવટીતંત્રના સતત સંપર્કમાં છું. ભગવાનની કૃપા છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગ ટૂંક સમયમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેશે. ઉનાળાની આ કાળઝાળ ઋતુમાં હું તમને બધાને વિનંતી કરું છું કે તમારી આસપાસ શોર્ટ-સર્કિટની કોઈ શક્યતા ન થવા દો, સાવચેતી રાખો અને સુરક્ષિત રહો.” BJP ના પ્રવક્તાએ જણાવ્યું કે મારવાડી કટરા માર્કેટથી આગ શરૂ થઈ અને અનિલ માર્કેટમાં ફેલાઈ ગઈ. એક અધિકારીએ જણાવ્યું કે બજારના પાછળના ભાગમાં આવેલી એક ઈમારત આગ અને પાણીના દબાણને કારણે ધરાશાયી થઈ ગઈ.
આ પણ વાંચો : PM મોદી G7 સમિટમાં ભાગ લેવા ઇટાલી પહોંચ્યા, એરપોર્ટ પર જોરદાર સ્વાગત કરાયું…
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ નહીં બચી શકે, 50 લોકોની કરવામાં આવી અટકાયત
આ પણ વાંચો : Chhattisgarh Express Viral Video: ભારતીય રેલવેમાં મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર, જુઓ વીડિયો