Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Land for job કેસમાં લાલુ-તેજશ્વી અને તેજ પ્રતાપને મોટી રાહત, રાઉઝ એવન્યુ કોર્ટે મંજૂર કર્યા જામીન

Land for job કૌભાંડ કેસનો મામલો, કોર્ટે મંજૂર કર્યા જામીન લાલુ, તેજસ્વી સહિત તમામ નવ આરોપીઓને જમીન મળ્યા કોર્ટે આરોપીઓને 1 લાખ રૂપિયાનાબોન્ડ પર આપ્યા જામીન દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે લેન્ડ ફોર જોબ (Land for job) કેસમાં તમામ નવ...
land for job કેસમાં લાલુ તેજશ્વી અને તેજ પ્રતાપને મોટી રાહત  રાઉઝ એવન્યુ કોર્ટે મંજૂર કર્યા જામીન
  1. Land for job કૌભાંડ કેસનો મામલો, કોર્ટે મંજૂર કર્યા જામીન
  2. લાલુ, તેજસ્વી સહિત તમામ નવ આરોપીઓને જમીન મળ્યા
  3. કોર્ટે આરોપીઓને 1 લાખ રૂપિયાનાબોન્ડ પર આપ્યા જામીન

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે લેન્ડ ફોર જોબ (Land for job) કેસમાં તમામ નવ આરોપીઓને 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે. દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ, તેજસ્વી, તેજ પ્રતાપ યાદવ અને અન્ય આરોપીઓને જામીન આપતાં કહ્યું હતું કે તેમની ધરપકડ કર્યા વિના જ ચાર્જશીટ કરવામાં આવી હતી. કોર્ટે દરેક આરોપીને 1 લાખ રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપ્યા છે. કોર્ટે તમામ આરોપીઓને તેમના પાસપોર્ટ સરેન્ડર કરવા કહ્યું છે. પાસપોર્ટ સરેન્ડર કર્યા બાદ લાલુ યાદવ, તેજસ્વી અને તેજ પ્રતાપ બેલ બોન્ડ ભરવા આવ્યા છે.

Advertisement

સુનાવણી દરમિયાન જજ વિશાલ ગોગણેની કોર્ટે ટૂંક સમયમાં જ આરોપીને જામીન આપવાનો નિર્ણય કર્યો. આ મામલામાં સુનાવણી માટે લાલુ, તેજસ્વી, તેજ પ્રતાપની સાથે મીસા ભારતી પણ કોર્ટ પહોંચી હતી, પરંતુ ED પહેલા જ મીસા ભારતીને સમન્સ જારી કરી ચૂકી છે અને તેને જામીન મળી ગયા છે.

Advertisement

આ પણ વાંચો : MP : 1800 કરોડની કિંમતના ડ્રગ્સ મામલે નવો વળાંક, ડેપ્યુટી CM સાથે આરોપીની તસવીર વાયરલ

ED એ તેજ પ્રતાપને આરોપી બનાવ્યા ન હતા...

પૂર્વ રેલ મંત્રી લાલુ યાદવ, બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ પર લોકોને સરકારી નોકરી આપવાના બદલામાં જમીન લેવાનો આરોપ છે. ED ની ચાર્જશીટની નોંધ લેતા કોર્ટે લાલુ યાદવ અને અન્ય નવ લોકોને કોર્ટમાં હાજર થવા માટે સમન્સ જારી કર્યા હતા. જો કે ED એ ચાર્જશીટમાં તેજ પ્રતાપ યાદવને આરોપી બનાવ્યા નથી, પરંતુ કોર્ટે તેજ પ્રતાપ યાદવને સમન્સ જારી કરીને કહ્યું છે કે તેજ પ્રતાપ યાદવ પણ લાલુ યાદવ પરિવારના સભ્ય છે અને મની લોન્ડરિંગમાં તેમની ભૂમિકાને નકારી શકાય નહીં.

Advertisement

આ પણ વાંચો : વારંવાર AAP પાર્ટી જ કેમ ED ના રડારમાં, જાણો મનીષ સિસોદિયાએ શું કહ્યું...

ઓફિસનો દુરુપયોગ કરવાનો આરોપ...

સંજ્ઞાન લેતી વખતે કોર્ટે કહ્યું હતું કે, મોટી સંખ્યામાં જમીન ટ્રાન્સફર થઈ છે. યાદવ પરિવારે પોતાના પદનો દુરુપયોગ કર્યો. કોર્ટે કહ્યું હતું કે જમીન યાદવ પરિવારના નામે ટ્રાન્સફર કરવામાં આવી હતી. લેન્ડ ફોર જોબ (Land for job) કેસમાં કોર્ટ તરફથી તેજ પ્રતાપ યાદવને પ્રથમ વખત સમન્સ જારી કરવામાં આવ્યું છે. 18 સપ્ટેમ્બરે રાઉઝ એવન્યુ કોર્ટે ED ની ચાર્જશીટ પર સમન્સ જારી કર્યું હતું. લાલુ યાદવ અગાઉ ઘાસચારા કૌભાંડમાં જેલમાં સમય વિતાવી ચૂક્યા છે.

આ પણ વાંચો : CM એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને ખુલ્લો પડકાર, કહ્યું- મારી સાથે લડવાની તાકાત રાખો...

Tags :
Advertisement

.