Independence Day: તિરંગો આતિશી ફરકાવે તેવી કેજરીવાલની માગ ફગાવાઇ
- દિલ્હી સરકારના સામાન્ય વહીવટ વિભાગે અરવિંદ કેજરીવાલની માગ ફગાવી
- કેજરીવાલે તેમના સ્થાને આતિષી ધ્વજ ફરકાવે તેવી માગ કરી હતી
- સીએમ કેજરીવાલ જેલમાંથી કોઈ લેખિત કે મૌખિક આદેશ આપી શકે નહીં
Independence Day : જેલમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 15મી ઓગષ્ટે સ્વતંત્રતા દિવસ (Independence Day) ના અવસરે તેમના સ્થાને AAP સરકારના મંત્રી આતિષીને ત્રિરંગો ધ્વજ ફરકાવવાની માંગ કરી હતી, જેને સામાન્ય વહીવટ વિભાગે ફગાવી દીધી છે.
દિલ્હીમાં કોણ તિરંગો ફરકાવશે તે વિશે ભારે સસ્પેન્સ
દિલ્હી લીકર પોલીસી કેસમાં છેલ્લા કેટલાક સમયથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં છે. હવે 15મી ઓગષ્ટ નજીક આવી રહી છે ત્યારે પરંપરાગતરીતે રાજ્યના મુખ્યમંત્રી તિરંગો ફરકાવતા હોય છે. હવે જ્યારે 15મી ઓગષ્ટ નજીક આવી રહી છે ત્યારે દિલ્હીમાં કોણ તિરંગો ફરકાવશે તે વિશે ભારે સસ્પેન્સ જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો----Haryana: ચૂંટણી આવી, રામ રહીમ 7મી વખત ફર્લો રજા પર જેલની બહાર...
ગોપાલ રાયે પોતાના પત્ર લખ્યો હતો
તમને જણાવી દઈએ કે ગોપાલ રાયે પોતાના પત્રમાં લખ્યું હતું કે તેઓ સીએમ કેજરીવાલને મળ્યા છે અને સીએમ ઈચ્છે છે કે તેઓ આ વખતે સ્વતંત્રતા દિવસના અવસર પર આતિશી તિરંગો ઝંડો ફરકાવે.
જવાબ મળ્યો કે સીએમ હજુ જેલમાં છે
પત્રના જવાબમાં દિલ્હી સરકારના સામાન્ય વહીવટ વિભાગે કહ્યું કે સીએમ કેજરીવાલ જેલમાંથી કોઈ લેખિત કે મૌખિક આદેશ આપી શકે નહીં. તેથી આ માન્ય રહેશે નહીં. 15 ઓગસ્ટના કાર્યક્રમ અંગે સીએમ ઓફિસને જાણ કરવામાં આવી, ત્યારે જવાબ મળ્યો કે સીએમ હજુ જેલમાં છે.
નિયમોમાં કોઇ ફેરફાર કરાશે નહી
વિભાગના આ જવાબથી સ્પષ્ટ થાય છે કે ગોપાલ રાયે ધ્વજ ફરકાવવા અંગે લખેલા પત્રનું કોઈ મહત્વ નથી. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના કાર્યક્રમો માટે નિયમો પહેલેથી જ છે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. છત્રશાલ સ્ટેડિયમમાં 15 ઓગસ્ટની તૈયારીઓ ચાલી રહી છે. હવે એલજી ઓફિસ નક્કી કરશે કે ધ્વજ કોણ લઈ જશે.
હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય જ નક્કી કરશે
સામાન્ય વહીવટ વિભાગે તેના જવાબમાં લખ્યું છે કે અમે દિલ્હીમાં કોણ ધ્વજ ફરકાવશે તે બાબત ઉચ્ચ અધિકારીઓના ધ્યાન પર લાવી છે. તેમના જવાબની રાહ જોઈ રહ્યા છીએ. એટલે કે હવે વિભાગે એલજી ઓફિસને આ અંગે પૂછ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એલજી ઓફિસ આ સંબંધમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી જે પણ સૂચન આવશે તેને જ સ્વીકારશે. મતલબ કે 15 ઓગસ્ટે દિલ્હીમાં કોણ ધ્વજ ફરકાવશે તે હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય જ નક્કી કરશે.
આ પણ વાંચો----High Court: યુપીનો ધર્માંતર વિરોધી કાયદો બિનસાંપ્રદાયિકતાની ભાવનાને...