દિલ્હી કેપિટલ્સના સામાનની થઈ ચોરી, 17 લાખના Bats થયા ગુમ
દિલ્હી કેપિટલ્સ IPL 2023માં પ્રથમ જીત માટે સંઘર્ષ કરી રહી છે. ડેવિડ વોર્નરના નેતૃત્વમાં દિલ્હી સતત 5 મેચ હારી ચૂક્યું છે. પ્રથમ જીતના ઈરાદા સાથે દિલ્હી ગુરુવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મેદાનમાં ઉતરશે, પરંતુ તે પહેલા આખી ટીમ હચમચી ગઈ હતી. ANIના સમાચાર મુજબ દિલ્હીની ટીમના ખેલાડીઓનો સામાન ચોરાઈ ગયો છે અને ખેલાડીઓ સાથે લાખોની છેતરપિંડી થઈ છે.
કેપ્ટન ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, ફિલ સોલ્ટ, યશ ધુલ સહિત ઘણા ખેલાડીઓનો સામાન ચોરાઈ ગયો. ચોરાયેલી ચીજવસ્તુઓમાં બેટ, થાઈ પેડ, મોજા, ચંપલ, મીની પેડ અને લાખોની કિંમતના સનગ્લાસનો સમાવેશ થાય છે. ટીમના લગભગ તમામ ખેલાડીઓના બેટ ખોવાઈ ગયા છે. યશ ધુલના સૌથી વધુ 5 બેટ ચોરાઈ ગયા.IPL 2023: Bats worth Rs 1 lakh, pads and other cricketing equipment of Delhi Capitals players stolen from luggage: Source
Read @ANI Story | https://t.co/IhmFEYlz8i
#IPL2023 #DelhiCapitals #Cricket pic.twitter.com/K5S7H7ocKB— ANI Digital (@ani_digital) April 19, 2023
લાખ રૂપિયાની કિંમતનું બેટ
એટલું જ નહીં દરેક ચોરાયેલા બેટની કિંમત લગભગ એક લાખ રૂપિયા છે. દિલ્હી કેપિટલ્સ આ મામલે પોલીસની મદદ લઈ રહી છે. દિલ્હીના ખેલાડીઓને ચોરીની જાણ ત્યારે થઈ જ્યારે એક દિવસ પછી સામાન તેમની પાસે પહોંચ્યો. અહેવાલો અનુસાર, ધૂલ અને માર્શના બેટ, જેની સાથે તેઓ રમતા હતા, તે ચોરાઈ ગયા છે.𝐍𝐨𝐰 𝐒𝐡𝐨𝐰𝐢𝐧𝐠: The Marvelous Mitchell Marsh 🤩#YehHaiNayiDilli #IPL2023 #DCOnThePitch pic.twitter.com/lMMrStDqnu
— Delhi Capitals (@DelhiCapitals) April 19, 2023
દિલ્હી છેલ્લા સ્થાને છે
દિલ્હીની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચો હારી ગઈ છે અને તમામ મેચો મોટા અંતરથી હારી ગઈ છે. 5 હાર સાથે દિલ્હી પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. તેને લીગમાંથી બહાર ફેંકાઈ જવાનો પણ ખતરો છે. ચોરાયેલા સામાનની યાદી બેટ - 17, લેઘ પેડ - 3, ગ્લોવ્સ - 7, મેન પેડ - 3, શૂઝ - 3, સનગ્લાસ - 2આ પણ વાંચો - ગરીબીમાં વીત્યા દિવસો, ઉધાર લઈને રમ્યો ક્રિકેટ, હવે બન્યા સેંકડો ખેલાડીઓના ‘મસીહા’
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ - રવિ પટેલ