Delhi High Court : બાબા રામદેવને મોટો ઝટકો, 'કોરોનિલને લગતા તમામ દાવા પાછા ખેંચો...'
યોગ ગુરૂ બાબા રામદેવને દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court) તરફથી ઝટકો લાગ્યો છે. વિવિધ ડોક્ટરોના સંગઠનોની અરજી પર પોતાનો ચુકાદો આપતા, દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) બાબા રામદેવને કોરોનાને કારણે થતા મૃત્યુ માટે એલોપેથીને જવાબદાર ઠેરવતા અને કોરોનિલને પ્રોત્સાહન આપવાના તેમના દાવા પાછા ખેંચવાનો નિર્દેશ આપ્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તરત જ દાવો પાછો ખેંચો...
કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે જો બાબા રામદેવ ત્રણ દિવસની અંદર પોતાનું નિવેદન પાછું નહીં ખેંચે તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેને તાત્કાલિક હટાવી લે. બાબા રામદેવ, તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ વિરુદ્ધ પણ યોગ ગુરુ રામદેવ સામે અનેક ડોક્ટરોના સંગઠનો દ્વારા કોરોનિલ કોરોના મહામારીનો ઈલાજ હોવાના દવા પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રોડક્ટના વહેંચાણ માટે કર્યો હતો પ્રચાર...
અરજીમાં ડોક્ટર સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે, રામદેવ દ્વારા પ્રોડક્ટના વેચાણને વધારવા માટે ખોટી માહિતી આપવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ વ્યૂહરચના,અ, કોરોનિલને કોરોના રોગચાળા માટે વૈકલ્પિક સારવાર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, 27 ઓક્ટોબર 2021 ના રોજ કોર્ટે આ કેસમાં બાબા રામદેવ અને અન્ય લોકોને સમન્સ જારી કર્યા હતા. જસ્ટિસ એજે ભંભાણીની બેન્ચે 21 મેના રોજ કેસની સુનાવણી કર્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
આ પણ વાંચો : Jammu and Kashmir Explosion : બારામૂલા જિલ્લાના સોપોરમાં ભયાનક વિસ્ફોટ, 4 લોકોના મોત...
આ પણ વાંચો : Rahul Gandhi : "21મી સદીમાં દેશ ચક્રવ્યૂહમાં ફસાઇ ગયો છે"
આ પણ વાંચો : Monsoon Session : દિલ્હી કોચિંગ સેન્ટર મુદ્દે બાંસુરી સ્વરાજ બન્યા આક્રમક, કરી આ માગ