Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi-NCR માં પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટેની ફટકાર, કહ્યું - 'સૂચનાઓનું પાલન નથી થઇ રહ્યું...'

પ્રદૂષણના ઉપાયો અંગેની બેઠકમાં સુપ્રીમ કોર્ટે મોટું નિવેદન Delhi-NCR માં પ્રદૂષણને નિયંત્રણમાં લેવાના પગલાં નથી લેવાયા આદેશોના અમલીકરણ અંગે પણ ચર્ચા કરી ન હતી - સુપ્રીમ કોર્ટ પ્રદૂષણના ઉપાયો અંગેની બેઠકમાં સુપ્રીમ કોર્ટે મોટું નિવેદન આપ્યું છે. કોર્ટે કહ્યું...
delhi ncr માં પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટેની ફટકાર  કહ્યું    સૂચનાઓનું પાલન નથી થઇ રહ્યું
  1. પ્રદૂષણના ઉપાયો અંગેની બેઠકમાં સુપ્રીમ કોર્ટે મોટું નિવેદન
  2. Delhi-NCR માં પ્રદૂષણને નિયંત્રણમાં લેવાના પગલાં નથી લેવાયા
  3. આદેશોના અમલીકરણ અંગે પણ ચર્ચા કરી ન હતી - સુપ્રીમ કોર્ટ

પ્રદૂષણના ઉપાયો અંગેની બેઠકમાં સુપ્રીમ કોર્ટે મોટું નિવેદન આપ્યું છે. કોર્ટે કહ્યું કે દિલ્હી (Delhi)-NCR માં પ્રદૂષણને નિયંત્રણમાં લેવાનાં પગલાં સૂચવવા અને અમલ કરવા માટે રચાયેલી સમિતિ, એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન, સૂચનાઓનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે કોઈ પ્રયાસો કર્યા નથી. સુપ્રીમ કોર્ટે દિલ્હી (Delhi)-NCR માં પરાળી સળગાવવાની ઘટનાઓ અને પ્રદૂષણની સમસ્યા પર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે સમસ્યાના ઉકેલ માટે કંઈ કરવામાં આવી રહ્યું નથી, માત્ર બેઠકો થઈ રહી છે.

Advertisement

આ કેસની આગામી સુનાવણી 16 ઓક્ટોબરે થશે. સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર, પંજાબ સરકાર અને હરિયાણા સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. આટલું જ નહીં, કોર્ટે કહ્યું કે પંજાબ કે હરિયાણામાંથી કોઈએ પણ સૂચનાઓને લાગુ કરવા માટે કોઈ પગલાં લીધાં નથી.

Advertisement

આ પણ વાંચો : Navratri 2024 : PM મોદી સહિત આ નેતાઓએ નવરાત્રિની શુભેચ્છા પાઠવી, સુખ અને શાંતિની કામના કરી

આદેશોના અમલીકરણ અંગે પણ ચર્ચા કરી ન હતી...

કોર્ટે CAQM ની કામગીરી પર પણ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે તેણે આદેશોના અમલીકરણ માટે કોઈ નક્કર પ્રયાસો કર્યા નથી. સુરક્ષા અને આદેશોના અમલીકરણ પરની પેટા સમિતિએ પણ જૂન 2021 ના આદેશોના અમલીકરણ અંગે ચર્ચા કરી ન હતી. કોર્ટે કહ્યું કે સપ્ટેમ્બરના છેલ્લા 15 દિવસમાં પંજાબમાં 129 પરાળીી સળગાવવાના કેસ નોંધાયા છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન હરિયાણામાં 81 કેસ નોંધાયા છે.

Advertisement

આ પણ વાંચો : West Bengal : ભાજપને આંચકો! પોલીસે અભિનેત્રી Roopa Ganhuly ની કરી ધરપકડ

પરાળી સળગાવવાના બનાવો વધ્યા...

કોર્ટે કહ્યું કે પંજાબ અને હરિયાણાના કેટલાક જિલ્લાઓમાં 2022 ની સરખામણીમાં પરાળી સળગાવવાની ઘટનાઓ વધી છે, જો કે રાજ્યોએ જે કંઈ કર્યું છે તે બધા જ પરાળી સળગાવનારાઓ પાસેથી નજીવો દંડ વસૂલવાનો છે. ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે CAQM ની ચોક્કસ સૂચનાઓને અવગણવામાં આવી રહી છે. મશીનો ઉપલબ્ધ હોવા છતાં તેનો ઉપયોગ થતો નથી. કમિશનમાં નિયુક્ત નિષ્ણાત સભ્યોની યોગ્યતા પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. સમિતિની બેઠકમાં 11 માંથી માત્ર 5 સભ્યો હાજર રહ્યા હતા. સમિતિએ જૂન 2021 ના આદેશોના અમલીકરણ અંગે ચર્ચા કરવા માટેની બેઠકમાં પણ ભાગ લીધો ન હતો.

આ પણ વાંચો : Supreme Court: સદગુરુ ઈશા ફાઉન્ડેશનને સુપ્રીમ કોર્ટએ આપી મોટી રાહત

Advertisement

.