Delhi AIIMS ના ડૉક્ટરે આત્મહત્યા કરી, ચિઠ્ઠીમાં લખ્યું- મારી ઈચ્છાનું સન્માન કરો...
- Delhi AIIMS ના ડોક્ટરે કરી આત્મહત્યા
- ડોક્ટર AIIMS માં ન્યુરો સર્જન હતો
- આત્મહત્યાનું કારણ હજુ અકબંધ
દિલ્હી AIIMS ના એક ડોક્ટર દ્વારા આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. ડોક્ટર દિલ્હી AIIMS ના ન્યુરો સર્જન વિભાગમાં કામ કરતા હતા. આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. દિલ્હી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ડૉક્ટરની ઓળખ 34 વર્ષીય ન્યુરો સર્જન રાજ ઘોનિયા તરીકે થઈ છે.
શું છે સમગ્ર મામલો?
AIIMS ના ન્યુરો સર્જન રાજ ઘોનિયાનો મૃતદેહ ગૌતમ નગરના એક ઘરમાંથી મળી આવ્યો છે. ડોક્ટરે દવાનો ઓવરડોઝ લીધો હતો. જેના કારણે તેણે જીવ ગુમાવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ડોક્ટરને તેની પત્ની સાથે કોઈ બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. રક્ષાબંધન પર પત્ની તેના માતા-પિતાના ઘરે ગઈ હતી.
આ પણ વાંચો : UP Accident : બુલંદશહેરમાં ભયાનક માર્ગ અકસ્માત, 10 લોકોના મોત, અનેક ઘાયલ
પત્ની ગુજરાત આવી હતી...
ડો. રાજની પત્ની સર ગંગારામ ખાતે એસઆર છે અને માઇક્રોબાયોલોજીકલ વિભાગમાં કામ કરે છે. ડૉક્ટરની પત્ની 16 જુલાઈના રોજ ગુજરાતના રાજપુર ગઈ હતી. તેણી તેના પતિને ફોન કરતી હતી પરંતુ કોલ ઉપાડવામાં ન આવતા તેણીએ બીજા માળે રહેતી ડો.આકાંક્ષાને ફોન કર્યો અને તેણીને જણાવ્યું કે તેનો પતિ ફોન ઉપાડતો નથી. આ પછી માહિતી મળી હતી કે ડૉ.રાજનું અવસાન થયું છે.
આ પણ વાંચો : Kolkata Doctor Murder Case : અત્યારે નહીં, તો ક્યારે? હરભજન સિંહે આક્રોશ સાથે મમતા બેનર્જીને લખ્યો પત્ર
ડૉ.રાજે સુસાઈડ નોટમાં શું લખ્યું?
ડૉ. રાજ 15 દિવસ પહેલા જ US માં ટ્રેનિંગ કરીને પરત ફર્યા હતા. તેણે એક સુસાઈડ નોટ પણ લખી છે. જેમાં તેણે લખ્યું છે કે આ મારી પોતાની ઈચ્છા છે. હું આ માટે કોઈને દોષ આપતો નથી. એમાં કોઈનો વાંક નથી. કૃપા કરીને કોઈને ખલેલ પહોંચાડશો નહીં. કૃપા કરીને મારી ઇચ્છાને માન આપો. ખુશ રહો.
આ પણ વાંચો : ઉત્તરાખંડ જતી બસમાં સગીર સાથે દુષ્કર્મ, ડ્રાઈવર-કંડક્ટર સહિત 6 લોકોની ધરપકડ