Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

DELHI : કચરાના પહાડમા લાગેલ વિકરાળ આગ હજી પણ યથાવત, હવે લોકો માટે શ્વાસ લેવું પણ બન્યું મુશ્કેલ

Ghazipur Landfill Site Fire : દિલ્હીના ( DELHI ) ગાઝીપુર ડમ્પિંગ સાઈટ પર રવિવાર સાંજથી લાગેલી આગ હજુ બુઝાઇ નથી. દિલ્હીના ( DELHI ) ડમ્પિંગ સાઇટમાં લાગેલી આગ હાલ સતત ચર્ચાનો વિષય બની છે. ભારે મહેનત અને પ્રયાસો બાદ પણ કચરાના...
09:11 AM Apr 22, 2024 IST | Harsh Bhatt

Ghazipur Landfill Site Fire : દિલ્હીના ( DELHI ) ગાઝીપુર ડમ્પિંગ સાઈટ પર રવિવાર સાંજથી લાગેલી આગ હજુ બુઝાઇ નથી. દિલ્હીના ( DELHI ) ડમ્પિંગ સાઇટમાં લાગેલી આગ હાલ સતત ચર્ચાનો વિષય બની છે. ભારે મહેનત અને પ્રયાસો બાદ પણ કચરાના આ પહાડમાં લાગેલી આગને બુઝાવવું શક્ય બન્યું નથી. આ આગના કારણે સમગ્ર વિસ્તાર ઝેરી ગેસ અને ધુમાડાથી ભરાઈ ગયો છે જેના કારણોસાર તે આસપાસના વિસ્તારના લોકો માટે સમસ્યા બની ગઈ છે. સમગ્ર વિસ્તાર ધુમાડા અને દુર્ગંધથી ભરાઈ ગયો છે અને લોકોને આ ઝેરી હવાના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.

શું છે આ વિકરાળ આગ લાગવા પાછળનું કારણ?

પ્રાપ્ત માહિતી અનુસાર ગાઝીપૂરના આ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં આગ ગરમ અને સૂકા હવામાનને કારણે લાગી હતી. ભીના ભંગારમાં ઉત્પન્ન થતી ગરમીને કારણે ગેસ ઉત્પન્ન થયો જે પહેલા ધુમાડામાં ફેરવાયો અને પવનના કારણે તણખા આગમાં ફેરવાઈ ગયા. આ આગના કારણે કોઈ જાનહાનિ હજી સુધી નોંધાઈ નથી, પરંતુ આ આગના કારણે હવા ખૂબ જ ઝેરી બની છે.

ડમ્પિંગ ગ્રાઉન્ડ વિસ્તારને કરાયો સીલ

મળતી માહિતી અનુસાર, આ આગ બુઝાવવામાં સમય લાગી શકે છે, તેથી ડમ્પિંગ ગ્રાઉન્ડ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. લોકોને કોર્ડન કરીને આ વિસ્તારમાં આવતા અટકાવવામાં આવી રહ્યા છે, કારણ કે બહારથી આગ બુઝાઈ ગયેલી દેખાશે, પરંતુ અંદર દાટેલી તણખા ગમે ત્યારે મુશ્કેલી સર્જી શકે છે. ડમ્પિંગ ગ્રાઉન્ડને અડીને આવેલો રસ્તો પણ બ્લોક કરી દેવામાં આવ્યો છે.

આગના કારણે લોકોનું જીવન બન્યું મુશ્કેલ

આ ડમ્પિંગ સાઈટ વિસ્તારમાં વસવાટ કરી રહેલા સ્થાનિકોએ પોતાની સમસ્યાઓ વિષે જણાવ્યું હતું કે, આગ લાગ્યા બાદ જે ધુમાડો નીકળે છે તે ખૂબ જ દુર્ગંધયુક્ત હોય છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. ઘણા લોકો આંખમાં બળતરાની સમસ્યાથી પીડાય છે.હવે આ લોકો માટે ઘરની બહાર ઉભા રહેવું મુશ્કેલ બન્યું છે. આ વિસ્તાર ખાલી કરવા માટે અમે સરકાર અને પ્રશાસનને અનેક વખત અપીલ કરી છે, પરંતુ આજદિન સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.

પહેલા બની ચૂક્યા છે આવા બનાવ

2019માં ઓખલા લેન્ડફિલ સાઇટ પર આગની 25 ઘટનાઓ બની હતી. 2020માં છ અને 2022માં બે ઘટનાઓ નોંધાઈ હતી. ભાલ્સવા લેન્ડફિલ સાઇટ વિશે વાત કરીએ તો, 2019માં કચરાના પહાડ પર આગ લાગવાના છ બનાવો નોંધાયા છે. 2020માં એક ઘટના પ્રકાશમાં આવી હતી. 2021માં તે વધીને 21 થઈ ગયો, જ્યારે 2022માં આવી આગની 14 ઘટનાઓ નોંધાઈ.

આ પણ વાંચો : Vadodra BJP Office Inauguration: મુખ્યમંત્રીએ વડોદરામાં ભાજપના ઉમેદવારના પક્ષમાં તારીફના ફૂલ બાંધ્યાં

Tags :
broke outDelhiDELHI GHAZIPURDUMP YARD FIREFIRE DELHIFIRE INCIDENTGhazipur Landfill Site Firemassive firemountain of garbage
Next Article