Defence Ministry Recruitment : રક્ષા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી ભરતીની જાહેરાત, આટલો મળશે પગાર
Defence Ministry Recruitment : જો તમે શારીરિક રીતે ફિટ છો અને 10 પાસ કરેલું છે તો આ સમાચાર તમારા માટે છે. તમે જો 10 પાસ પર સરકારી નોકરી શોધી રહ્યાં છો તમારે આ સમાચાર વાંચવા જોઈએ. તમારા માટે નોકરી મેળવાનો આ સારો અવસર છે. રક્ષા મંત્રાયલે ફાયરમેનની ખાલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી છે. જો તમે શારીરિક રીતે ફિટ છો તો આ ભરતી માટેની તૈયારી શરૂ કરી દેવી જોઈએ.
40 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત
તમે સત્તાવાર વેબસાઇટ દ્વારા અરજી કરી શકો છો. સંરક્ષણ મંત્રાલયની આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રક્ષા મંત્રાલય દ્વારા 2024 ની ભરતી માટે 40 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. ઉમેદવારો આ પોસ્ટ્સ માટે 23 મે અથવા તે પહેલાં અરજી કરી શકે છે. જો તમે પણ ડિફેન્સ મિનિસ્ટ્રીમાં આ નોકરી મેળવવા ઈચ્છો છો તો સૌથી પહેલા આપેલી આ બધી મહત્વની વાતોને ધ્યાનથી વાંચો.
આ પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી
- કન્નુર માટે પોસ્ટની સંખ્યા - 02
- કોચી માટે પોસ્ટની સંખ્યા - 38 પોસ્ટ
જાણો કોણ કરી શકે છે?
આ ભરતીમાં ફોર્મ ભરવા માટે તેમણે કોઈપણ માન્ય બોર્ડમાંથી મેટ્રિક અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. આ સાથે જો ઉમેદવાર શારીરિક રીતે ફિટ હોવું પણ ખુબ જ જરૂરી છે. આ ભરતી માટે તમારી આયુ મર્યાદાની વાત કરવામાં આવે તો રક્ષા મંત્રાલયની ભરતી માટે તમારે ફોર્મ ભરવું હોય તો તમારી ઉંમર 56 વર્ષથી વધું ના હોવી જોઈએ.તે ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 56 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જો પગારની વાત કરીએ તો જો તમારી પસંદગી થઈ જાય તો સારો એવો પગાર પણ મળી રહેશે. સંરક્ષણ મંત્રાલયની આ ભરતી માટે પસંદગી પામેલા ઉમેદવારોને સ્તર 02 હેઠળ પગાર તરીકે રૂ. 19900 થી રૂ. 63200 ચૂકવવામાં આવશે.
ભરતીની જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો
આ ભરતીમાં ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
દસ્તાવેજો પણ વેરિફાઈ કરાવવા પણ જરૂરી છે
રક્ષા મંત્રાલયની આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી શારીરિક ફિટનેસ ટેસ્ટ અને દસ્તાવેજોની ચકાસણીના આધારે કરવામાં આવશે. પરીક્ષાની તારીખ, સમય અને સ્થળ અને દસ્તાવેજોની ચકાસણી પછીથી શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોને જાણ કરવામાં આવશે. ઉમેદવારોએ રજિસ્ટર્ડ/સ્પીડ પોસ્ટ દ્વારા જરૂરી દસ્તાવેજો સાથે અધિકૃત વેબસાઇટ પરથી નિયત ફોર્મેટમાં યોગ્ય રીતે ભરેલું અરજી ફોર્મ ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, હેડક્વાર્ટર સધર્ન નેવલ કમાન્ડ નેવલને સબમિટ કરવું જોઈએ. બેઝ, કોચી. – 682004 પર મોકલવાનું રહેશે.