ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Deepotsav 2023 : પ્રભુ રામની નગરીનો અદભૂત નજારો, અયોધ્યામાં બન્યો નવો વર્લ્ડ રેકોર્ડ

શનિવારે સાંજે સૂર્યાસ્ત થતાંની સાથે રામ લાલાની નગરી અયોધ્યામાં એક અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. અયોધ્યા દીપોત્સવ 2023માં નવા દીવા પ્રગટાવવાનો નવો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. જણાવી દઇએ કે, સાતમા દીપોત્સવ પર મુખ્યમંત્રી યોગીની હાજરીમાં અયોધ્યાએ નવો રેકોર્ડ બનાવ્યો છે....
09:21 PM Nov 11, 2023 IST | Hardik Shah

શનિવારે સાંજે સૂર્યાસ્ત થતાંની સાથે રામ લાલાની નગરી અયોધ્યામાં એક અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. અયોધ્યા દીપોત્સવ 2023માં નવા દીવા પ્રગટાવવાનો નવો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. જણાવી દઇએ કે, સાતમા દીપોત્સવ પર મુખ્યમંત્રી યોગીની હાજરીમાં અયોધ્યાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની નગરી અયોધ્યાએ દીપોત્સવ 2023માં 22.23 લાખ દીવા પ્રગટાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ગયા વર્ષ 2022માં પ્રગટેલા 15.76 લાખ દીવાઓ કરતાં આ વખતે આ સંખ્યા લગભગ છ લાખ 47 હજાર વધુ છે. ડ્રોન દ્વારા કરવામાં આવેલ દીવાઓની ગણતરી બાદ દીપોત્સવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નવો રેકોર્ડ નોંધાવ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અયોધ્યા પ્રત્યેની પ્રતિબદ્ધતાએ ફરી એકવાર આ પ્રાચીન શહેરને વૈશ્વિક રેકોર્ડની યાદીમાં નોંધાવ્યું છે.

અયોધ્યામાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બન્યો

અયોધ્યામાં દીપોત્સવની પરંપરા 2017માં યોગી આદિત્યનાથ સરકારની રચના સાથે શરૂ થઈ હતી. 2017માં 51,000 દીવાથી શરૂ કરીને, 2019માં આ સંખ્યા વધીને 4.10 લાખ, 2020માં 6 લાખથી વધુ અને 2021માં 9 લાખથી વધુ થઈ, જેણે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. 2022 માં, રામ કી પૌડીના ઘાટ પર 17 લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા, પરંતુ ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સે ફક્ત તે જ દીવાઓને ધ્યાનમાં લીધા હતા જે પાંચ મિનિટ કે તેથી વધુ સમય સુધી પ્રગટ્યા હતા અને રેકોર્ડ 15.76 લાખ રહ્યો હતો. છેલ્લા દીપોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ હતા. આ વર્ષની ઘટના એટલા માટે ખાસ છે કારણ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, “જ્યારે દીપોત્સવ કાર્યક્રમ શરૂ થયો ત્યારે એવું લાગતું હતું કે દરેક વ્યક્તિની એક જ ઈચ્છા હતી અને તે હતી મંદિર (રામ મંદિર)નું નિર્માણ. “સાત વર્ષ પહેલાં, જ્યારે અમે અયોધ્યાનો દીપોત્સવ શરૂ કર્યો હતો, ત્યારે મૂંઝવણની સ્થિતિ હતી… પરંતુ આજે તે એક મોટો કાર્યક્રમ અને દેશ અને વિશ્વમાં એક અનોખી ઘટના બની ગઈ છે.

શું થયું?

હજારો સ્વયંસેવકો દીવાઓને શણગારવામાં રોકાયેલા હતા

રોશની પર્વની તૈયારીઓ ઘણા સમય અગાઉથી શરૂ થઈ જાય છે. જેમાં હજારો સ્વયંસેવકોનો સહકાર લેવામાં આવ્યો છે. તેઓના સહકારથી દીપોત્સવ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. સરયુ ઘાટ પર દીપોત્સવની તૈયારીઓ લગભગ એક સપ્તાહ અગાઉથી શરૂ થઈ જાય છે. રોશનીના તહેવાર માટે અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. માન્યતાઓ અનુસાર, જે દિવસે ભગવાન રામ 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યા, અયોધ્યાના લોકોએ તેમના સ્વાગત માટે દીવા પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરી. ત્યારથી દિવાળીની પરંપરા ચાલી આવે છે.

દિવ્ય ઝાંખીની શોભાયાત્રા નીકળી

સરયુ નદીના કિનારે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 22 લાખથી વધુ દીવા પ્રગટાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. સત્તાવાર નિવેદન અનુસાર, ત્યાં 22,23,000 દીવા પ્રગટાવવાનો વિશ્વ રેકોર્ડ બન્યો હતો, ત્યારબાદ ગિનીસ બુકની ટીમ દ્વારા UP ના CM યોગી આદિત્યનાથને આ માટેનું પ્રમાણપત્ર પણ સોંપવામાં આવ્યું હતું. દરમિયાન, રામ મંદિર સંકુલની અંદર પણ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા, જ્યારે પ્રતીકાત્મક ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણ તેમના 14 વર્ષના વનવાસ પછી પુષ્પક વિમાન દ્વારા અયોધ્યા પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન બ્રિજેશ પાઠક હતા. તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

સત્તાવાર નિવેદન અનુસાર, ભરત અને શત્રુઘ્ને ભગવાન રામ અને લક્ષ્મણનું આલિંગન સાથે સ્વાગત કર્યું હતું. હેલિપેડ પરથી ભગવાન રામ તેમના ત્રણ ભાઈઓ, માતા જાનકી, હનુમાન અને ગુરુ વશિષ્ઠ સાથે રથમાં સવાર થઈને રામકથા પાર્કના સ્થળ તરફ આગળ વધ્યા. ભગવાન રામ માતા સીતા અને તેમના ભાઈઓ સાથે જે રથ પર સવાર હતા તેને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદી બેન પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન બ્રજેશ પાઠક ખેંચી રહ્યા હતા.

આ પણ વાંચો - Telangana : એવું શું થયું કે PM સાથે વાત કરતા રડી પડ્યા MRPS ચીફ, જુઓ Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AyodhyaAyodhya Deepotsav 2023Ayodhya DipotsavAyodhya Dipotsav 2023Ayodhya Diwali DipotsavAyodhya ki Choti Diwali 2023CM yogi adityanathDeepotsav 2023Shri Ram JanmabhoomiUttar Pradesh
Next Article