Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : જન્માષ્ટમી પર્વે તૈયાર કરાયો પંજરીની પ્રસાદીનો ડેકોરેટિવ થાળ

આવતીકાલે ભગવાન કૃષ્ણ જન્મ દિવસ છે.દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ઉત્સાહભેર રીતે થવાની છે.કૃષ્ણ જન્મોત્સવને લઈ બજારમાં ભગવાન શ્રી કૃષ્ણની મનગમતી" પંજરી" ની ડિમાન્ડમાં પણ વધારો થયો છે.ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં મસાલાના વેપારી દ્વારા "ડેકોરેટિવ પંજરી" પ્રસાદીનો થાળ બનાવવામાં આવ્યો છે.જે...
surat   જન્માષ્ટમી પર્વે તૈયાર કરાયો પંજરીની પ્રસાદીનો ડેકોરેટિવ થાળ
આવતીકાલે ભગવાન કૃષ્ણ જન્મ દિવસ છે.દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ઉત્સાહભેર રીતે થવાની છે.કૃષ્ણ જન્મોત્સવને લઈ બજારમાં ભગવાન શ્રી કૃષ્ણની મનગમતી" પંજરી" ની ડિમાન્ડમાં પણ વધારો થયો છે.ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં મસાલાના વેપારી દ્વારા "ડેકોરેટિવ પંજરી" પ્રસાદીનો થાળ બનાવવામાં આવ્યો છે.જે થાળ મંદિરોની ડિમાન્ડ મુજબ બનાવવામાં આવ્યો છે.પંજરીની પ્રસાદીનો આ ડેકોરેટિવ થાળ ભક્તોમાં પણ આકર્ષણ જમાવી રહ્યો છે.કારણ કે આ થાળ ત્રણ અલગ અલગ થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે. ભક્તો દ્વારા આ થાળ આવતીકાલે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણને ચઢાવવામાં આવશે.
ડેકોરેટિવ પંજરીનો થાળ તૈયાર કરવામાં આવ્યો
દર વર્ષે કૃષ્ણ જન્મોત્સવ અગાઉ બજારમાં "પંજરી"ની ડિમાન્ડ વધુ રહે છે."પંજરી"એ ભગવાન શ્રી કૃષ્ણને મનગમતી પ્રસાદી છે. ભાવિક ભક્તો દ્વારા કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણને પ્રસાદ રૂપે પંજરી નો ભોગ ચઢાવવામાં આવે છે. જે બાદ ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે. આવતીકાલે જ્યારે કૃષ્ણ જન્મોત્સવ છે ત્યારે દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થવાની છે. જેને લઇ સુરતના બજારોમાં પંજરીની ડિમાન્ડમાં વધારો થયો છે. સુરતના અડાજણ વિસ્તારના મસાલાના વેપારી ભરતભાઇ ગાંધીના જણાવ્યાનુસાર ગ્રાહકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખી ડેકોરેટિવ પંજરીનો થાળ તૈયાર કરવામાં આવ્યો છે.જેમાં ત્રણ અલગ અલગ થીમ પર પંજરીનો ડેકોરેટિવ થાળ તૈયાર કરવામાં આવ્યો છે.જેમાં ચંદ્રયાન-3,મોરપીંછ અને વાંસળી તેમજ બાર જ્યોતિલિંગ ની થીમ ઓર પંજરીના પ્રસાદીનો થાળ બનાવવામાં આવ્યો છે.જેની કિંમત અંદાજીત 2000 હજારથી લઈ 2500 સુધીની છે.
પંજરીના ભાવમાં કોઈ ભાવ વધારો નથી
આ વખતે પંજરીના ભાવમાં કોઈ ભાવ વધારો નથી.જેથી બજારમાં પ્રતિકિલોના ભાવ 400 રૂપિયા છે.આ થાળ ની અન્ય ખાસિયત પણ છે.આ થાળમાં ધાણા, સુંઠ,વરિયાળી, અજમો,ખાંડ,કાજુ,બદામ, દ્રાક્ષ,ચારોળી,ચેરી,કોપરું સહિત પિસ્તાનો સમાવેશ છે.
સુરતના વેપારી દ્વારા ત્રણ અલગ અલગ થીમ પર ડેકોરેટિવ પંજારીના પ્રસાદીનો થાળ તૈયાર કરાયો
મહત્વનું છે કે સુરતમાં કૃષ્ણ જન્મોત્સવની મંદિરોમાં ભક્તો દ્વારા ધામધૂમપૂર્વકની ઉજવણી કરવામાં આવે છે.જ્યાં ચાલુ વર્ષે એટલે આવતીકાલે શહેરભરના મંદિરોમાં પણ કૃષ્ણ જન્મોસત્વની ઉજવણી ની સાથે ભગવાનને અનોખી "પંજરીના પ્રસાદીનો થાળ ભાવિક ભક્તો દ્વારા ચઢાવવામાં આવશે.જેને લઈ સુરતના વેપારી દ્વારા ત્રણ અલગ અલગ થીમ પર ડેકોરેટિવ પંજારીના પ્રસાદીનો થાળ તૈયાર કરાયો છે.
Advertisement
Tags :
Advertisement

.