Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય મોકૂફ

TRB જવાનોને લઈ મહત્વના સમાચાર જવાનોને છૂટા કરવાનો નિર્ણય મોકૂફ નિયમ ભંગ કરનાર જવાનોને પરત નહી લેવાય:સૂત્ર શિસ્ત ભંગના કેસોમાં પણ પરત નહી લેવાય રાજ્યના ટીઆરબી જવાનોને છૂટા કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા મોકૂફ રખાયો છે. આ બાબતે પ્રદેશ ભાજપ...
gandhinagar   trb જવાનોને છૂટા કરવાનો નિર્ણય મોકૂફ

TRB જવાનોને લઈ મહત્વના સમાચાર
જવાનોને છૂટા કરવાનો નિર્ણય મોકૂફ
નિયમ ભંગ કરનાર જવાનોને પરત નહી લેવાય:સૂત્ર
શિસ્ત ભંગના કેસોમાં પણ પરત નહી લેવાય

Advertisement

રાજ્યના ટીઆરબી જવાનોને છૂટા કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા મોકૂફ રખાયો છે. આ બાબતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પણ સવારે સંકેત આપ્યા હતા કે સાંજ સુધીમાં મળી શકે છે સારા સમાચાર અને તે મુજબ સુત્રોએ કહ્યું છે કે ટીઆરબી જવાનોને છૂટા કરવાનો નિર્ણય મોકૂફ રખાયો છે. જો કે સુત્રોએ કહ્યું કે નિયમ ભંગ કરનાર જવાનોને પરત નહી લેવાય તથા શિસ્ત ભંગના કેસોમાં પણ જવાનોને પરત નહી લેવાય

ટ્રાફિકના નિયમન માટે 9000થી વધુ ટીઆરબી જવાનો માનદ સેવા આપી રહ્યા છે

Advertisement

ઉલ્લેખનિય છે કે સમગ્ર ગુજરાતમાં ટ્રાફિકના નિયમન માટે 9000થી વધુ ટીઆરબી જવાનો માનદ સેવા આપી રહ્યા છે. જેમાં પાંચ કે તેથી વધુ વર્ષથી સેવા આપતા 6400 TRB જવાનોને છૂટા કરવાનો રાજ્યના ડીજીપી દ્વારા નિર્ણય લેવામાં આવતા TRB જવાનોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો હતો. અને તમામ જિલ્લાઓમાં ટીઆરબી જવાનો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપીને વિરોધ કરવામાં આવી રહ્યો છે.

6400 ટ્રાફિક બ્રિગેડ જવાનોને છૂટા કરવાનો નિર્ણય

Advertisement

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાંથી 6400 ટ્રાફિક બ્રિગેડ જવાનોને છૂટા કરવાનો નિર્ણય કરાયો છે. જેનો પરિપત્ર 18 નવેમ્બરે જાહેર થઈ ચૂક્યો છે. જે મુજબ 5 વર્ષ કરતા વધુ સમય ફરજ બજાવી હોય તેવા TRBને 30 નવેમ્બર સુધી ફરજ મુક્ત કરવા, 05 વર્ષ સુધી ફરજ બજાવી હોય તેને 31 ડિસેમ્બર સુધી મુક્ત કરવા અને જેને 03 વર્ષ પૂર્ણ થયેલા હોય તેને 31 માર્ચ 2024 સુધીમાં ફરજ મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

બુધવારે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી સામે દેખાવો

TRB જવાનોએ પોલીસવડાના નિર્ણય સામે બુધવારે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી સામે દેખાવો કર્યા હતા. જ્યાં તેમની સાથે યુવા નેતા યુવરાજસિંહ પણ સામેલ થયા હતા. TRB જવાનોએ કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું. તેમને જણાવ્યું હતું કે લઘુતમ વેતન 470 રૂપિયા હોવા છત્તા TRB જવાનને 300 રૂપિયાનું પ્રતિદિન વેતન જ મળતું હતું. મહિનાના 27 દિવસ લેખે તેમને 8400 રૂપિયા વેતન મળતું હતું. પરંતુ હવે ઘર ચલાવવાનો પ્રશ્ન છે. જો સરકાર TRB જવાનને ટ્રાફિક વિભાગમાં રાખવા ન માંગતી હોય તો અન્ય કોઈ વિભાગમાં સમાવેશ કરવામાં આવે. કારણ કે લોકો વર્ષોથી TRBમાં કામ કરે છે. ત્યારે હવે તેમને અન્ય જગ્યાએ કામ મળી શકશે નહીં. મોટાભાગના ટીઆરબી જવાનો ગ્રેજ્યુએટ થયેલા છે.

આ પણ વાંચો---TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય કેમ ?

Tags :
Advertisement

.