Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dwarka: ચારેબાજુ પૂરના પાણી..બિમાર બાળકી 8 કલાક તરફડતી રહી...

દ્વારકા જિલ્લામાં અવિરત વરસાદથી તારાજી હનુમાન ધારા વિસ્તારમાં સર્જાઈ કરુણાંતિકા પાણી ભરાઈ જતા બિમાર બાળકીને ન મળી સારવાર સારવારના અભાવે 15 વર્ષની દીકરીનો ગયો જીવ સરકારી મદદ ન મળી હોવાનો દીકરીના પિતાનો આક્ષેપ ન.પાને જાણ કરવા છતા કોઈ મદદ...
02:05 PM Aug 29, 2024 IST | Vipul Pandya
Dwarka

Dwarka: દેવભૂમિ દ્વારકા (Dwarka) ના જામરાવલના હનુમાન ધાર વિસ્તારમાં અનરાધાર વરસાદે બાળકીનો ભોગ લીધો છે. હનુમાન ધાર વિસ્તારમાં બિમાર બાળકીને પૂરના પાણી ભરાઇ ગયા હોવાના કારણે સમયસર સારવાર ના મળતાં બાળકીનું મોત થયું છે. બાળકીના પિતાએ આરોપ લગાવ્યો છે કે તેમણે મદદ માટે નગરપાલિકાને જાણ કરી હતી પણ સરકારી મદદ મળી શકી ન હતી અને તેથી તેમની પુત્રીને સમયસર સારવાર મળી શકી ન હતી. પરિવારજનોને બાળકીને પૂરના પાણીમાં JCB દ્વારા સારવાર માટે લઇ જવાનો પ્રયાસ કર્યો હતો પણ ચારેકોર પાણી હોવાથી તેઓ બાળકીને સારવાર માટે લઇ જઇ શક્યા ન હતા.

15 વર્ષની કિશોરી અચાનક બિમાર પડી

દ્વારિકા રાવલ હનુમાન ધાર વિસ્તારમાં આ કરુણાંતિકા સર્જાઈ છે. જામરાવલના હનુમાન ધાર વિસ્તારમાં વરસાદના પાણી ફરી વળતા ચારેકોર જળબંબાકારની સ્થિતી જોવા મળી હતી. આ વિસ્તારમાં રહેતી 15 વર્ષની મંગુબેન કેશુભાઈ મારું નામની દીકરી અચાનક બીમાર પડી હતી અને તેને તત્કાળ સારવારની જરુર પડી હતી.

આ પણ વાંચો---Ambalal Patel: "30 તારીખ પછી વરસાદનું જોર ઘટશે પણ....."

બાળકી સારવાર માટે 8 કલાક તરફડી

બાળકી બીમારગ્રસ્ત હાલતમાં સારવાર માટે 8 કલાક સુધી તડફડતી રહી હતી પણ તેને સારવાર ના મળતા આખરે તેનું મોત થયું હતું. સારવારના અભાવે 15 વર્ષીય બાળકી એ આખરે જીવ ગુમાવ્યો હતો જેથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

પિતાએ લગાવ્યો આરોપ

યુવતીના પિતાએ આરોપ લગાવ્યો કે તેમણે પોતાની દીકરી બિમાર હોવા અંગે નગરપાલિકાને જાણ કરી હતી પણ તેમને સરકારી મદદ પહોંચી જ ન હતી. જેથી પરિવારજનો બાળકીને કોઇપણ ભોગે સારવાર મળે તે માટે તેને જેસીબીમાં લઇ નીકળ્યા હતા.

પૂરના પાણી એટલા હતા કે જેસીબી પણ જઇ શક્યું ન હતું

જેસીબીમાં લઇ જવા છતાં પૂરના પાણી એટલા હતા કે જેસીબી પણ જઇ શક્યું ન હતું અને બાળકીને સમયસર સારવાર મળી શકી ન હતી. ડેમના પાણી ચારેબાજુ ફરી વળ્યા હોવાથી સર્વત્ર જળબંબાકાર હતું તેથી જેસીબી પણ પૂરના પાણીને ચીરીને જઇ શક્યું ન હતું.

રાવલ પંથકમાં દુઃખની લાગણી

સમગ્ર ઘટનાથી રાવલ પંથકમાં દુઃખની લાગણી ફરી વળી છે. આ વિસ્તારમાં વર્ષોથી લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે પણ સરકારી તંત્રના બહેરા કાને લોકોની મુશ્કેલીઓ સંભળાતી નથી. સારવારના અભાવે એક બાળકીનો ભોગ લેવાયો છે.

આ પણ વાંચો---VADODARA : મુખ્યમંત્રીએ પૂરની સ્થિતીનો માંગ્યો રિપોર્ટ, ગૃહમંત્રી આજે શહેરની મુલાકાતે

Tags :
Death of a teenage girlDevbhoomi DwarkafloodJamrawalTreatment
Next Article