Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો થશે વધારો, સરકારનો કર્મયોહી હિતકારી નિર્ણય

Gujarat: ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે સારો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે...
gujarat  મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો થશે વધારો  સરકારનો કર્મયોહી હિતકારી નિર્ણય

Gujarat: ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે સારો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ લાભ તારીખ 01 જાન્યુઆરી, 2024થી આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Advertisement

આ કર્મચારીઓને મળશે મોંઘવારી ભથ્થાનો લાભ

નોંધનીય છે કે, આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.71 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.73 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મોંઘવારી ભથ્થાની 6 માસની એટલે કે 01 જાન્યુઆરી, 2024 થી 30 જૂન 2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.

Advertisement

આ રીતે ચૂકવવામાં આવશે 4 ટકાના વધારાની રકમ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, જાન્યુઆરી - 2024 તથા ફેબ્રુઆરી - 2024 મહિનાની તફાવતની રકમ જુલાઈ - 2024ના પગાર સાથે, માર્ચ અને એપ્રિલ - 2024ની તફાવતની રકમ ઓગષ્ટ-2024 ના પગાર સાથે તેમજ મે અને જૂન-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર-2024ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવવામાં આવશે તેવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

1129.51 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરાશે

નોંધનીય છે કે, રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને 1129.51 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરવાની થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સરકારી કર્મચારીઓ માટે આ ખુબ જ સારા સમાચાર છે.

Advertisement

આ પણ વાંચો: Congress Bhawan પોલીસ છાવણીમાં ફેરવાયું, રાહુલ ગાંધી ગુજરાત આવે એવી વકી

આ પણ વાંચો: Gandhinagar : ભાટ ગામ નજીક એક ઘરમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઊઠી, એકનું મોત

આ પણ વાંચો: Rajkot Gamezone Fire : HC એ કહ્યું – કેટલાક અધિકારીઓના કારણે આખું રાજ્ય બદનામ..!

Tags :
Advertisement

.