DC vs KKR : ટૂર્નામેન્ટમાં કોલકતાની જીતની હેટ્રિક, દિલ્હી કેપિટલ્સની કારમી હાર
DC vs KKR : IPL 2024માં 16મી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ (Delhi Capitals and Kolkata Knight Riders) વચ્ચે વિશાખાપટ્ટનમ (Visakhapatnam) માં રમાઈ હતી. જેણે KKR ની ટીમે આસાનીથી જીતી લીધી હતી. આ મેચમાં કોલકતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને 106 રને હરાવી ટૂર્નામેન્ટમાં જીતની હેટ્રિક (hat-trick of wins) કરી છે.
KKR ની શાનદાર જીત
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ IPL 2024માં જીતની હેટ્રિક નોંધાવી છે. KKR એ IPL 2024 ની 16મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) ને 106 રનથી હરાવ્યું. જણાવી દઇએ કે, આ મેચમાં KKRના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ પ્રથમ બેટિંગ કરતા KKRએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યા હતા. એક તરફ કોલકાતા નાઈટ રાઈડર્સને અત્યાર સુધી એક પણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો નથી. બીજી તરફ દિલ્હી કેપિટલ્સની ટીમે તેમની ગત મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ જેવી મજબૂત ટીમને તેમના જ ઘરે હરાવી હતી અને પોતાની પ્રથમ જીત પણ નોંધાવી હતી. આવી સ્થિતિમાં, આ મેચ રસપ્રદ બને તેવી ફેન્સ આશા રાખીને બેઠા હતા. પણ તેનાથી વિપરીત જોવા મળ્યું હતું. જીહા, આ મેચમાં KKR ટીમે પહેલા ઐતિહાસિક સ્કોર બનાવ્યો હતો. આ પછી તેણે દિલ્હીને હરાવીને જીતની હેટ્રિક લગાવી હતી. આ રીતે KKR પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. જ્યારે ઋષભ પંતની કેપ્ટનશીપવાળી દિલ્હીની ટીમની 4 મેચમાં આ ત્રીજી હાર છે.
Match 16. Kolkata Knight Riders Won by 106 Run(s) https://t.co/SUY68b95dG #TATAIPL #IPL2024 #DCvKKR
— IndianPremierLeague (@IPL) April 3, 2024
સુનિલ નારાયણે માત્ર 39 બોલમાં 85 રનની ઇનિંગ રમી
આ મેચમાં KKRના બેટ્સમેનોએ દિલ્હીના બોલરોને ખરાબ રીતે ધોયા હતા. આ મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે એક ભૂલ કરી, જે તેને મોંઘી પડી હતી. KKR તરફથી સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ અને રિંકુ સિંહે શાનદાર ઇનિંગ્સ રમી હતી. આન્દ્રે રસેલે 41 રન, રિંકુ સિંહે 8 બોલમાં 26 રન બનાવ્યા હતા. ઓપનર સુનીલ નારાયણે KKR માટે ખૂબ જ ખતરનાક બેટિંગ કરી હતી. KKR માટે સુનીલ નારાયણે માત્ર 39 બોલમાં 85 રનની સૌથી વધુ ઈનિંગ રમી હતી. પોતાની ઈનિંગ દરમિયાન નારાયણે 7 ફોર અને 7 શાનદાર સિક્સર ફટકારી હતી. સુનીલે માત્ર 21 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. જોકે, નારાયણ તેની પ્રથમ IPL સદી ચૂકી ગયો હતો.
DC ના ત્રણ બેટ્સમેન શૂન્ય પર થયા આઉટ
273 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમ 17.2 ઓવરમાં 166 રનમાં સમેટાઈ ગઈ હતી.ટ્રિસ્ટન સ્ટબ્સે 54 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને ઋષભ પંતે 55 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ડેવિડ વોર્નરે 18 રન અને પૃથ્વી શોએ 10 રન બનાવ્યા હતા. સુમિત કુમારના બેટમાંથી 7 રન આવ્યા હતા. અક્ષર પટેલ, અભિષેક પોરેલ અને મિશેલ માર્શ શૂન્ય રને આઉટ થયા હતા. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા KKRએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યા હતા. IPL ના ઈતિહાસમાં આ બીજો સૌથી મોટો સ્કોર છે. KKR તરફથી સુનીલ નારાયણે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 39 બોલમાં 7 ચોગ્ગા અને છગ્ગાની મદદથી 85 રનની ઇનિંગ રમી હતી. નરાયણે ફિલિપ સોલ્ટ (18) સાથે પ્રથમ વિકેટ માટે 60 રન જોડીને KKRને ઝડપી શરૂઆત અપાવી હતી. તેણે અંગક્રિશ રઘુવંશી (27 બોલમાં 54, પાંચ ચોગ્ગા, ત્રણ છગ્ગા) સાથે બીજી વિકેટ માટે 104 રનની ભાગીદારી કરી હતી.
આ પણ વાંચો - KKR VS DC : KKR એ ટોસ જીતી કરી બેટિંગની પસંદગી, જાણો મેચમાં કોણ કેટલું મજબૂત
આ પણ વાંચો - RCB vs LSG : લખનૌના બોલર સામે બેંગલુરુના બેટ્સમેન Fail, KL ની ટીમે નોંધાવી શાનદાર જીત