ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

DC vs CSK : મેચ ભલે દિલ્હી જીતી, પણ દિલ તો Dhoni જીતી ગયો

MS Dhoni : IPL 2024 ની 13 મી મેચ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ (Delhi Capitals and Chennai Super Kings) વચ્ચે વિશાખાપટ્ટનમ (Visakhapatnam) ના સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમા રિષભ પંત (Rishabh Pant) ની ટીમે ટોસ (Toss) જીતીને પહેલા બેટિંગ...
03:57 PM Apr 01, 2024 IST | Hardik Shah
Dhoni Mind Blowing Batting

MS Dhoni : IPL 2024 ની 13 મી મેચ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ (Delhi Capitals and Chennai Super Kings) વચ્ચે વિશાખાપટ્ટનમ (Visakhapatnam) ના સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમા રિષભ પંત (Rishabh Pant) ની ટીમે ટોસ (Toss) જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જેણે ટીમને ફાયદો કરાવ્યો હતો. જીહા, ટીમે પહેલા બેટિંગ કરતા 192 રનનો ટાર્ગેટ (target of 192 runs) આપ્યો હતો, જે ચેન્નઈની ટીમ હાંસિલ ન કરી શકી અને દિલ્હી 20 રને મેચ જીત મેળવવામાં સફળ રહી હતી. જે પણ ક્રિકેટ ફેન્સે (Cricket Fans) આ મેચને લાઈવ જોઇ તે દિલ્હીની જીત કરતા ધોની (Dhoni) ની બેટિંગથી વધુ ખુશ જોવા મળ્યો હતો. જે મેચના અંતિમ ઓવર (Last Over) માં જોવા મળ્યું હતું.

દિલ્હીની જીત પણ માહી જીતી ગયો ફેન્સનું દિલ

ચેન્નઈ સુપર કિંગ્સના ફેન્સ પોતાની જ ફેરવિટ ક્રિકેટ ટીમની વિકેટ પડ્યા બાદ ખુશ થતા જોવા મળ્યા હતા. જેનું કારણ તેમનો ફેવરિટ ખેલાડી MS Dhoni ક્રિંઝ પર આવી રહ્યો હતો. જણાવી દઇએ કે, 17મી ઓવરમાં જ્યારે શિવમ દુબે આઉટ થયો ત્યારે ધોની બેટિંગ કરવા આવ્યો હતો. માહી આવતાની સાથે જ તેણે મુકેશ કુમારના બોલ પર લેગ સાઇડ પર ચોક્કો ફટકારીને પોતાનું ખાતું ખોલ્યું હતું. મુકેશની આ ઓવરમાં તેણે ત્રણ ચોક્કા ફટકાર્યા હતા. ધોની અહીં જ ન અટક્યો. તેણે આગામી ઓવરમાં ખલીલ અહેમદની બોલ પર સિક્સર પણ ફટકારી હતી. માહીએ છેલ્લી ઓવરમાં ફરી બે ચોક્કા અને બે છક્કા ફટકાર્યા હતા. આ રીતે તેણે માત્ર 16 બોલમાં 37 રનની અણનમ તોફાની ઇનિંગ રમી હતી. ધોનીએ પોતાની ઇનિંગ દરમિયાન ચાર ચોક્કા અને ત્રણ છક્કા ફટકાર્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 231.25 રહ્યો હતો.

Dhoni આ ખાસ ક્લબમાં થયો સામેલ

આ તોફાની ઇનિંગ્સના આધારે ધોનીએ T20 ક્રિકેટમાં એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. T20 ક્રિકેટમાં વિકેટ કીપર બેટ્સમેન તરીકે સૌથી વધુ રન બનાવવાના મામલે ધોનીએ હવે 7000 રન પૂરા કરી લીધા છે. હવે માત્ર ક્વિન્ટન ડી કોક અને જોસ બટલર તેની આગળ છે. ડી કોકના નામે 8578 રન છે અને બટલરના નામે 7721 રન છે. ધોનીના નામે હવે 7036 રન છે. પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનના ખાતામાં 6962 રન છે. કામરાન અકમલે 6454 રન બનાવ્યા છે.

સ્ટેડિયમમાં ધોની ધોનીના અવાજે બનાવ્યો એક ખાસ રેકોર્ડ

ધોની બેટિંગ દરમિયાન લગભગ 22 મિનિટ સુધી ક્રિઝ પર રહ્યો હતો. અને આ દરમિયાન દર્શકોનો સૌથી વધુ અવાજ આખી મેચ દરમિયાન મેદાન પર ગુંજતો રહ્યો. ઓફિશિયલ બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ અનુસાર, ધોની મેદાન પર આવતાની સાથે જ આખું સ્ટેડિયમ 'ધોની...ધોની' ના નારા લગાવવા લાગ્યું. અને મુકેશ કુમારના પ્રથમ બોલને ખેંચીને ચોક્કો ફટકારવાની સાથે જ ‘શોરમીટર’ એ નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ દરમિયાન દર્શકોનો અવાજ 128 ડેસિબલ સુધી પહોંચ્યો, જે પોતાનામાં એક રેકોર્ડ છે.

IPL 2024 માં CSK ની પ્રથમ હાર

ઉલ્લેખનીય છે કે, ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ને IPL 2024 માં દિલ્હી કેપિટલ્સ (DC) સામે 20 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સીઝનમાં ત્રણ મેચમાં CSKની આ પ્રથમ હાર છે. હાર બાદ પણ ચેન્નઈના ફેન્સ ઘણા ખુશ હતા કારણ કે તેમને પૂર્વ કેપ્ટન MS Dhoni નો જૂનો અવતાર જોવા મળ્યો હતો. ધોની (Dhoni) આ સીઝનમાં પહેલીવાર બેટિંગ કરવા આવ્યો હતો અને ક્રિઝ પર આવતાની સાથે જ તેણે ધૂમ મચાવી હતી. ચાહકો પણ માહીની બેટિંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ધોનીની વિસ્ફોટક ઈનિંગ્સ છતાં ચેન્નાઈની ટીમ જીત નોંધાવી શકી ન હતી, પરંતુ માહીએ ફેન્સનું દિલ ચોક્કસ જીતી લીધું હતું.

આ પણ વાંચો - આજ સુધી વિશ્વ ક્રિકેટમાં કોઈ કરી શક્યું નથી તે MS Dhoni એ કરી બતાવ્યું, રચ્યો ઈતિહાસ…

આ પણ વાંચો - GT vs SRH : મિલર-સુદર્શને ગુજરાતને આ સિઝનમાં બીજી જીત અપાવી, હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું…

Tags :
Cricket NewsCSK vs DCDC vs CSKDhoni won the heartIPL 2024IPL 2024 CSK Dhoni VideoIPL 2024 Dhoni VideoIPL 2024 MS DhoniIPL 2024 MS Dhoni VideoLatest IPL NewsMahendra Singh Dhoni FansMahendra Singh Dhoni NewsMahendra Singh Dhoni VideoMS DhoniMS Dhoni VideoMS Dhoni Vs Rishabh Pantrishabh pantVideo
Next Article