Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

David Warner હવે ટેસ્ટ જર્સીમાં નહીં મળે જોવા, અંતિમ મેચમાં કર્યો આ કરિશ્મા

David Warner એ ઓસ્ટ્રેલિયન ક્રિકેટની ટેસ્ટ ટીમમાંથી આજે નિવૃત્તિ (Retirement) લઇ લીધી છે. હવે આ ધાકડ ખેલાડી ઓસ્ટ્રેલિયન ટેસ્ટની જર્સીમાં ક્યારે પણ નહી જોવા મળે. આજે તેણે અંતિમ મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમી હતી. આ સીરીઝની ત્રણેય મેચ જીતીને ઓસ્ટ્રેલિયાએ સીરીઝ...
david warner હવે ટેસ્ટ જર્સીમાં નહીં મળે જોવા  અંતિમ મેચમાં કર્યો આ કરિશ્મા

David Warner એ ઓસ્ટ્રેલિયન ક્રિકેટની ટેસ્ટ ટીમમાંથી આજે નિવૃત્તિ (Retirement) લઇ લીધી છે. હવે આ ધાકડ ખેલાડી ઓસ્ટ્રેલિયન ટેસ્ટની જર્સીમાં ક્યારે પણ નહી જોવા મળે. આજે તેણે અંતિમ મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમી હતી. આ સીરીઝની ત્રણેય મેચ જીતીને ઓસ્ટ્રેલિયાએ સીરીઝ 3-0થી કબજે કરી લીધી છે. ત્રીજી અને છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. પોતાની અંતિમ મેચમાં જીત સાથે ડેવિડ વોર્નરે ટેસ્ટને અલવિદા કહી દીધું છે. ડેવિડ વોર્નરે તેની છેલ્લી ટેસ્ટ ઇનિંગમાં 57 રન બનાવ્યા હતા. પોતાની અંતિમ મેચમાં વોર્નર ભાવુક જોવા મળ્યો હતો.

Advertisement

ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ક્રિકેટ જર્સીમાં નહીં મળે જોવા

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની ત્રીજી ટેસ્ટ મેચ ડેવિડ વોર્નર (David Warner) ની અંતિમ ટેસ્ટ હતી. હવે તે ક્યારેય પોતાના દેશની ટેસ્ટ ક્રિકેટ જર્સીમાં જોવા નહીં મળે. ટેસ્ટ સિવાય તેણે વનડે ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે. તેણે ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 34 રન અને બીજી ઇનિંગમાં 57 રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નરની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. તેણે ઓસ્ટ્રેલિયા માટે 2011માં ડેબ્યૂ કર્યું હતું. આ પછી, તે તેની શાનદાર બેટિંગના આધારે ટીમની મહત્વપૂર્ણ કડી બની ગયો. તેણે એકલા હાથે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ઘણી મેચો જીતી હતી. તેણે ઓસ્ટ્રેલિયા માટે 112 ટેસ્ટ મેચોમાં 8695 રન બનાવ્યા જેમાં 26 સદી સામેલ છે. ટેસ્ટ ક્રિકેટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 335 રન છે.

Advertisement

લક્ષ્મણ અને ડી વિલિયર્સને છોડ્યા પાછળ

ડેવિડ વોર્નરે ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 34 રન અને બીજી ઇનિંગમાં 57 રન બનાવ્યા હતા. પોતાની અડધી સદી ફટકાર્યા બાદ તેણે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વીવીએસ લક્ષ્મણ (VVS Laxman) અને એબી ડી વિલિયર્સ (AB De Villiers) ને પાછળ છોડી દીધા છે. વોર્નરે ટેસ્ટ ક્રિકેટ (Test Cricket) માં અત્યાર સુધી 8786 રન બનાવ્યા છે. જ્યારે લક્ષ્મણે 8781 રન અને ડી વિલિયર્સે 8765 રન બનાવ્યા છે. સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેના નામે 15921 રન છે. રિકી પોન્ટિંગનું નામ 13378 રન સાથે બીજા સ્થાને છે.

Advertisement

SOG મેદાનમાં ખાસ વ્યવસ્થા કરાઈ

અંતિમ ટેસ્ટ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SOG) પર રમાઈ હતી. આ દરમિયાન મેદાનમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. વોર્નરનો આખો પરિવાર પણ તેની છેલ્લી ઇનિંગ જોવા માટે સ્ટેડિયમમાં હાજર હતો. મેચ બાદ ડેવિડ વોર્નરને જોવા માટે દર્શકોને પણ મેદાનમાં આવવા દેવામાં આવ્યા હતા. જે બાદ દર્શકો મેદાનની અંદર આવ્યા અને ડેવિડ વોર્નરને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ જર્સીમાં છેલ્લી વાર જોઇને ખુશ થયા. મેદાનથી ડ્રેસિંગ રૂમમાં જતી વખતે વોર્નરે પ્રશંસકને પોતાનું હેલ્મેટ અને ગ્લોવ્સ પણ આપ્યા હતા.

ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન

ઓસ્ટ્રેલિયા માટે ડેવિડ વોર્નરે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે અને પોતાના દમ પર ઘણી મેચો જીતી છે. જ્યારે તે લયમાં હોય છે, ત્યારે તે કોઈપણ બોલિંગ આક્રમણને નષ્ટ કરી શકે છે. તેણે ઓસ્ટ્રેલિયા માટે 112 ટેસ્ટ મેચમાં 8695 રન બનાવ્યા છે જેમાં 26 સદી સામેલ છે. આ સિવાય તેણે 161 ODI મેચમાં 6932 રન અને 99 T20 મેચમાં 3894 રન બનાવ્યા છે. ODI ક્રિકેટમાં તેના નામે 22 સદી છે.

પાકિસ્તાની કેપ્ટને આપી ભેટ

પાકિસ્તાન ટીમના ટેસ્ટ કેપ્ટન શાન મસૂદે (Shan Masood) તેની છેલ્લી ટેસ્ટ મેચમાં ડેવિડ વોર્નર (David Warner) ને ખેલાડીઓની સહી કરેલી જર્સી ભેટમાં આપી હતી. કાંગારૂ ટીમના કેપ્ટન પેટ કમિન્સે વોર્નરને લઈને મેચ પછીના પોતાના નિવેદનમાં કહ્યું કે વોર્નરને રિપ્લેસ કરવું સરળ નહીં હોય કારણ કે તે છેલ્લા ઘણા વર્ષોથી સતત દરેક મેચમાં રમી રહ્યો છે. તે ખૂબ જ શાનદાર ખેલાડી રહ્યો છે અને તેથી જ તેનું સ્થાન લેવું મુશ્કેલ બનશે. વોર્નરે ટેસ્ટ ક્રિકેટમાં 8786 રન બનાવ્યા છે અને તેમાં 26 સદી અને 37 અડધી સદી છે.

આ પણ વાંચો - ICC New Rules : ક્રિકેટના નિયમોમાં એકવાર ફરી ICC એ કર્યો ફેરફાર

આ પણ વાંચો - Mahendra Singh Dhoni ને લાગ્યો કરોડોનો ચુનો, મિત્રએ જ કરી છેતરપિંડી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.