ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dakor : રણછોડજી મંદિરમાં પ્રસાદની યોગ્ય તપાસની માગ, પૂજારીએ સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ

ડાકોર રણછોડજી મંદિરમાં પ્રસાદની તપાસ કરવામાં આવે તેવી કરી માંગ સોશિયલ મીડિયામાં સેવક પૂજારીએ પોતાના એકાઉન્ટમાં કરી પોસ્ટ બોક્સમાં લાડુ પ્રસાદીનો વિડીયો પણ કરવામાં આવ્યો અપલોડ સેવક પૂજારીની આ પોસ્ટને લઈ ચર્ચાઓએ જોર પકડ્યું   Dakor Temple: હાલમાં સમગ્ર...
06:49 PM Sep 24, 2024 IST | Hiren Dave

 

Dakor Temple: હાલમાં સમગ્ર દેશમાં મંદિરના પ્રસાદને લઈને તમામ જગ્યાઓએ જોર પકડ્યું છે, ત્યારે હવે ખેડા જિલ્લામાં આવેલા ડાકોર રણછોડજી મંદિર(Dakor Temple)માં પણ ભક્તોને આપવામાં આવતા પ્રસાદ(PrasadiIssue)ને લઈને યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.

પૂજારીએ કરેલી પોસ્ટને લઈને અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું

સોશિયલ મીડિયામાં આશિષભાઈ સેવક પૂજારીએ પોતાના એકાઉન્ટમાં પોસ્ટ મૂકી છે. આ પોસ્ટ મૂકીને કોમેન્ટ બોક્સમાં લાડુની પ્રસાદી વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યો છે તો બીજી તરફ આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે પહેલા લાડુનો પ્રસાદ મહિનાઓ સુધી સારો રહેતો હતો, પરંતુ હવે ત્રણથી ચાર જ દિવસમાં લાડુનો પ્રસાદ બગડી જાય છે. ત્યારે સેવક પૂજારીની સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી આ પોસ્ટને લઈ અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

આ પણ  વાંચો -Amreli:લાંબા વિરામ બાદ લીલીયા પંથકમાં ધોધમાર વરસાદ

ડાકોર મદિરમાં પપ્રસાદમાં કઈ રીતે તૈયાર થયા છે

તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા જ ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં પ્રસાદમાં વપરાતી સંપૂર્ણ સામગ્રી ગુણવત્તા યુક્ત છે લાડુના પ્રસાદ માટે અમુલનું શુદ્ધ ઘી વાપરવામાં આવે છે. અમુલ કંપનીમાંથી આવતા ઘીના જથ્થા સાથે ગુણવત્તાના સર્ટિફિકેટ પણ મોકલવામાં આવે છે. લાડુના પ્રસાદની સમગ્ર સામગ્રી સાથે તૈયાર કરાયા બાદ રણછોડજી સમક્ષ તેને ધરાવવામાં આવે છે. રણછોડજી સમક્ષ લાડુનો પ્રસાદ ધરાવ્યા બાદ તેનું મશીન દ્વારા જ પેકિંગ કરીને વેચાણ અર્થે મુકવામાં આવે છે.

 

Tags :
DakorTempleFoodsafetyGfcardGujaratFirstLadduPrasadiPrasadiIssueQualityCheckReligiousCustomsSevakDemandsocialmediapostTempleManagementTirupatiComparison
Next Article
Home Shorts Stories Videos