Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dabhoi: પૂરથી અસરગ્રસ્ત લોકોને કેશડોલ પ્રક્રિયાનો પ્રારંભ

પૂરથી અસરગ્રસ્ત લોકોને કેશડોલ પ્રક્રિયાનો પ્રારંભ જિલ્લા અને તાલુકા કક્ષાએ સર્વે હાથ ધરાયો  તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઇ Dabhoi: ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં - જીલ્લામાં ઠેર ઠેર પાણી (Water everywhere)ભરાઇ ગયાં હતાં. જેને...
dabhoi  પૂરથી અસરગ્રસ્ત લોકોને કેશડોલ પ્રક્રિયાનો પ્રારંભ
  • પૂરથી અસરગ્રસ્ત લોકોને કેશડોલ પ્રક્રિયાનો પ્રારંભ
  • જિલ્લા અને તાલુકા કક્ષાએ સર્વે હાથ ધરાયો 
  • તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઇ

Dabhoi: ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં - જીલ્લામાં ઠેર ઠેર પાણી (Water everywhere)ભરાઇ ગયાં હતાં. જેને લઈને જનજીવન ખોરવાયું ખોરવાયું હતું તેમજ કેટલાક વિસ્તારો સંપર્ક વિહોણા બન્યાં હતાં.ત્યારે સરકાર(Government support)ના ધારા ધોરણ મુજબ પૂરમાં અસરગ્રસ્ત લોકોને સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જિલ્લા અને તાલુકા કક્ષાએ સર્વે (Survey)આરંભી દેવામાં આવ્યો હતો અને જેને લઈને ડભોઇ(Dabhoi) તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં તલાટીઓ સાથે મીટીંગ યોજવામાં આવી હતી

Advertisement

પુરમાં અસરગ્રસ્ત લોકોનું તંત્ર દ્વારા કરાયું સ્થળાંતર

જન્માષ્ટમીના દિવસથી વરસાદ અનરાધાર વરસી રહ્યો છે, ત્યારે વડોદરા જિલ્લામાં પડેલ ભારે વરસાદના કારણે ડભોઇ તાલુકાના 802 લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને તેઓને સહી સલામત રીતે સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યાં હતાં. ડભોઇ તાલુકાના ૧૧ જેટલાં ગામોમાં 802 જેટલાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમાં ભીલાપુર અદલાપુરા, ગોજાલી, વડદલા, ઢોલાર, બનૈયા, રાજલી,અંગુઠણ, બંબોજ, પલાસવાડા, વાલીપુરા જેવા ગામમાંથી લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતાં.


તાલુકા વિકાસ અધિકારી ની અધ્યક્ષતામાં તલાટીઓ સાથે મીટીંગ

સરકારશ્રીના ધારા ધોરણ મુજબ પૂરમાં અસરગ્રસ્ત લોકોને સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જિલ્લા અને તાલુકા કક્ષાએ સર્વે આરંભી દેવામાં આવ્યો હતો અને જેને લઈને ડભોઇ તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં તલાટીઓ સાથે મીટીંગ યોજવામાં આવી હતી અને જેમાં અસરગ્રસ્ત લોકોની યાદી બનાવી ૧૨ જેટલી ટીમ બનાવી કઈ રીતે સહાય ચૂકવણી કરવી તે અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Advertisement


કેશડોલનું વિતરણ શરૂ કર્યું

ડભોઈ (Dabhoi)તાલુકા વિકાસ અધિકારી સાથે તલાટી કમ મંત્રીઓની મિટિંગ યોજવામાં આવી હતી તેને ત્યારબાદ તે મિટિંગમાં સર્વે કરીને નિયમોનુસાર પ્રક્રિયા હેઠળ ચૂકવણું કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેથી સર્વે કરીને 892 જેટલાં લોકોને કેસડોલની પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં પુખ્ત વયના લોકોને 100 રૂપિયા અને બાળકોને 60 રૂપિયાની ચૂકવણી કરવાનો પ્રારંભ કર્યો હતો.


ખેતી નિયામકે નુકસાનની સમિમીક્ષા

તાજેતરમાં ડભોઇ ((Dabhoi)તાલુકામાં ખેતીને લગતા નુકસાનોને લઈને ખેતી નિયામક દ્વારા ગ્રામસેવકોને સૂચના આપી અને અલગ અલગ 8 જેટલી ટીમો બનાવી ગામ સેવકોને ગામડે ખેતીમાં થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ ડાંગર સિવાયનાં અનેક પાકોમાં ભારે નુકસાન થયું છે. તેમજ દિવેલા, મિર્ચી, ડ્રેગન ફ્રુટ કપાસ અનેક શાકભાજીઓમાં જેવા અનેક પાકોમાં અતિભારે નુકસાન થવાને કારણે ખેડૂતોને રોવાનો વારો આવેલ છે. જેને લઈને ખેતી નિયામકે ખેતીમાં થયેલા નુકસાનની સમીક્ષા કરાવી હતી. જેથી સરકારશ્રી દ્વારા ખેતીમાં રાહતની કોઈ સૂચનાઓ આપવામાં આવશે તો તેનું સત્વરે નિયમોનુસાર પાલન કરવામાં આવશે તેમ જાણવા મળી રહયું છે.

Advertisement

MGVCLની પણ સરાહનીય કામગીરી

ડભોઇ ((Dabhoi)શહેરમાં તારીખ ૨૬ અને ૨૭ ની ટોટલ ૧૨૮ વીજ ફરિયાદ નોંધાઈ હતી. જે વીજ ફરિયાદ સમય મર્યાદામાં પૂર્ણ કરી દેવામાં આવી હતી અને અતિભારે વરસાદમાં લાઈનમાં કોઈ ફોલ્ટ આવેલ ન હતો. જેનાં કારણે ડભોઇ શહેરનાં ગ્રાહકોને વીજળીને લગતી સમસ્યાઓ ઉભી થઈ ન હતી અને વધુમાં જણાવવાનું કે, ડભોઇ ગ્રામ્યમાં ઢાઢર અને દેવ નદીનું પાણી પુષ્કળ પ્રમાણમાં આવેલ હતું. જેના લીધે ડભોઈ તાલુકાનાં ૧૨ ગામડામાં પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં અને વીજ પ્રવાહ બંધ થઈ ગયેલ હતો. તે ગામોનો વીજ પુરવઠો સમય મર્યાદામાં ચાલુ કરવામાં આવ્યો હતો

અહેવાલ - પીન્ટુ પટેલ ડભોઇ વડોદરા

Advertisement

.