Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Cyclone Mocha ને લઈ એલર્ટ, ગુજરાતમાં છે આ આગાહી, જાણો Weather Update

  ઉનાળાની સિઝનમાં ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહૌલ છવાયેલો છે. હવામાન વિભાગ પ્રમાણે બંગાળની ખાડીમાં ચક્રવાતના પ્રારંભિક સંકેતો મળ્યા છે. IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે, હવામાનની સિસ્ટમ 8 મેના રોજ લો પ્રેશરવાળા વિસ્તારમાં કેન્દ્રિત થવાની અને 9...
cyclone mocha ને લઈ એલર્ટ  ગુજરાતમાં છે આ આગાહી  જાણો weather update

Advertisement

ઉનાળાની સિઝનમાં ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહૌલ છવાયેલો છે. હવામાન વિભાગ પ્રમાણે બંગાળની ખાડીમાં ચક્રવાતના પ્રારંભિક સંકેતો મળ્યા છે. IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે, હવામાનની સિસ્ટમ 8 મેના રોજ લો પ્રેશરવાળા વિસ્તારમાં કેન્દ્રિત થવાની અને 9 મેના રોજ ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા છે. ચક્રવાત મધ્ય બંગાળની ખાડી તરફ આગળ વધવાની પણ શક્યતા છે.

દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાતના પ્રારંભિક સંકેતો મળી આવ્યા છે. જેના કારણે માછીમારોને આ વિસ્તારમાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. ચક્રવાતના કિસ્સામાં પ્રદેશમાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. મહાપાત્રાએ કહ્યું કે ચક્રવાત મોચા રાખવામાં આવ્યું છે.

Advertisement

IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, ચક્રવાતની ગતિ અને તીવ્રતા 7 મેના રોજ નીચા દબાણવાળા વિસ્તારની રચના પછી નક્કી કરી શકાશે અને 9 મેની આસપાસ ચક્રવાતી તોફાન આવે એવા સંકેત આપવામાં આવ્યા છે. ઓડિશાના દરિયાકાંઠે તેની સંભવિત અસર વિશે તેમણે કહ્યું કે, તેના માટે અથવા પૂર્વ કિનારે અન્ય કોઈ સ્થાન માટે કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.

રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં હજુ પણ ત્રણ દિવસ કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે ગુરૂવારે અમરેલી, દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, કચ્છ, સુરત, નવસારી, ડાંગી, તાપી અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ પડશે. તો આવતીકાલે શુક્રવાર રાજકોટ, મોરબી, સુરેંદ્રનગર, કચ્છ, વડોદરા, પંચમહાલ, દાહોદ જિલ્લામાં માવઠું પડશે. તો 6 તારીખે શનિવાર અમરેલી, રાજકોટ, સાબરકાંઠા, ડાંગ, નવસારી, વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો : વર્ષનું પહેલું CYCLONE આ રાજ્યના દરિયાકાંઠે ટકરાશે! રાજ્ય સરકાર એલર્ટ

Tags :
Advertisement

.