Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: આગામી દિવસોમાં વાવાઝોડાની આગાહી, નામ આપવામાં આવ્યું ‘દાના’

દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારીમાં પણ વરસાદી માહોલ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપી ખેડૂતો અને વેપારીઓ માટે આ ભારે વરસાદ ચિંતાજનક Gujarat: ગુજરાતમાં નવરાત્રિના પર્વ આસપાસ સામાન્ય રીતે ચોમાસાની વિદાય થઈ જાય છે, જો...
gujarat  આગામી દિવસોમાં વાવાઝોડાની આગાહી  નામ આપવામાં આવ્યું ‘દાના’
Advertisement
  1. દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારીમાં પણ વરસાદી માહોલ
  2. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપી
  3. ખેડૂતો અને વેપારીઓ માટે આ ભારે વરસાદ ચિંતાજનક

Gujarat: ગુજરાતમાં નવરાત્રિના પર્વ આસપાસ સામાન્ય રીતે ચોમાસાની વિદાય થઈ જાય છે, જો કે, અત્યારે વરસાદ અનેક વિસ્તારોમાં પડી રહ્યો છે. જયારે દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારીમાં પણ વરસાદી માહોલ રહેવાનું રહ્યું. હવામાન વિભાગે હવે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. નોંધનીય છે કે, ગઈ કાલે અમદાવાદમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો: દિવાળી પહેલા Atal Bridge ની મુલાકાત મોંધી થઈ, ટિકિટ દરમાં એક ઝાટકે આટલો વધારો!

Advertisement

ગઢડામાં આવેલો રમઘાટા ડેમે ત્રીજી વાર ઓવરફ્લો થયો

આગામી થોડા દિવસો બાદ દિવાળી આવી રહીં છે, જેની સાથે અનેક લોકો અત્યારે દિવાળીની તૈયારી પણ કરી રહ્યાં છે. મહત્વની વાત એ છે કે, ખેડૂતો અને વેપારીઓ માટે આ ભારે વરસાદ ચિંતાજનક બની રહ્યો છે. અમદાવાદના સિંધુભવન રોડ પર આયોજિત શોપિંગ ફેસ્ટિવલમાં વરસાદના કારણે પાણી ભરાઇ ગયા, જેના કારણે મંડપ અને ડેકોરેશનને નુકસાન પહોંચ્યું હતાં. આ સાથે ગઢડામાં આવેલો રમઘાટા ડેમે ત્રીજી વાર ઓવરફ્લો થયો છે. જો કે, વરસાદ અત્યારે ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યો છે.

આ પણ વાંચો: Gondal : ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં સાંજે વાતાવરણમાં અચાનક પલટો

સૌરાષ્ટ્રના ખેડૂતો હવે ભારે વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયા

ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં એક સક્રિય વાવાઝોડું સર્જાઈ શકે છે, જેને ‘દાના’ નામ આપવામાં આવ્યું છે. આ વાવાઝોડું 24 ઓક્ટોબરે સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થવાની શક્યતા છે. જ્યારે આ વાવાઝોડું ઓરિસ્સામાં પ્રવેશ કરશે, ત્યારે 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ખેડૂતો હવે ભારે વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન વિભાગનું કહેવું છે કે, જો ‘દાના’ વાવાઝોડું ગુજરાત (Gujarat)માં પ્રવેશ કરે છે, તો દક્ષિણ અને પૂર્વના વિસ્તારોમાં તેનો અસર થવાની શક્યતા છે. હાલમાં, ખેડૂતોને આશા છે કે વાવાઝોડાની અસર સામે તેઓ સાવચેત રહી શકશે.

આ પણ વાંચો: કાયદા શાખાનાં વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, HC એ બાર કાઉન્સિલને આપ્યો આ આદેશ

Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

Ahmedabad : જીવતે તો જીવ બચાવ્યાં, મૃત્યુ પછી પણ 4 લોકોને નવજીવન આપ્યું!

featured-img
ક્રાઈમ

Sabarkantha : SP કચેરીમાં અસામાજિક તત્વોને જિ. પોલીસવડાએ કહ્યું- સુધરી જજો નહિંતર..!

featured-img
ગાંધીનગર

Gandhinagar : શિક્ષણ સહાયકોની ભરતીને લઈ મહત્ત્વનાં સમાચાર, શિક્ષણમંત્રીએ કરી પોસ્ટ

featured-img
Top News

PM Modi ના 3 વર્ષના વિદેશના પ્રવાસમાં થયો અધધધધ કરોડનો ખર્ચ

featured-img
ગુજરાત

Sabarkantha : જિ. પં. નાં મહિલાએ સદસ્ય સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કર્યાનો આરોપ

featured-img
રાજકોટ

Rajkumar Jat Case : પિતાનો આક્રોશ! કહ્યું -પોલીસ અધૂરાં CCTV જ આપી રહી છે..!

Trending News

.

×