ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

વેકેશનમાં બાળકોના સ્ક્રિન ટાઇમમાં 5 કલાક સુધીનો 'ચિંતાજકન' વધારો

TECH TIPS : "જેમ દરેક કાર્ય માટે એક નિશ્ચિત સમયગાળો હોય છે, તેમ મોબાઈલ વાપરવા માટેનો પણ એક નિશ્ચિત સમયગાળો હોવો અત્યંત જરૂરી છે."
10:46 AM Apr 18, 2025 IST | PARTH PANDYA
TECH TIPS : "જેમ દરેક કાર્ય માટે એક નિશ્ચિત સમયગાળો હોય છે, તેમ મોબાઈલ વાપરવા માટેનો પણ એક નિશ્ચિત સમયગાળો હોવો અત્યંત જરૂરી છે."
featuredImage featuredImage

TECH TIPS : ઈન્ટરનેટ દ્વારા આખું વિશ્વ આંગળીના ટેરવે છે, કોઈપણ પ્રકારના સમાચાર, એજ્યુકેશન,ખરીદી,સોશ્યિલ મીડિયા સંપકો વગેરે કાર્યો માટે અત્યારના સમયમાં માત્ર એક જ વિકલ્પ છે, તે છે ઇન્ટરનેટ,જ્યારે કોરોના સમયગાળો ન હતો, ત્યારે બાળકો એક થી બે કલાક સરેરાશ મોંબાઈલ સ્ક્રીન ટાઈમનો ઉપયોગ કરતા હતા,કોરોના સમયગાળા દરમ્યાન ઓનલાઈન એજયુકેશન ને લીધે બાળકોમાં મોંબાઈલ સ્ક્રીન ટાઈમ સરેરાશ પાંચ કલાક સુધી થવા પામ્યો હતો , જ્યારે કોલેજના વિદ્યાર્થીઓ માટે મોંબાઈલ સ્ક્રીન ટાઈમ સાતથી આઠ કલાક સરેરાશ જોવા મળ્યો હતો ,કોરોના પસાર થયા બાદ મોબાઈલ સ્કીન ટાઈમમાં ઘટાડો થવા પામ્યો છે, પરંતુ તે સમયગાળા દરમ્યાન જે મોબાઈલનું એડીક્શન લાગ્યું તેને લીધે બાળકો અત્યારના સમયમાં ઈન્ટરનેટના આદી થઈ ગયા, (MOBILE ADDICTION) જેને લીધે નવા ઈ-પડકારો સામે આવ્યા જેમાં રીલ્સ બનાવવી,રીલ્સ જોયા કરવી,શોર્ટસ બનાવવા,ગેમ રમવી,પોતાના ફોટા વિવિધ પ્લેટફોર્મ પર અપલોડ કરવા ,સોશ્યિલ મીડિયા એડીક્શન,જમતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવો વગેરે પ્રકારના ઓનલાઈન કાર્યો બાળકોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરના (CYBER EXPERT MAYUR BHUSAVALKAR) સર્વેમાં ચોંકવનારુ તારણ બહાર આવ્યું કે, સામાન્ય દિવસો દરમિયાન બાળકોનો મોબાઇલ સ્ક્રિન ટાઇન 3 કલાક જેટલો પ્રતિદિન હોય છે. જે વેકેશન સમયે વધીને 5 કલાકથી વધુનો થઇ જાય છે. (MOBILE SCREEN TIME INCREASE) જે ખરેખર આજના સમયે ચિંતાનજક છે. આ સમસ્યાને ઉંડાણપૂર્વક સમજવા અને તેના સમાધાનને લઇને મયુર ભુસાવળકરે મહત્વની જાણકારી આપી છે. જે નીચે મુજબ છે઼.

CYBER EXPERT - MAYUR BHUSAVALKAR

માતા પિતા સામેના પડકાર

તેઓ જણાવે છે કે,  હવેના સમયમાં આર્થિક ઉપાર્જન ને વેગ આપવા માટે માતા-પિતા એ ફરજિયાત પણે ઘરની બહાર જવું પડે છે , હવે બાળકોનો અભ્યાસ પણ મોબાઈલ અને ઈન્ટરનેટ જેવા માધ્યમ પર ચાલતો હોવાને લીધે મોટાભાગના વાલીઓએ બાળકોને સ્વતંત્ર મોબાઈલ આપીને જ ઘરની બહાર પડવું પડે છે, તમામ બાળકોની અભ્યાસકીય પ્રવૃતિ ઇન્ટરનેટ પર ચાલતી હોવાને લીધે, વાલીઓને એક વધુ ચિંતા પેઠી છે, શું બાળકો ઈન્ટરનેટની માયાજાળમાં ફસાઈ તો નહીં જાય ને ? સાથે જ જો બાળકોને ઇન્ટરનેટથી અલિપ્ત રાખીશું,તો તેમના અભ્યાસ ઉપર પણ મોટી અસર પડી શકે, અને જો તેમને ઇન્ટરનેટ એકલતા આપીશું તો તે ઇન્ટરનેટ રૂપી માયાજાળમાં ફસાઈ તો નહીં જાય ને,

વાલીઓના મનમાં સતત એક ચિંતા ઉદભવતી હોય છે કે, મારું બાળક મોબાઈલ પર શું કરી રહ્યું છે, શું એ ખરેખર એજ્યુકેશન જ મેળવી રહ્યું છે ને? કેવા પ્રકારના વ્યક્તિઓના કોલ આવે છે? એ કોને કોને કોલ કરે છે, એના મોબાઈલ પર કેવા પ્રકારના મેસેજ આવે છે, એ કોને શું રીપ્લાય આપે છે, અથવા એ કોને મેસેજ કરે છે, ત્યારબાદ મારુ બાળક કયા કયા સોફ્ટવેરનો ઉપયોગ કરે છે, કયા સોફ્ટવેર ડાઉનલોડ કરે છે,એ ગેમ રૂપી દુષણો માં ફસાઈ તો નહીં જાય ને , સાથે જ એ જો બહાર જાય છે ,તો ક્યાં ક્યાં જાય છે , તે ઈન્ટરનેટ પર કઈ કઈ વેબસાઈટ ની મુલાકાત લે છે, શું ડાઉનલોડ કરે છે? વગેરે આ બધી સમસ્યાઓનો ઉકેલ મોટાભાગે પેરેંટલ કંટ્રોલ ફીચર ની મદદથી ઘટાડી શકાય છે

પેરેંટલ કંટ્રોલ માતા પિતા માટે વરદાન

મયુર ભુસાલળકરે ઉમેર્યું કે, પેરેંટલ કંટ્રોલ એ સોફ્ટવેર તેમજ હાર્ડવેર સ્વરૂપે હોઈ શકે છે,જે માતાપિતાને તેમના બાળકના ઇન્ટરનેટ વપરાશની દેખરેખ રાખવા દે છે. તેઓ બાળકોને અયોગ્ય સામગ્રી નો ઉપયોગ કરવાથી રોકે છે. તે તમારા ઇન્ટરનેટ સેવા પ્રદાતા, સર્ચ એન્જીન, વિડિઓ સ્ટ્રીમિંગ સાઇટ્સ માં અમલમાં મૂકી શકાય છે.

પેરેંટલ કંટ્રોલ દ્વારા 10 બાબતોને નિયંત્રિત કરી શકાય છે

1) વિડિઓ ગેમ્સને નિયંત્રિત અથવા અવરોધિત કરી શકે છે
2) વેબ બ્રાઉઝર્સને ફિલ્ટર કરી ને ફક્ત પૂર્વ-મંજૂર વેબસાઇટ્સ બાળકો સુધી પહોંચવા દે છે.
3) કોઈપણ સોફ્ટવેર ના ઇન્સ્ટોલેશન કાર્ય પણ અવરોધિત કરી શકે છે
4) અમુક ઉંમર સુધીના સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાની પરવાનગી
5) બાળકોને અમુક ઇન્ટરનેટ સેવાઓના ઉપયોગ કરવાથી રોકવા.
6) સર્ચ એન્જિન દ્વારા બાળક કેટલી બાબતોને શોધી શકે છે ,તેને પણ નિયંત્રિત કરી શકાય છે.
7) બાળકના લોકેશનની પણ જાણકારી મેળવી શકાય છે
8) બાળકના મોબાઈલનો સ્ક્રીન ટાઈમ પણ જાણી શકાય છે.
9) માતા-પિતા પોતાના મોબાઈલથી બાળક નો મોબાઇલ પૂર્ણ પણે કંટ્રોલ કરી શકે છે.
10) બાળકો કેવા પ્રકારના વિડીયો શોધી શકશે,તેનું નિયંત્રણ પણ માતા-પિતા દ્વારા થઈ શકે છે.

વાલીની ચિંતાને દૂર કરવા માટે ગૂગલ ફેમિલી લિંક ઉપયોગી

તેમણે ઉમેર્યું કે, ગૂગલ ફેમિલી લિંક એક નિશુલ્ક સોફ્ટવેર છે અને એ બાળકોની ડિજિટલ હૅબિટ્સ ને સુધારવા માટે પેરેન્ટ્સ માટે ખૂબ જ મદદરૂપ થાય છે અને જે એક ડિજિટલ પેરેન્ટ્સ તરીકે પણ ગણી શકાય. બાળક દ્વારા મોબાઈલ પર કરવામાં આવતી તમામ પ્રકારની ગતિવિધિ,પળેપળની માહિતી, મોબાઈલની ગતિવિધિઓ ને એ સોફ્ટવેર ટ્રેક કરે છે અને તેનો રિપોર્ટ વાલીને પોસ્ટ કરે છે, રિપોર્ટ ની અંદર દરેક સોફ્ટવેર જે બાળક દ્વારા ઉપયોગ કરવામાં આવે તેના સ્ક્રીન ટાઈમ ની માહિતી પણ પોસ્ટ કરવામાં આવે છે, ગૂગલ ફેમેલી લિંક અંતર્ગત બે પ્રકારના સોફ્ટવેર આવે છે નંબર એક ગૂગલ ફેમીલી લિંક ફોર પેરેન્ટ્સ અને નંબર બે ગૂગલ ફેમીલી લિંક ફોર ચાઇલ્ડ, જે વાલી પોતે પોતાના બાળકો પર ધ્યાન રાખવા ઇચ્છતો હોય તેને પોતાના મોબાઈલમાં ગૂગલ ફેમિલી લિંક ફોર પેરેન્ટ્સ સોફ્ટવેર સૌથી પહેલા ડાઉનલોડ કરવાનું હોય છે અને ત્યારબાદ ત્યાં રજીસ્ટ્રેશન પોતાના ઈમેલ એડ્રેસથી કરવાનું હોય છે અને રજિસ્ટ્રેશન થયા બાદ બાળક જે મોબાઇલ વાપરવાનું છે તે મોબાઇલમાં એને ગૂગલ ફેમીલી લિંક ફોર ચાઇલ્ડ એપ્લિકેશન પ્લે સ્ટોર અથવા એપ્સ સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની હોય છે અને એપ્લિકેશન ડાઉનલોડ થયા પછી ગૂગલ ફેમીલી લિંક ફોર પેરેન્ટ્સ માં જે યુઝર આઈડી અને પાસવર્ડ અથવા ઈ-મેલ આઈડી અને પાસવર્ડ નાખ્યા હોય છે તે જ બાળકના મોબાઇલમાં જે સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું ગૂગલ ફેમીલી લિંક ફોર ચાઇલ્ડ માં પણ દાખલ કરવાના હોય છે અને આટલું કરવાથી બાળક ની તમામ ગતિવિધિઓ પર ઈ- પેરેન્ટ્સ બની ને પણ નજર રાખી શકાય છે.

આ પણ વાંચો --- શું મારે દરરોજ એક કલાક માટે ફ્રિજ બંધ રાખવું જોઈએ? ૯૯ ટકા લોકોને સાચી વાત ખબર નથી

Tags :
cyberawarenessCyberExpertGujaratFirstGujaratiNewsgujaratnewsMayurBhusavalkarMentalHealthSafetyTipsSchoolVacationScreenTimeIncrease