Cyber Attacks : પાક દ્વારા ભારતીય સેનાની વેબસાઇટ પર સાયબર હુમલોનો પ્રયાસ
- ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવમાં
- ભારતીય સેનાની વેબસાઇટ હુમલોનો પ્રયાસ
- હુમલો કરવાના બે પ્રયાસો કરવામાં આવ્યા
Pakistan Cyber Attacks: પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack)બાદ ભારત અને પાકિસ્તાન (India Pakistan)વચ્ચે તણાવ ચરમસીમાએ છે. પાકિસ્તાની સંરક્ષણ પ્રધાને ભારત પર હુમલાનો ભય વ્યક્ત કર્યો હતો અને ભારતીય સેનાની વેબસાઇટ પર સાયબર (Pakistan Cyber Attacks)હુમલો કરવાના બે પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તે નિષ્ફળ ગયા.
પાકિસ્તાન દ્વારા ભારતીય સેનાની વેબસાઇટ સાયબર અટેક
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ યથાવત છે. બંને દેશોના દરેક પગલા પર દુનિયાની નજર ટકેલી છે. પાકિસ્તાન સરહદ પર મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરી રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીના એક નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. તેમણે દાવો કર્યો છે કે ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.ઉપરાંત, પાકિસ્તાન દ્વારા ભારતીય સેનાની વેબસાઇટ પર સાયબર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, પાકિસ્તાને ભારતીય સેનાની વેબસાઇટને બે વાર હેક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો હતો. ભારતીય સુરક્ષા એજન્સીઓએ આ સાયબર (Cyber Attacks)હુમલાને નિષ્ફળ બનાવ્યો અને પાકિસ્તાનના નાપાક ઇરાદા નિષ્ફળ ગયા.
આ પણ વાંચો -J&K Accident: કાશ્મીરમાં CRPFના જવાનોની ગાડી ખીણમાં ખાબકી, 9થી વધુ સૈનિકો થયા ઘાયલ
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન સામે કાર્યવાહી
ભારતે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ સામે કાર્યવાહી કરી છે અને ભારતમાં તેમનું ભૂતપૂર્વ ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરી દીધું છે. ખ્વાજા મોહમ્મદ આસિફે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે. તેમણે કહ્યું કે સેનાને સંપૂર્ણ રીતે તૈયાર રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. પાકિસ્તાન સેનાએ સરકારને સંભવિત હુમલાની જાણ કરી દીધી છે, ત્યારબાદ પાકિસ્તાન સતર્ક થઈ ગયું છે.
આ પણ વાંચો -Sachet App : PM Modi એ ઉલ્લેખ કરેલ Sachet App વિશે જાણો અગત્યની માહિતી
16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ
પહેલગામ હુમલા બાદ ભારત વિરોધી અભિયાન અને પ્રચારમાં સામેલ 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ચેનલોમાં ડોન ન્યૂઝ, સમા ટીવી, એઆરવાય જેવી મુખ્ય પાકિસ્તાની ચેનલોનો સમાવેશ થાય છે. ભારત સરકારના આદેશ બાદ આ ચેનલો પર ભારતમાં તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો -Pahalgam attack: સિંધુ જળસંધિ બાદ પાકને લાગશે વધુ એક ઝટકો,ભારતે તૈયાર કર્યો આ પ્લાન
પ્રધાનમંત્રી મોદીની મંત્રીમંડળની બેઠક
આ ઘટનાઓ વચ્ચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 એપ્રિલે કેબિનેટ બેઠક યોજવા જઈ રહ્યા છે. આ બેઠક બુધવારે સવારે 11 વાગ્યે યોજાશે. પહેલગામ હુમલા પછી કેન્દ્ર સરકારની આ પહેલી કેબિનેટ બેઠક હશે. આ પહેલા, વડાપ્રધાને સુરક્ષા પર કેબિનેટ સમિતિ (CCS) ની બેઠક યોજી હતી, જેમાં પાકિસ્તાન વિરુદ્ધ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.