Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ધોનીની સેના ફરી એક વાર ચેમ્પિયન, ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે આપી હાર

IPL 2023ની રોમાંચક અને દિલધડક ફાઇનલ મેચનું ટાઇટલ  CSKએ 5મી વાર જીતી લીધું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદના વિઘ્ન બાદ  CSKને 171 રનનું લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું.  CSKના બેટ્સમેનોએ શરુઆતથી જ ફટકાબાજી શરુ કરી હતી પણ તેમની તબક્કાવાર વિકેટ...
01:42 AM May 30, 2023 IST | Vipul Pandya
IPL 2023ની રોમાંચક અને દિલધડક ફાઇનલ મેચનું ટાઇટલ  CSKએ 5મી વાર જીતી લીધું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદના વિઘ્ન બાદ  CSKને 171 રનનું લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું.  CSKના બેટ્સમેનોએ શરુઆતથી જ ફટકાબાજી શરુ કરી હતી પણ તેમની તબક્કાવાર વિકેટ પડતી રહી હતી. કપ્તાન મહેન્દ્રસિંહ ધોની જો કે ઝીરો પર જ આઉટ થઇ ગયા હતા જેથી મેચમાં ટ્વિસ્ટ આવ્યો હતો. મોહિત શર્માએ કમાલની બોલિંગ કરી હતી. આખરી ઓવરમાં મોહિત શર્માએ સુંદર બોલિંગ કરી હતી પણ રવિન્દ્ર જાડેજાએ સિક્સર ફટકારતાં છેલ્લે 1 બોલમાં 4 રન રહ્યા હતા અને આખરે રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બોલે ફોર ફટકારતા CSKએ મેચ જીતી લીધી હતી.

રાત્રે 12.10 વાગે મેચ શરુ થઇ 
 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. સોમવારે રાત્રે ફરી એક વાર વરસાદ પડતાં IPLની ફાઇનલ મેચ થોભાવવી પડી હતી. નરેન્દ્ર મોડી સ્ટેડિયમ વિસ્તારમાં પણ ભારે વરસાદ શરુ થતાં મેદાનને કવરથી ઢાંકવામાં આવ્યું હતું. જો કે વરસાદ રોકાતા અને મેદાન સુકાઇ જતાં રાત્રે 12.10 કલાકે ફરી મેચ શરુ થઇ હતી.  CSKને 15 ઓવરમાં 171 રનનું લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું.  CSKના બેટ્સમેનોએ શરુઆતમાં ફટકાબાજી શરુ કરી હતી. જો કે તબક્કાવાર વિકેટો પડવા લાંગી હતી. કપ્તાન ધોની પણ ફાઇલ મેચમાં ચાલ્યા ન હતા. મોહિત શર્માની બોલિંગમાં તે કેચ આઉટ થઇ ગયા હતા. એક સમયે એવું લાગતું હતું કે  CSK મેચ જીતી શકે છે પણ ત્યારબાદ વિકેટો પડતાં ગુજરાત ટાઇટનનું પલડું ભારે થઇ ગયું હતું. મોહિત શર્માએ ઉપરા ઉપરી 2 વિકેટો ઝડપી હતી. આખરી ઓવરોમાં મોહિત શર્માએ સુંદર બોલિંગ કરી હતી. મોહિત શર્માના યોર્કરના કારણે બેટ્સમેનો પર અંકુશ આવતાં છેલ્લે મેચ રોમાંચક અને દિલધડક બની રહી હતી.
અગાઉ ગુજરાત ટાઇટન્સે શુભમન ગીલ અને સાહાની બેટીંગ તથા સુદર્શનના તોફાની 96 રનની મદદથી 214 રન બનાવ્યા હતા.
Tags :
CSKGTIPL 2023Narendra Modi Stadium
Next Article