Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara: આ વિસ્તારમાં એટલું પાણી ભરાયું કે મગર ઘરની છત પર પહોંચી ગયો, જુઓ video

વડોદરામાં પુરના કારણે સૌથી વધુ તબાહી એક મગર ઘરની છત પર જોવા મળ્યો વડોદરામાં વિશ્વામિત્રી નદીનું પાણી વહી રહ્યું છે   Vadodara:છેલ્લા 5 દિવસથી સતત પડી રહેલા વરસાદ(HaveRain)ને કારણે ગુજરાતની હાલત કફોડી બની છે. ઘણી જગ્યાએ પાણી ભરાયા છે...
vadodara  આ વિસ્તારમાં એટલું પાણી ભરાયું કે મગર ઘરની છત પર પહોંચી ગયો  જુઓ video
  • વડોદરામાં પુરના કારણે સૌથી વધુ તબાહી
  • એક મગર ઘરની છત પર જોવા મળ્યો
  • વડોદરામાં વિશ્વામિત્રી નદીનું પાણી વહી રહ્યું છે

Advertisement

Vadodara:છેલ્લા 5 દિવસથી સતત પડી રહેલા વરસાદ(HaveRain)ને કારણે ગુજરાતની હાલત કફોડી બની છે. ઘણી જગ્યાએ પાણી ભરાયા છે અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં વરસાદને પગલે અત્યાર સુધીમાં 26 લોકોનાં મોત થયા છે. અધિકારીઓનાં જણાવ્યાં અનુસાર, 29 ઓગસ્ટ, ગુરુવારે સતત પાંચમા દિવસે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ચાલુ છે. અત્યાર સુધીમાં પુર પ્રભાવિત વિસ્તારોમાંથી 17,800 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. દરમિયાન સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

ઘરની છત પર મગર દેખાયો

હાલમાં વડોદરા(Vadodara)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો(Viral Video)માં ચારેબાજુ પાણી દેખાઈ રહ્યું છે. વીડિયોને જોતા સ્પષ્ટ થાય છે કે ઘણા ઘરો અડધાથી વધુ પાણીમાં ડૂબી ગયા છે. આ પુર જેવી સ્થિતિ વચ્ચે એક મગર (Crocodile)ઘરની છત પર પડેલો જોવા મળે છે. કેમેરામેને મગરને ઝૂમ કરીને વીડિયોમાં બતાવ્યો છે. ઘણા લોકો આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે.

Advertisement

આ પણ  વાંચો -Morbi: ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો ગુસ્સો સાતમા આસમાને, જાણો કોના પર બગડ્યા MLA

 મગરો રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતાં લોકોના જીવ જોખમમાં મુકાયા

વડોદરા(Vadodara)માં પુરના કારણે સૌથી વધુ તબાહી થઈ છે. વડોદરામાં તો સર્વત્ર પુર જ દેખાઈ રહ્યું છે. લોકો તેમના ઘરોમાં કેદ છે. રસ્તાઓ પર કેટલાય ફૂટ પાણી વચ્ચે લોકો પોતાના ઘરની બહાર ટ્રેક્ટરથી જરૂરી સામાન લેવા માટે આવી રહ્યાં છે. નીચાણવાળા વિસ્તારોમાં બનેલા મકાનો અને દુકાનોમાં પૂરના પાણી ઘુસી ગયા છે.વડોદરામાં વિશ્વામિત્રી નદીનું પાણી વહી રહ્યું છે. નદીમાં રહેતા મગરો રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતાં લોકોના જીવ જોખમમાં મુકાયા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજે 10 હજાર જેટલી કાર પાણીમાં ગરકાવ થઇ ગઇ છે.

Tags :
Advertisement

.