ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Crime : Anand માં વધુ એક હનીટ્રેપનો કિસ્સો આવ્યો સામે, 1 કોન્સ્ટેબલ સહિત 4 લોકોની ધરપકડ

આણંદમાં હનીટ્રેપનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદનાં શખ્સને હનીટ્રેપમાં ફસાવી રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. આ મામલે ભાલેજ પોલીસે 1 કોન્સ્ટેબલ, 2 મહિલા સહિત 4 ની અટકાયત કરી છે. કોન્સ્ટેબલ વિષ્ણુ ચૌહાણ આણંદ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવે...
08:23 PM Oct 27, 2023 IST | Dhruv Parmar

આણંદમાં હનીટ્રેપનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદનાં શખ્સને હનીટ્રેપમાં ફસાવી રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. આ મામલે ભાલેજ પોલીસે 1 કોન્સ્ટેબલ, 2 મહિલા સહિત 4 ની અટકાયત કરી છે. કોન્સ્ટેબલ વિષ્ણુ ચૌહાણ આણંદ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવે છે.

તમને જણાવી દઈએ કે, આણંદ જિલ્લામાં કલેક્ટર ગઢવીને ફસાવવા માટે રચવામાં આવેલા હનીટ્રેપ ષડયંત્રને હજી થોડાક જ મહિના થયા છે, તેવામાં આણંદમાં હનીટ્રેપનો વધુ એક કેસ સામે આવ્યો છે. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ઉમરેઠ તાલુકાના ભાલેજ પોલીસ મથકે હનીટ્રેપનો ગુનો નોંધાતા ભાલેજ પોલીસે 1 કોન્સ્ટેબલ બે મહિલા સહિત ચાર આરોપીઓની અટકાયત કરી છે.

આણંદમાં બનેલા આ હનીટ્રેપ કેસમાં અમદાવાદના શખ્સને હનીટ્રેપમા ફસાવી પૈસા માંગવામાં આવ્યા હતા. આ હનીટ્રેપ કેસમાં સૌથી ચોંકવનારી વાત એ છે કે એક પોલીસ જવાન પણ આરોપીઓ સાથે સંડોવાયેલો છે. હનીટ્રેપ કેસમાં પોલીસ જવાનની સંડોવણી બહાર આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. આ હનીટ્રેપ કેસમાં આરોપીઓ સાથે જે પોલીસ કોન્સ્ટેબલ સંડોવાયેલો છે તેનું નામ વિષ્ણુ ચૌહાણ છે અને તે આણંદ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે.

આ પણ વાંચો : Surendranagar : પાટડી તાલુકામાં મહિલાઓનું રાજ, દરેક સરકારી કચેરીઓમાં મહિલાઓ ઉચ્ચ જવાબદારી સંભાળી રહી છે…

Tags :
AnandAnand PoliceconstableCrimeGujaratGujarat Crimehoneytrap
Next Article