Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાઉદી અરેબિયા, કુવૈત અને UAE માં શવ્વાલનો ચાંદ દેખાયો, આજે ઉજવાશે ઈદ

મધ્ય-પૂર્વ એશિયા અને ખાડી દેશોમાં શુક્રવારે ઈદની ઉજવણી કરવામાં આવશે. ગુરુવારે સાઉદી અરેબિયા, કુવૈત, કતાર અને યુએઈમાં શવ્વાલનો ચંદ્ર જોવા મળ્યો હતો. આ પછી, સાઉદી અરેબિયાની સુપ્રીમ કોર્ટે શુક્રવારે એટલે કે 21 એપ્રિલે ઈદ અલ-ફિત્ર મનાવવાની જાહેરાત કરી. UAE અને...
સાઉદી અરેબિયા  કુવૈત અને uae માં શવ્વાલનો ચાંદ દેખાયો  આજે ઉજવાશે ઈદ

મધ્ય-પૂર્વ એશિયા અને ખાડી દેશોમાં શુક્રવારે ઈદની ઉજવણી કરવામાં આવશે. ગુરુવારે સાઉદી અરેબિયા, કુવૈત, કતાર અને યુએઈમાં શવ્વાલનો ચંદ્ર જોવા મળ્યો હતો. આ પછી, સાઉદી અરેબિયાની સુપ્રીમ કોર્ટે શુક્રવારે એટલે કે 21 એપ્રિલે ઈદ અલ-ફિત્ર મનાવવાની જાહેરાત કરી. UAE અને કતારે પણ જાહેરાત કરી હતી કે શુક્રવારે ઈદ મનાવવામાં આવશે.

Advertisement

પવિત્ર રમઝાન મહિનાના અંત પછી ઇસ્લામિક કેલેન્ડરના શવ્વાલ મહિનાના પ્રથમ દિવસે ઇદની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વભરના ઇસ્લામ ધર્મના લોકો રમઝાન મહિનામાં રોજા રાખે છે અને આખા મહિના દરમિયાન મહેનત સાથે ઇબાદત (ઇબાદત) કરે છે. તમને જણાવી દઈએ કે, ઈસ્લામિક કેલેન્ડર પ્રમાણે મહિનો 29 કે 30 દિવસનો હોય છે. આ વખતે રમઝાન મહિનો 29 દિવસનો રહેશે.

Advertisement

ભારતમાં શનિવારે ઈદ હોઈ શકે છેશુક્રવારે ખાડી દેશોમાં ઈદનો ચાંદ દેખાઈ ગયા બાદ એવી આશા છે કે ભારતમાં 22 એપ્રિલ શનિવારના રોજ ઈદની ઉજવણી કરવામાં આવી શકે છે. જો કે આ અંગેનો નિર્ણય શવ્વાલનો ચાંદ દેખાયા બાદ જ લેવામાં આવશે. જો ભારતમાં શુક્રવારના રોજ શવ્વાલનો ચાંદ દેખાયો તો શનિવારે દેશભરમાં ઈદની ઉજવણી કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો - આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, એક દાયકા પછી થશે કંકણાકૃતિ સૂર્યગ્રહણ, જાણો બધું જ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - રવિ પટેલ

Tags :
Advertisement

.