Uttarakhand Rain : અલ્મોડા પોલીસની સરાહનીય કામગીરી, જીવ જોખમમાં મૂકી ગાયોનું કર્યું રેસ્ક્યુ... Video
- Uttarakhand માં ભારે વરસાદ અને ભૂસ્ખલન
- દેઘાટમાં નદીનું જળસ્તર વધ્યું...
- પોલીસે ગૌશાળામાં રહેલી ગયોને બચાવી
પહાડી રાજ્ય ઉત્તરાખંડ (Uttarakhand) ભારે વરસાદ (Rain) અને ભૂસ્ખલનની ઝપેટમાં છે. વિવિધ સ્થળોએ પાણી ભરાવા, રસ્તાઓ બંધ અને ભૂસ્ખલનના અહેવાલો છે. આ દરમિયાન અલ્મોડા પોલીસ ગૌશાળામાં ગાયોને સુરક્ષિત રીતે બચાવતી હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે પોલીસ જવાનો પોતાનો જીવ જોખમમાં મુકીને ગાયોને ગૌશાળામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી રહ્યા છે. આ વીડિયો ઉત્તરાખંડ (Uttarakhand) પોલીસે સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કર્યો છે.
દેઘાટમાં નદીનું જળસ્તર વધ્યું...
પોલીસના જણાવ્યા અનુસાર, અલ્મોડા પોલીસના જવાનોએ પોતાના જીવની પરવા કર્યા વિના, દેઘાટમાં નદીનું જળસ્તર વધવાને કારણે ગૌશાળામાં ફસાયેલી ગાયોને ઉંડા પાણીમાં ઉતરીને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. આ બચાવ કામગીરીમાં સ્થાનિક લોકોએ પણ પોલીસને મદદ કરી હતી.
अल्मोड़ा- देघाट में नदी का जलस्तर बढ़ने के कारण गौशाला में पानी भर जाने से वहां फंसे गोवंश को अल्मोड़ा पुलिस के जवानों ने अपनी जान की परवाह किए बिना गहरे पानी में उतरकर स्थानीय लोगों की सहायता से सुरक्षित रेस्क्यू किया।#UttarakhandPolice @almorapolice pic.twitter.com/P5mJEskscw
— Uttarakhand Police (@uttarakhandcops) August 1, 2024
આ પણ વાંચો : Delhi Rain : 1200 કરોડના ખર્ચે બનેલી નવી સંસદની છત લીક, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ...
ગૌશાળાની ચારે બાજુ પાણી-પાણી...
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, પાંચ પોલીસ કર્મચારીઓ પાણીથી ભરેલી ગૌશાળામાંથી ગાયોને સુરક્ષિત રીતે બહાર કાઢી રહ્યા છે. ગૌશાળાની ચારે બાજુ પાણી છે જેમાં ઉત્તરાખંડ (Uttarakhand) પોલીસના જવાનો ઉતર્યા છે. સૈનિકોના ખભા સુધી પાણી આવી રહ્યું છે. બે સૈનિકો ગૌશાળાની અંદરથી ઢોરોને બહાર લાવી રહ્યા છે અને ત્રણ સૈનિકો ગાયોને પાણીમાંથી બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ લઈ જઈ રહ્યા છે. આ દરમિયાન સ્થાનિક રહેવાસીઓ સૈનિકોની મદદ કરી રહ્યા છે અને તેમને ટોર્ચ બતાવી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ગૌશાળા પાણીમાં અડધી ડૂબી ગઈ છે અને સ્થાનિક લોકો તેની છત પર ઉભા છે.
આ પણ વાંચો : Jharkhand ના લાતેહારમાં દુઃખદ અકસ્માત, વીજ શોક લાગવાથી 5 કાવડ યાત્રીઓના મોત, 3 દાઝ્યા...