Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

146 મી રથયાત્રાનું કાઉન્ટ ડાઉન શરૂ, સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નિરીક્ષણ કરાશે

અમદાવાદની ઓળખ બની ચુકેલી ભગનાથ જગન્નાથજીની 146મી રથયાત્રા 20 જૂને યોજાશે અને તેની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથજી ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નિકળે છે અને ભક્તોને સામે ચાલીને દર્શન આપે છે. આ વિશેષ રથયાત્રા...
146 મી રથયાત્રાનું કાઉન્ટ ડાઉન શરૂ  સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નિરીક્ષણ કરાશે
Advertisement

અમદાવાદની ઓળખ બની ચુકેલી ભગનાથ જગન્નાથજીની 146મી રથયાત્રા 20 જૂને યોજાશે અને તેની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથજી ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નિકળે છે અને ભક્તોને સામે ચાલીને દર્શન આપે છે. આ વિશેષ રથયાત્રા માટે અમદાવાદ શહેર પોલીસ પણ ખાસ તૈયારીઓ કરે છે અને ચીવટભરી કામગિરી કરીને નિર્વિઘ્ને રથયાત્રા પૂર્ણ થાય તેવા પ્રયાસો કરે છે. આ વર્ષે પણ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે અને રથયાત્રામાં સામેલ 101 રથમાં GPS ફિટ કરવામાં આવ્યા છે.

Advertisement

તો બીજી તરફ 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડવાજા જોડાશે. 2 લાખ ઉપરણાં પ્રસાદમાં અપાશે. 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ બનાવાશે. 3 દિવસ મંદિરમાં ઉત્સવો અને પૂજાવિધિ થશે. 19 જૂને ગજરાજોની પૂજનની વિધિ થશે.સમગ્ર રથયાત્રાનો રૂટ જાહેર કરવામાં આવ્યો છે. રથયાત્રામાં દર્શન માટે આવનાર લોકોને 2 લાખ ઉપરણા પ્રસાદમાં અપાશે.18 જૂનના રોજ ભગવાન જગન્નાથ મામાના ઘરેથી પરત ફરશે ત્યારે ગર્ભગૃહમાં તેમની પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારબાદ સવારે 7:30 વાગ્યે ભગવાનની નેત્રોત્સવ પૂજન વિધિ કરવામાં આવશે.

Advertisement

આ વર્ષે ભગવાનને મામેરામાં ત્રણેય ભગવાનના વાઘા, સોનાના ઢોળ ચડાવેલા હાર, સુભદ્રાજીને પાર્વતી શણગાર આપવામાં આવ્યો છે. પાર્વતી શણગારમાં લિપસ્ટિક, કાજલ, ચાંદલા, બેંગલ્સ, નેઇલ પોલીસ, શૃંગારની નાનીથી લઈ મોટી તમામ સામગ્રીનો સમાવેશ થાય છે. ભગવાનના મોરપિચ્છ થીમનાં વાઘા અને ઘરેણાં તૈયાર કરાયા છે. અમદાવાદ શહેરમાં રથયાત્રાની શરૂઆત 1878માં થઈ હતી. મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરાવી હતી. આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નીકળે છે અને ભગવાન નગર ચર્યાએ નીકળીને નગરજનોને દર્શન આપે છે.

આ રૂટ પર રથયાત્રા નીકળશે

  • સવારે 7 વાગ્યે-રથયાત્રાનો પ્રારંભ
  • 9 વાગ્યે-મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ
  • 9.45 વાગ્યે- રાયપુર ચકલા
  • 10.30 વાગ્યે-ખાડિયા ચાર રસ્તા
  • 11.15 વાગ્યે-કાલુપુર સર્કલ
  • 12 વાગ્યે-સરસપુર
  • 1.30 વાગ્યે-સરસપુરથી પરત
  • 2 વાગ્યે-કાલુપુર સર્કલ
  • 2.30 વાગ્યે-પ્રેમ દરવાજા
  • 3.15 વાગ્યે-દિલ્હી ચકલા
  • 3.45 વાગ્યે-શાહપુર દરવાજા
  • 4.30 વાગ્યે-આર.સી. હાઇસ્કૂલ
  • 5 વાગ્યે-ઘી કાંટા
  • 5.45 વાગ્યે-પાનકોર નાકા
  • 6.30 વાગ્યે-માણેકચોક
  • 8.30 વાગ્યે-નિજ મંદિર પરત

આ પણ વાંચો : ‘બિપોરજોય’ની તબાહી વચ્ચે સારા સમાચાર! વાવાઝોડા દરમિયાન 709 મહિલાઓની ડિલિવરી થઈ હતી

Tags :
Advertisement

.

×