ભારતના ગામડામાં જોવા મળતા ખાટલાની US માં કિંમત સાંભળી ચોંકી જશો તમે
ભારતના ગામડામાં સુવા માટે જો કોઇ વસ્તુ હોય તો તે ખાટલો છે, જોકે આજના સમયે તે પણ હવે ગાયબ થવા લાગ્યા છે. ભારતમાંથી લગભગ ગાયબ થઇ રહેલા ખાટલાની અમેરિકામાં ખૂબ જ માંગ વધી હોવાનું સામે આવ્યું છે. તમે શણના દોરડાથી બનેલા 'ખાટલા' જોયા જ હશે. તમને ભારતના ઘણા વિસ્તારોમાં આ દેશ પલંગ 1 હજારથી 4 હજાર રુપિયાની વચ્ચે સરળતાથી મળી જશે. પરંતુ યુએસની એક વેબસાઈટ પર આ જ ખાટલા એટલા મોંઘા વેચાઈ રહ્યા છે કે જેને સાંભળીને પણ તમે માથુ ખંજવાડતા રહી જશો.
અમેરિકન ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર એક પલંગની કિંમત રૂ. 1 લાખ અને તેથી વધુ
ભારતીય સંસ્કૃતિને છોડીને દેશવાસીઓ આજે પશ્ચિમના કલ્ચરને અપનાવી રહ્યા છે જ્યારે તેનાથી વિપરિત પશ્ચિમના દેશ ભારતની સંસ્કૃતિને અપનાવતા ઘણા ઉદાહરણો તમને મળી જશે. આજે જૂના સમયની પરંપરાગત વસ્તુઓનું મૂલ્ય ઘટી ગયું છે. જણાવી દઇએ કે, ઇન્ટરનેટ પર ઘણી વસ્તુઓ જોવા મળે છે જે આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ સામાન્ય છે. તેમને તૈયાર કરવામાં ઓછો ખર્ચ થાય છે. આપણા ઘરોમાં ખાટલા રાખવા એ સામાન્ય વાત છે, જૂના જમાનામાં ગામડાઓમાં ખાટલાનું પ્રચલન ખૂબ જ હતું. જો અમે તમને કહીએ કે આ ખાટલાની કિંમત હવે લાખોમાં છે, તો તમને આ જાણીને નવાઈ લાગશે. જીહા, Etsy.inc નામના અમેરિકન ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર એક પલંગની કિંમત રૂ. 1 લાખ અને તેથી વધુ છે.
અમેરિકામાં તેની જબરદસ્ત માંગ
જે ખાટલા, દેશમાં માત્ર ગામડાઓ સુધી જ સીમિત છે હવે તે જ ખાટલાની અમેરિકામાં કિંમત તમારા પાંચ મહિનાના પગાર કરતાં વધુ હોઈ શકે છે. જો તમારો પગાર મહિનામાં વીસ હજાર રૂપિયા છે તો સમજી લેજો કે પૂરા પાંચ મહિનાનો પગાર ચૂકવ્યા પછી પણ તમે અમેરિકામાં ખાટલા ખરીદી શકતા નથી. ઈ-કોમર્સ વેબસાઈટ Etsy પર દેશી ખાટલા વેચાઈ રહ્યા છે, જેની કિંમત 1 લાખ રૂપિયા કે તેથી વધુ હોવાનું કહેવાય છે. જો તમે યાર્નથી વણેલી કોટ લો છો તો તમારે 1 લાખ 12 હજાર 75 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે રંગબેરંગી વીવિંગ કોટ સેટ ખરીદો છો, તો તેની કિંમત 1 લાખ 44 હજારથી વધુ છે. આ માત્ર વેચાણ માટે નક્કી કરાયેલી રકમ નથી. અમેરિકામાં પણ તેની જબરદસ્ત માંગ છે. ઈ-કોમર્સ વેબસાઈટ જોઈને જ તેનો અંદાજ લગાવી શકાય છે.
આ પણ વાંચો - અદાણી ગ્રુપ પર હિંડનબર્ગના આક્ષેપો પાયાવિહોણા, મોરિશસના મંત્રીએ સંસદને જણાવ્યું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ