Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Corona Virus : રાજ્યમાં કોરોનાના કેસ વધતા લોકોમાં ફફડાટ, અમદાવાદમાં સૌથી વધુ કેસ...

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસોમાં વધારો થયો છે. હાલમાં રાજ્યમાં કોરોનાનો આંક 13 પર પહોંચ્યો છે. અમદાવાદમાં જોધપુર, પાલડી અને ઘાટલોડિયા વોર્ડમાં કોરોનાના કેસ નોંધાયેલા છે. 7માંથી 5 કેસ વિદેશથી આવેલા છે. 5 દર્દીઓ ઓસ્ટ્રેલિયા, યુકે અને સિંગાપોરથી આવેલા છે. તો...
02:45 PM Dec 21, 2023 IST | Dhruv Parmar

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસોમાં વધારો થયો છે. હાલમાં રાજ્યમાં કોરોનાનો આંક 13 પર પહોંચ્યો છે. અમદાવાદમાં જોધપુર, પાલડી અને ઘાટલોડિયા વોર્ડમાં કોરોનાના કેસ નોંધાયેલા છે. 7માંથી 5 કેસ વિદેશથી આવેલા છે. 5 દર્દીઓ ઓસ્ટ્રેલિયા, યુકે અને સિંગાપોરથી આવેલા છે. તો 2 કેસની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. 4 મહિલા અને 3 પુરૂષ હાલ હોમ આઇસોલેશનમાં છે. મહત્વનું છે કે, આ તમામ દર્દીઓ 15થી 70 વર્ષ સુધીની ઉમરના છે. તમામ દર્દીઓના સેમ્પલ જિનોમ સિક્વન્સિસ માટે મોકલાયા

તમને જણાવી દઈએ કે, અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગે SVP હોસ્પિટલમાં 50 બેડ સાથેનો કોવિડ વોર્ડ તૈયાર કર્યો હતો. કોરોના પોઝિટીવ આવનાર તમામ દર્દીનું જીનોમ સિક્વન્સિંગ કરાશે. છે. સરકારે કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાનો નવો વેરિએન્ટ JN.1નો એકપણ કેસ ન નથી. સરકારે કહ્યું કે ગભરાવવાની જરૂર નથી. લોકોને સતર્કતા રાખવાની સરકારે અપીલ કરી હતી. ગુજરાતમાં કોરોનાના 13 એક્ટિવ કેસ છે પણ એકપણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી.

રાજકોટમાં કોરોનાના નવા વેરીએન્ટને લઈને મનપા તૈયાર છે. રાજકોટ મનપાનાં આરોગ્ય કેન્દ્રોમાં શરદી-ઉધરસ અને તાવના ગંભીર લક્ષણો જણાતા રેપીડ ટેસ્ટ શરૂ કરાયા છે. તો વડોદરામાં નવા વેરિઅન્ટ સામે આરોગ્ય તંત્ર સતર્ક થઇ ગયું છે. ગાંધીનગર અને મહેસાણામાં કોરોનાના નવા બે બે કેસ, તો રાજકોટમાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો હતો.

નોંધનીય છે કે, ગુરુવારે દેશમાં 358 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા. આ પહેલા બુધવારે 614 કોરોના દર્દીઓ નોંધાયા હતા. 21 મે પછી આ સૌથી વધુ સંખ્યા હતી. WHO થી લઈને કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યું છે. હોસ્પિટલોમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ભીડમાં માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે. કોરોનાના નવા પ્રકાર, JN.1 નું પરીક્ષણ વધારવા સહિત ઘણા મોટા પગલા લેવામાં આવી રહ્યા છે.

‘સ્વાસ્થ્ય મંત્રાલયે તૈયારીઓનું પરીક્ષણ કર્યું’

વર્ચ્યુઅલ મીટિંગમાં, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ તમામ આરોગ્ય પ્રધાનોને કોરોનાવાયરસ અંગેની માર્ગદર્શિકા વિશે માહિતગાર કર્યા હતા અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટેની તૈયારી વિશે પ્રતિસાદ લીધો હતો. નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી.કે. પૉલે બુધવારે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં દેશભરમાં નવા કોવિડ-19 સબ-વેરિઅન્ટ JN.1 ના 21 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : Mehsana : સ્કૂલની મોટી બેદરકારી, ચણતર માટે મજૂર ન મળતા વિદ્યાર્થીઓનો દૂરપયોગ…

Tags :
AhmedabadCorona Viruscoronavirus diseaseCovid Cases in IndiaCovid-19GujaratRAJKOT
Next Article