Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Palanpur bridge Case: કોન્ટ્રાક્ટર GPC ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીને કરાઇ બ્લેક લિસ્ટ

પાલનપુરમાં બ્રિજના સ્લેબ તૂટવાનો મામલો કોન્ટ્રાક્ટર GPCઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીને કરાઇ બ્લેક લિસ્ટ મદદનીશ ઈજનેરને તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ નાયબ કાર્યપાલક ઇજનેર તાત્કાલિક અસરથી સસ્પેન્ડ તપાસ કમિટી દ્વારા પ્રાથમિક રિપોર્ટ કરાયો તૈયાર મુખ્યમંત્રીએ 3 સભ્યોની કમિટીની કરી હતી નિમણૂંક પાલનપુર આર.ટી.ઓ....
palanpur bridge case  કોન્ટ્રાક્ટર gpc ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીને કરાઇ બ્લેક લિસ્ટ
Advertisement

પાલનપુરમાં બ્રિજના સ્લેબ તૂટવાનો મામલો
કોન્ટ્રાક્ટર GPCઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીને કરાઇ બ્લેક લિસ્ટ
મદદનીશ ઈજનેરને તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ
નાયબ કાર્યપાલક ઇજનેર તાત્કાલિક અસરથી સસ્પેન્ડ
તપાસ કમિટી દ્વારા પ્રાથમિક રિપોર્ટ કરાયો તૈયાર
મુખ્યમંત્રીએ 3 સભ્યોની કમિટીની કરી હતી નિમણૂંક

પાલનપુર આર.ટી.ઓ. સર્કલ પાસે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજના ગર્ડર પડી જવાની ઘટનામાં કોન્ટ્રાક્ટર GPC ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીને બ્લેક લિસ્ટ કરાઇ છે અને મદદનીશ ઈજનેર તથા નાયબ કાર્યપાલક ઇજનેરને તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ કરાયા છે.

Advertisement

ત્રણ સભ્યોની કમિટી નિમવામાં આવી હતી

Advertisement

પાલનપુર આર.ટી.ઓ. સર્કલ પાસે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજના ગર્ડર પડી જવાની ઘટનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અનુસાર ત્રણ સભ્યોની કમિટી નિમવામાં આવી હતી. આ કમિટીના સભ્યોએ બનાવના દિવસે જ સાંજે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. તદઉપરાંત, માર્ગ અને મકાન વિભાગના ક્વોલિટી કન્ટ્રોલના મુખ્ય ઈજનેર અને અધિક સચિવે પણ સ્થળની મુલાકાત લીધી હતી.

સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા

કમિટીએ કોંન્ક્રીટના સેમ્પલ, સ્ટીલના સેમ્પલ, ડિઝાઈન, નકશાઓ વગેરે એકત્રિત કરીને સ્થળ પર પડેલી ગર્ડરનું અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું અને તેના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. આ સેમ્પલનાં પરીક્ષણ પરિણામો ટૂંક સમયમાં આવશે. તે આવ્યા બાદ સમિતિ ઘટનાનાં વિગતવાર તારણો પર આવી શકશે.

બેરિકેડિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ ન હતું

જે દુર્ઘટના બની છે, તેના પ્રાથમિક અહેવાલમાં જણાયું છે કે નિર્માણાધીન બાંધકામ વિસ્તારમાં બેરિકેડિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેનું ધ્યાન રાખવામાં આવ્યું હોત તો આ કમનસીબ ઘટના નિવારી શકાઈ હોત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર વિગતોની ગંભીરતા પૂર્વક નોંધ લઈને ઘટના સંદર્ભમાં દોષિતો સામે કડક કાર્યવાહી માટેના આ પ્રમાણેના નિર્ણયો કર્યા છે.

મદદનીશ ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેર તાત્કાલિક અસરથી સસ્પેન્ડ

આ આર.ઓ.બી.ના કામના કોન્ટ્રાક્ટર જી.પી.સી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પાલનપુરને બ્લેકલિસ્ટ કરવા માટેની જરૂરી કાર્યવાહી તત્કાલ હાથ ધરવા માર્ગ અને મકાન વિભાગને સૂચનાઓ આપી છે. તે જ રીતે, આ કામના કન્સલ્ટન્ટ મેક્વે મેનેજમેન્ટ લિમિટેડને ડી-બાર કરવા માટે પણ તેમણે આદેશ આપ્યા છે. આ આર.ઓ.બી.ની કામગીરી અંગે સંબંધિત મદદનીશ ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી હેઠળ મૂકવાના આદેશો કરવાની સૂચના આપી છે.

આ પણ વાંચો----BHARUCH : ગેરકાયદે ડમ્પિંગ સાઈડ મુદ્દે ગ્રામજનોને ન્યાય મળતો નથી

Tags :
Advertisement

.

×