Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સતત વધતી ગરમી અને ઉપર જતો પારો, ત્યારે શું રાખશો કાળજી, ફટાફટ નોંધી લો

રાજ્યમાં કમોસમી વરસાદ બાદ હવે ગરમીનો પારો સતત ઉપર જઇ રહ્યો છે. ત્યારે આ સમયે રાજ્યના ઘણા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. ત્યારે અમદાવાદ શહેરમાં જે પ્રકારે ગરમી વધી છે અને પારો 43 ડિગ્રી સેલ્સિયસને...
12:06 AM May 11, 2023 IST | Hardik Shah

રાજ્યમાં કમોસમી વરસાદ બાદ હવે ગરમીનો પારો સતત ઉપર જઇ રહ્યો છે. ત્યારે આ સમયે રાજ્યના ઘણા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. ત્યારે અમદાવાદ શહેરમાં જે પ્રકારે ગરમી વધી છે અને પારો 43 ડિગ્રી સેલ્સિયસને પાર કરે તેવી સંભાવના છે ત્યારે અહીં ઓરેન્જ આપવામાં આવ્યું છે જેને લઇને હવે અપોલો હોસ્પિટલ અમદાવાદના સિનિયર ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. મહર્ષિ દેસાઇએ હીટ વેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તેના સૂચનો આપ્યાં હતાં.

હીટ વેવમાં શું કરશો અને શું નહીં

હીટ વેવથી સૌથી વધુ જોખમ કોને છે અને કોણે બહાર નીકળવાનું ટાળવું જોઇએ?
વૃદ્ધો અને બાળકો વધુ સંવેદનશીલ હોય છે અને તેમણે આકરી ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઇએ. નબળું શારીરિક સ્વાસ્થ્ય ધરાવતા અને મેદસ્વિતા ધરાવતા તેમજ હ્રદય, ડાયાબિટિસ અથવા કેન્સરની દવા લેતા લોકોએ બહાર નીકળવાનું ટાળવું જોઇએ. આ ઉપરાંત હીટ સ્ટ્રોકનો ભોગ બનેલા તથા અમદાવાદની મુસાફરી કરતાં લોકો જેમકે એનઆરઆઇએ હીટ વેવમાં સાવચેતી રાખવી જોઇએ.

હીટ સ્ટ્રોકના લક્ષણોઃ
ઉબકા, ચક્કર, સ્નાયુમાં ખેંચાણ અને મૂંઝવણ એ હીટ સ્ટ્રોકના કેટલાક લક્ષણો છે. જો તમને આમાંના કોઈપણ લક્ષણો હોય તો ડૉક્ટરની સલાહ લો.

આ પણ વાંચો - એકલતામાં જોવા મજબૂર કરતી અને ઈન્ટનેટ પર પોતાની હોટ અદાઓથી કહેર વરસાવતી સુંદરીઓ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - સંજય જોશી, અમદાવાદ

Tags :
Heat StrokeHitWaveOrange Alert
Next Article