Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સતત વધતી ગરમી અને ઉપર જતો પારો, ત્યારે શું રાખશો કાળજી, ફટાફટ નોંધી લો

રાજ્યમાં કમોસમી વરસાદ બાદ હવે ગરમીનો પારો સતત ઉપર જઇ રહ્યો છે. ત્યારે આ સમયે રાજ્યના ઘણા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. ત્યારે અમદાવાદ શહેરમાં જે પ્રકારે ગરમી વધી છે અને પારો 43 ડિગ્રી સેલ્સિયસને...
સતત વધતી ગરમી અને ઉપર જતો પારો  ત્યારે શું રાખશો કાળજી  ફટાફટ નોંધી લો

રાજ્યમાં કમોસમી વરસાદ બાદ હવે ગરમીનો પારો સતત ઉપર જઇ રહ્યો છે. ત્યારે આ સમયે રાજ્યના ઘણા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. ત્યારે અમદાવાદ શહેરમાં જે પ્રકારે ગરમી વધી છે અને પારો 43 ડિગ્રી સેલ્સિયસને પાર કરે તેવી સંભાવના છે ત્યારે અહીં ઓરેન્જ આપવામાં આવ્યું છે જેને લઇને હવે અપોલો હોસ્પિટલ અમદાવાદના સિનિયર ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. મહર્ષિ દેસાઇએ હીટ વેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તેના સૂચનો આપ્યાં હતાં.

Advertisement

હીટ વેવમાં શું કરશો અને શું નહીં

  • તમારી જાતને હાઇડ્રેટેડ રાખો. સોફ્ટ ડ્રિંક, આલ્કોહોલ અથવા કેફીનયુક્ત પીણાની જગ્યાએ પુષ્કળ પાણી, છાસ, લીંબુંનું શરબત અને ઓઆરએસ પીવો.
  • ઘરની અંદર રહો. બપોરે ખાસ કરીને 12થી4 વાગ્યા દરમિયાન ગરમીના સીધા સંપર્કમાં આવવાનું ટાળો. જો તમારે બહાર જવું પડે તો ટોપી અથવા છત્રીથી તમારા માથાને ઢાંકો.
  • સખત શારીરિક પ્રવૃત્તિઓને ટાળો
  • હળવા રંગ અને ઢીલા સુતરાઉ કપડા પહેરો
  • ખૂબજ વધઘટ થતાં તાપમાનમાં રહેવાનું ટાળો. ઉદાહરણરૂપે, એર-કન્ડિશન્ડ ઓફિસમાં 16 ડિગ્રી તાપમાનમાં રહેવું અને ત્યારબાદ બહાર 43 ડિગ્રી તાપમાનમાં નીકળવું

હીટ વેવથી સૌથી વધુ જોખમ કોને છે અને કોણે બહાર નીકળવાનું ટાળવું જોઇએ?
વૃદ્ધો અને બાળકો વધુ સંવેદનશીલ હોય છે અને તેમણે આકરી ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઇએ. નબળું શારીરિક સ્વાસ્થ્ય ધરાવતા અને મેદસ્વિતા ધરાવતા તેમજ હ્રદય, ડાયાબિટિસ અથવા કેન્સરની દવા લેતા લોકોએ બહાર નીકળવાનું ટાળવું જોઇએ. આ ઉપરાંત હીટ સ્ટ્રોકનો ભોગ બનેલા તથા અમદાવાદની મુસાફરી કરતાં લોકો જેમકે એનઆરઆઇએ હીટ વેવમાં સાવચેતી રાખવી જોઇએ.

Advertisement

હીટ સ્ટ્રોકના લક્ષણોઃ
ઉબકા, ચક્કર, સ્નાયુમાં ખેંચાણ અને મૂંઝવણ એ હીટ સ્ટ્રોકના કેટલાક લક્ષણો છે. જો તમને આમાંના કોઈપણ લક્ષણો હોય તો ડૉક્ટરની સલાહ લો.

આ પણ વાંચો - એકલતામાં જોવા મજબૂર કરતી અને ઈન્ટનેટ પર પોતાની હોટ અદાઓથી કહેર વરસાવતી સુંદરીઓ

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - સંજય જોશી, અમદાવાદ

Tags :
Advertisement

.