Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કર્ણાટકમાં વિધાનસભાને શુદ્ધ કરવા કોંગ્રેસ પાર્ટીએ કર્યો ગૌમૂત્રનો ઉપયોગ

કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બની ગઇ છે ત્યારે હવે પાર્ટીના કાર્યકર્તાઓએ આજે (સોમવારે) વિધાનસભાને શુદ્ધ કરવા માટે ગૌમૂત્રનો ઉપયોગ કર્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિધાનસભાને ગૌમૂત્ર અને ડેટોલ ઉમેરીને સાફ કર્યું અને સાથે જ કહ્યું કે, નવી સરકાર ભષ્ટાચાર મુક્ત હોવી જોઇએ....
કર્ણાટકમાં વિધાનસભાને શુદ્ધ કરવા કોંગ્રેસ પાર્ટીએ કર્યો ગૌમૂત્રનો ઉપયોગ

કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બની ગઇ છે ત્યારે હવે પાર્ટીના કાર્યકર્તાઓએ આજે (સોમવારે) વિધાનસભાને શુદ્ધ કરવા માટે ગૌમૂત્રનો ઉપયોગ કર્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિધાનસભાને ગૌમૂત્ર અને ડેટોલ ઉમેરીને સાફ કર્યું અને સાથે જ કહ્યું કે, નવી સરકાર ભષ્ટાચાર મુક્ત હોવી જોઇએ. આપને જણાવી દઇએ કે, આ પહેલા રાજ્યના નવા નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કોંગ્રેસની જીત પર ગૌમૂત્ર દ્વારા સ્વચ્છતાની જાહેરાત કરી દીધી હતી.

Advertisement

કોંગ્રેસે કર્ણાટક વિધાનસભાને ગૌમૂત્રથી શુદ્ધ કર્યું

કર્ણાટકમાં નવી સરકાર બનતા જ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિધાનસભાને ગૌમૂત્રથી શુદ્ધ કર્યું. આ દરમિયાન કોંગ્રેસના નેતા સંકેત યેનાગીએ કહ્યું કે ભાજપ સરકારે ઘણો ભ્રષ્ટાચાર કર્યો છે. તેમણે કહ્યું કે લોકો ઇચ્છે છે કે વહીવટ શુદ્ધ અને ભ્રષ્ટાચાર મુક્ત હોય. નવી સરકાર દરેકની અપેક્ષાઓ પર ખરી ઉતરશે. જણાવી દઇએ કે, કોંગ્રેસના કાર્યકરો ભાજપના શાસનને 'ભ્રષ્ટ' ગણાવી રહ્યા છે. જાન્યુઆરીમાં શિવકુમારે કહ્યું હતું કે, અમે વિધાનસભાની સફાઈ માટે ડેટોલ લાવીશું. હું શુદ્ધિકરણ માટે ગૌમૂત્ર પણ લાવીશ. ખાસ વાત એ છે કે, કોંગ્રેસની જીત બાદ કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ માટે ભારે રસાકસી જોવા મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે શિવકુમાર CM બનવા માંગે છે. જોકે, કોંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધારમૈયાને CM તરીકે પસંદ કર્યા છે અને શનિવારે કર્ણાટકમાં જ્યાં શિવકુમારે ડેપ્યુટી અને સિદ્ધારમૈયાએ CM તરીકે શપથ લીધા હતા. આ સાથે જ 8 કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા છે. આ પછી પાર્ટી વધુ 24 મંત્રીઓની પસંદગી કરશે.

Advertisement

કોંગ્રેસ અન્ય રાજ્યોની તૈયારીમાં લાગી છે

Advertisement

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસે આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે મતદાન બંધાયેલા રાજ્યોના નેતાઓની બેઠક બોલાવી છે. જેમાં ચૂંટણીની તૈયારીઓ અને રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. પાર્ટીના એક વરિષ્ઠ નેતા અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 24 મેના રોજ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણાના નેતાઓ સાથે અલગ-અલગ ચર્ચા કરશે. જણાવી દઇએ કે, 13 મેના રોજ જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસે 135 બેઠકો સાથે સરકાર બનાવી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી ઘટીને 66 થઈ ગઈ હતી.

આ પણ વાંચો - પિતાની પુણ્યતિથિ પર ભાવુક થયા રાહુલ ગાંધી, કહ્યું- ‘પાપા, તમે પ્રેરણા બનીને મારી સાથે છો’

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.