ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

કોંગ્રેસ પાર્ટી હિંદુ વિરોધી, મેં પ્રિયંકા ગાંધીને નમાજ અદા કરતા જોયા : સ્મૃતિ ઈરાની

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 માટે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાના વચનને લઈને રાજકીય હોબાળો થઈ રહ્યો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના દાવાથી ખળભળાટ મચી ગયો છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું છે કે, તેણે પોતે પ્રિયંકા ગાંધી વાડ્રાને...
05:51 PM May 05, 2023 IST | Hardik Shah
featuredImage featuredImage

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 માટે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાના વચનને લઈને રાજકીય હોબાળો થઈ રહ્યો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના દાવાથી ખળભળાટ મચી ગયો છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું છે કે, તેણે પોતે પ્રિયંકા ગાંધી વાડ્રાને અમેઠીમાં નમાજ અદા કરતા જોયા છે. જો તમે ઇચ્છો તો ઇસ્લામના નિષ્ણાતોને પૂછો, જેઓ નમાઝ અદા કરે છે તેઓ મૂર્તિની પૂજા કરતા નથી. અને કદાચ તેથી જ તેઓ રામ મંદિરનો વિરોધ કરે છે. સ્મૃતિ ઈરાનીના આ નિવેદનથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બજરંગ બલીના વિવાદ બાદ પ્રિયંકાની પ્રાર્થનાને લઈને નવો વિવાદ ઉભો થઈ શકે છે.

પ્રિયંકા ગાંધીને અમેઠીમાં નમાજ અદા કરી : સ્મૃતિ ઈરાની

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજા પર શાબ્દિંક હુમલા કરતા જોવા મળી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તાજેતરમાં કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ એક દાવો કર્યો છે જે પછી નવો વિવાદ સર્જાયો છે. સ્મૃતિ ઈરાનીએ દાવો કર્યો છે કે, તેમણે પ્રિયંકા ગાંધીને અમેઠીમાં નમાજ અદા કરતા જોયા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, જે લોકો ઇસ્લામમાં વિશ્વાસ કરે છે, નમાઝ પઢે છે, મૂર્તિઓની પૂજા નથી કરતા, કદાચ તેથી જ કોંગ્રેસના ટોચના નેતૃત્વએ રામ મંદિરના નિર્માણની મંજૂરી આપી નથી. સ્મૃતિએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ હિન્દુઓને નફરત કરે છે. તે હંમેશા આતંકવાદી જૂથની તુલના બજરંગ દળ સાથે કરે છે. તેમણે કહ્યું, કોંગ્રેસે હંમેશા જનતાને લૂંટવાનું કામ કર્યું, ગાંધી પરિવારે દેશને અગસ્તા વેસ્ટલેન્ડની બુલેટ આપી.

કોંગ્રેસ પાર્ટી હિંદુ વિરોધી : સ્મૃતિ ઈરાની

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે અમને ખબર હતી કે કોંગ્રેસ પાર્ટી હિંદુ વિરોધી છે, પરંતુ હવે અમે જોયું છે કે તેણે મેનિફેસ્ટોમાં પણ તેની સાબિતી આપવાનું શરૂ કરી દીધું છે. જેમને બજરંગ બલીનું નામ લેવા પર ગુસ્સો આવે છે, તેઓ કલ્પના કરો કે તેઓ હિન્દુ ધર્મમાં માનનારાઓથી કેટલા ગુસ્સામાં હશે. આ તેનો પુરાવો છે. ચૂંટણી પંચમાં રામભક્તો વિરુદ્ધ માત્ર કોંગ્રેસ પાર્ટી જ બોલી શકે છે. નહીં તો આ તો આસ્થાની વાત છે. હનુમાન મંદિર બનાવવાના કોંગ્રેસના દાવા પર સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, મેં ખુદ કોંગ્રેસ નેતૃત્વને અમેઠીમાં નમાજ અદા કરતા જોયા છે. જે લોકો ઇસ્લામમાં વિશેષ રસ ધરાવતા હોય અથવા શ્રદ્ધા ધરાવતા હોય તેઓ મૂર્તિપૂજક ન હોઈ શકે. કદાચ એટલે જ ગાંધી પરિવાર રામ મંદિરની વિરુદ્ધ રહ્યો.

આ પણ વાંચો - ‘THE KERALA STORY’એ કેરળમાં આતંકી ષડયંત્રનો ખુલાસો કર્યો : PM MODI

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Anti HinduCongress PartyNamazPriyanka GandhiSmriti Irani