'I.N.D.I.A' ગઠબંધનના વડાપ્રધાન કોણ હશે, ખડગેએ આખરે કહી દીધું
કોંગ્રેસ (Congress)ના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ લોકસભા ચૂંટણી 2024માં 'I.N.D.I.A' ગઠબંધનના વડાપ્રધાન પદના ઉમેદવારના પ્રશ્ન પર તેમની પાર્ટીનું વલણ સ્પષ્ટ કર્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા બુધવારે ઈન્ડિયા એલાયન્સના પીએમ ચહેરા વિશે કહ્યું કે " જીતીને આવ્યા બાદ બધા સાથે બેસીશું અને નિર્ણય કરીશું
છત્તીસગઢમાં કોંગ્રેસ કેટલી સીટો જીતશે?
કોંગ્રેસ અધ્યક્ષ ખડગે બુધવારે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં રાજ્યના સુકમા જિલ્લામાં ચૂંટણી રેલી કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા. છત્તીસગઢ ચૂંટણી અંગે ખડગેએ કહ્યું કે, "તેમને (ભાજપ) જે ઈચ્છે તે કહેવા દો, અમે 75થી વધુ સીટો જીતીશું, તેનાથી ઓછી નહીં."
ચૂંટણીના મુદ્દા શું હશે?
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે છત્તીસગઢમાં કોંગ્રેસ માટે ચૂંટણીનો મુદ્દો શું છે, તો કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, "અમે ખેડૂતોની સમસ્યાઓ હલ કરીશું, પ્રાથમિકથી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓને મદદ કરીશું, મહિલાઓને સિલિન્ડર આપીશું." મુખ્યમંત્રી કોણ હશે તેના જવાબમાં તેમણે કહ્યું કે તે સમયે જે ધારાસભ્યો ચૂંટાશે તે નક્કી કરશે..."
મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર નિશાન સાધ્યું
ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ આડકતરી રીતે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસે જે વચનો આપ્યા છે તે પૂરા કરવામાં આવશે. કોંગ્રેસે એરપોર્ટ અને ફેક્ટરીઓ બનાવી, ભાજપે અમીરોને વેચી દીધી. તેમણે કહ્યું કે અમે સાથે મળીને આ દેશને ઘણી મહેનતથી બનાવ્યો છે. દેશની મિલકત વેચનાર માણસ દેશના કલ્યાણ વિશે વિચારતો નથી.
આ પણ વાંચો----SC: ‘તિસ્તા સેતલવાડ અને તેમના પતિ ગુજરાત પોલીસને સહયોગ કરે’