Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગેરેજમાં બાઈક રિપેર કરતા જોવા મળ્યા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી! Video

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) નવી દિલ્હીના કરોલ બાગમાં સાયકલ માર્કેટમાં કામદારો અને વેપારીઓ સાથે બેઠક કરતા જોવા મળ્યા હતા. અહીં તેમણે મશીનો વિશે માહિતી મેળવી, સાથે જ તેને રિપેર કરવાની યુક્તિઓ પણ શીખી હતી. સાયકલ માર્કેટમાં કોંગ્રેસ નેતા...
08:24 AM Jun 28, 2023 IST | Hardik Shah

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) નવી દિલ્હીના કરોલ બાગમાં સાયકલ માર્કેટમાં કામદારો અને વેપારીઓ સાથે બેઠક કરતા જોવા મળ્યા હતા. અહીં તેમણે મશીનો વિશે માહિતી મેળવી, સાથે જ તેને રિપેર કરવાની યુક્તિઓ પણ શીખી હતી. સાયકલ માર્કેટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને જોઈને ત્યાના સ્થાનિક લોકો ખૂબ જ ખુશ થયા હતા. લોકો તેમને મળવા આતુર દેખાયા હતા. લોકોએ તેમની સાથે તસવીરો પણ ક્લિક કરી હતી.

કોંગ્રેસે ફોટો શેર કર્યો અને લખ્યું- આ હાથ ભારત બનાવે છે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારે અચાનક દિલ્હીના કરોલ બાગ પહોંચ્યા હતા. અહીં તે સાયકલ વેપારીઓ અને સાયકલ ઉત્પાદકોને મળ્યા હતા. આ સાથે તેમણે બાઇકની દુકાનમાં જઇને લોકો સાથે વાત ચીત પણ કરી હતી. બાઈક મિકેનિકની દુકાન પર પણ રાહુલ ગાંધીએ માર્કેટને પડતી સમસ્યાઓ વિશે વાત કરી હતી. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ પણ બાઇક રિપેર કરવાની ટેકનિક શીખતા જોવા મળ્યા હતા. રાહુલે આ લોકો સાથેની તેમની વાતચીતની તસવીરો ફેસબુક પર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, "હું રેંચ (નટ બોલ્ટ સાધન) ઘુમાવનાર અને ભારતના પૈડાની ગતિમાન રાખનાર હાથોથી શીખી રહ્યો છું." કોંગ્રેસે પણ પાર્ટીના પૂર્વ અધ્યક્ષની તસવીરો ફેસબુક પર શેર કરી છે, જેમાં તેઓ મોટરસાઇકલને ઠીક કરતા શીખતા અને મિકેનિક સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.

પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, “આ હાથ ભારત બનાવે છે. આ કપડાં પર લાગેલો કાળો રંગ અમારી શાન છે. આવા હાથોને પ્રોત્સાહિત કરવાનું કામ કોઈ લોક નેતા જ કરે છે. દિલ્હીના કરોલ બાગ ખાતે મોટરસાઇકલ મિકેનિક સાથે રાહુલ ગાંધી. 'ભારત જોડો યાત્રા' ચાલુ છે."

ટ્રક ડ્રાઈવરો સાથેની તસવીરો પણ થઇ હતી વાયરલ

ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાહુલ ગાંધી હરિયાણાના અંબાલામાં ટ્રક ડ્રાઈવરો સાથે સવારી કરતા જોવા મળ્યા હતા. કોંગ્રેસ નેતાની ટ્રક ડ્રાઈવરો સાથેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી. કોંગ્રેસના નેતા ડ્રાઇવરોને મળ્યા અને તેમને પૂછ્યું કે તમે દિવસમાં કલાકો સુધી ટ્રક ચલાવો છો અને તમને કેટલા પૈસા મળે છે. તેના પર ડ્રાઈવરોએ જણાવ્યું કે તેઓ દિવસમાં 12 કલાક ટ્રક ચલાવે છે અને તેના માટે તેમને 10,000 રૂપિયા મળે છે. આના પર રાહુલ ગાંધીએ ટ્રક ચાલકોની સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી. આ પહેલ દ્વારા રાહુલ ગાંધી દેશના નાના વર્ગના લોકો સાથે જોડાવવાનો પ્રયાસ કરતા રહે છે. કર્ણાટકની ચૂંટણી દરમિયાન તેઓ બેંગલુરુમાં ડિલિવરી બોય સાથે સ્કૂટર ચલાવતો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. જણાવી દઈએ કે, ત્યાં થઈ રહેલી હિંસાને કારણે રાહુલ ગાંધી 29 જૂને મણિપુર જશે. આ સાથે અમે ત્યાંના શિબિરોમાં જઈને પ્રતિનિધિઓને મળીને પરિસ્થિતિ અંગે ચર્ચા કરીશ.

આ પણ વાંચો – ટામેટાના ભાવ તમારા ખિસ્સાને સળગાવવા તૈયાર, પ્રતિ કિલોનો ભાવ આંખમાં લાવી દેશે આસું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
CongressCongress LeaderDelhiNew-Delhirahul-gandhi
Next Article