Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ આપ્યું રાજીનામું, જાણો પૂરી વિગત

Adhir Ranjan Chowdhury Resign : લોકસભા ચૂંટણી 2024ના પરિણામો (Lok Sabha Election 2024 results) થોડા અઠવાડિયા પહેલા જાહેર થયા હતા. આ ચૂંટણીમાં ભાજપ (BJP) ને મોટો ઝટકો લાગ્યો પણ તેમ છતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના નેતૃત્વમાં કેન્દ્રમાં...
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ આપ્યું રાજીનામું  જાણો પૂરી વિગત

Adhir Ranjan Chowdhury Resign : લોકસભા ચૂંટણી 2024ના પરિણામો (Lok Sabha Election 2024 results) થોડા અઠવાડિયા પહેલા જાહેર થયા હતા. આ ચૂંટણીમાં ભાજપ (BJP) ને મોટો ઝટકો લાગ્યો પણ તેમ છતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના નેતૃત્વમાં કેન્દ્રમાં એકવાર ફરી NDA ની સરકાર બની ગઇ. છેલ્લી બે લોકસભા ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસ (Congress) નું પ્રદર્શન સુધર્યું છે. જોકે, કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન પશ્ચિમ બંગાળ (West Bengal) માં નબળું રહ્યું છે. અહી 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ સીટ જીતી શકી નથી. અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chowdhury) એ પોતે બહેરામપુર લોકસભા બેઠક (Behrampur Lok Sabha Seat) પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બંગાળમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા અધીર રંજન ચૌધરીએ પ્રદેશ અધ્યક્ષ પદ છોડી પરથી રાજીનામું (Resign) આપી દીધું છે.

Advertisement

અધીર રંજન ચૌધરીએ કેમ આપ્યું રાજીનામું?

મળી રહેલી માહિતી મુજબ અધીર રંજન ચૌધરીએ પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોએ જણાવ્યું છે કે અધીર રંજને લોકસભા ચૂંટણીમાં હાર અને પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનને સ્વીકારીને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. અધીર રંજન ચૌધરીને બહેરામપુર લોકસભા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમને ટીએમસીના ઉમેદવાર યુસુફ પઠાણના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો, જેઓ ભૂતપૂર્વ ક્રિકેટર રહી ચૂક્યા છે. કોંગ્રેસના બંગાળ યુનિટે પણ શુક્રવારે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ચૂંટણીના પરિણામો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

રાજીનામા અંગે કોંગ્રેસ હાઈકમાન્ડે નથી લીધો કોઇ નિર્ણય

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ હાઈકમાન્ડે હજુ સુધી અધીર ચૌધરીના રાજીનામા અંગે કોઈ નિર્ણય લીધો નથી. એક પ્રશ્ન એ પણ ઊભો થયો કે ડાબેરી પક્ષો સાથે જોડાણ કરવાનો નિર્ણય ઉપરથી લાદવામાં આવ્યો હતો. આ માટે પાયાના સ્તરના નેતાઓ અને રાજ્યના મોટા નેતાઓને પણ વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા. ચૂંટણી પરિણામોની સમીક્ષા માટેની બેઠકમાં જિલ્લા પ્રમુખોએ ગઠબંધન અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેના માટે કોઈ અભિપ્રાય લેવામાં આવ્યો નથી. જણાવી દઈએ કે અધીર રંજન ચૌધરી પોતે CPM સાથે ગઠબંધનના પક્ષમાં છે. એવું કહેવાય છે કે તેઓ ઉત્તર બંગાળ અને પોતાના જિલ્લામાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત કરવા માટે CPMનો સહારો લે છે.

Advertisement

કાર્યકરોમાં નારાજગી

આ બેઠકમાં રાજ્યના નેતાઓએ કેન્દ્રીય સુપરવાઈઝર ગુલામ અહેમદ મીર સમક્ષ તેમની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, CPM સાથેના ગઠબંધનમાં દક્ષિણ બંગાળને ધ્યાનમાં રાખવામાં આવ્યું નથી. જિલ્લા પ્રમુખોના મંતવ્યો પણ સાંભળવામાં આવ્યા ન હતા. આ નેતાઓએ કહ્યું કે, CPM સાથે ગઠબંધનને લઈને પાયાના સ્તરે કાર્યકરોમાં નારાજગી છે. આગેવાનોનું કહેવું છે કે, અમારી સાથે કોઈપણ પ્રકારની ચર્ચા કર્યા વિના આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રસંગે અધીર રંજન ચૌધરી પણ હાજર હતા. અધીર રંજને ગઠબંધનને લઈને ટીકા કરતા સ્પષ્ટતા પણ આપી હતી. તે એકલા કોઈ વ્યક્તિને દોષી ઠેરવી શકે નહીં. તૃણમૂલ કોંગ્રેસના વિરોધ પર તેમણે કહ્યું કે જે રીતે TMCએ કોંગ્રેસ પર હુમલો કર્યો છે. તે જોતાં મારા માટે જવાબ આપવો જરૂરી હતો.

આ પણ વાંચો - Delhi ના CM અરવિંદ કેજરીવાલને મળ્યા જામીન, રાઉઝ એવન્યુ કોર્ટે આપી રાહત…

Advertisement

આ પણ વાંચો - ‘બોલાવી લો મારા PS ને અને કરી લો પૂછપરછ’ NEET Paper Leak મામલે તેજસ્વી યાદવે કેમ આવું કહ્યું ?

Tags :
Advertisement

.